Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

PM Kisan eKYC : PM કિસાન યોજનામાં મોટો ફેરફાર; વાર્ષિક e-KYC કરાવવું બન્યું ફરજિયાત

PM કિસાન યોજનાના નિયમોમાં મોટો ફેરફાર! ગુજરાતના ખેડૂતો માટે ૩૦ જૂન, ૨૦૨૬ સુધીમાં વાર્ષિક e-KYC કરાવવું ફરજિયાત કરાયું છે. ફેસ અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનની ૩ સરળ પદ્ધતિઓ વિશે અહીં વિગતે જાણો, જેથી આગામી હપ્તો અટકે નહીં.
pm kisan ekyc   pm કિસાન યોજનામાં મોટો ફેરફાર  વાર્ષિક e kyc કરાવવું બન્યું ફરજિયાત
Advertisement

PM કિસાન યોજનાના લાભાર્થીઓ માટે વાર્ષિક e-KYC કરાવવું ફરજિયાત, ૩૦ જૂન છેલ્લી તારીખ

  • PM Kisan eKYC : PM કિસાન યોજનાના નિયમોમાં મોટો ફેરફાર! ગુજરાતના ખેડૂતો માટે ૩૦ જૂન, ૨૦૨૬ સુધીમાં વાર્ષિક e-KYC કરાવવું ફરજિયાત કરાયું છે. ફેસ અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનની ૩ સરળ પદ્ધતિઓ વિશે અહીં વિગતે જાણો, જેથી આગામી હપ્તો અટકે નહીં.

PM Kisan eKYC : ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ’ (PM-KISAN) યોજનાના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાતના ખેતી નિયામક કચેરી (Directorate of Agriculture) દ્વારા રાજ્યના તમામ ખેડૂતોને આગામી ૩૦ જૂન, ૨૦૨૬ સુધીમાં પોતાનું વાર્ષિક e-KYC ફરજિયાતપણે પૂર્ણ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement

નવા નિયમો મુજબ, જે ખેડૂતો આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરે, તેમને યોજના અંતર્ગત મળવાપાત્ર આગામી હપ્તો (Installment) મળશે નહીં.

Advertisement

મુખ્ય ફેરફારો અને નિયમો

  • વાર્ષિક પ્રક્રિયા: હવેથી તમામ નોંધાયેલા લાભાર્થીઓએ દર વર્ષે (Annually) e-KYC કરાવવું પડશે.

  • સમયમર્યાદા (Deadline): ચાલુ નાણાકીય વર્ષ  2026-27ના પ્રથમ હપ્તા પહેલા એટલે કે 30 જૂન, 2026 સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

  • આધારિત સહાય: યોજના હેઠળ આર્થિક સહાય માત્ર એવા જ ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવશે જેમણે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન સફળતાપૂર્વક સબમિટ કર્યું હશે.

PM Kisan eKYC :  e-KYC પૂર્ણ કરવાની ૩ સરળ પદ્ધતિઓ

ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબ નીચેની ત્રણમાંથી કોઈપણ એક રીત અપનાવીને e-KYC કરી શકે છે:

  1. ફેસ ઓથેન્ટિકેશન (Face Authentication - ચહેરો ઓળખવાની પદ્ધતિ): ખેડૂતો પોતાના ગ્રામ્ય સ્તરે ગ્રામસેવક અથવા વિલેજ નોડલ ઓફિસર (Village Nodal Officer) નો સંપર્ક કરીને PM-Kisan મોબાઇલ એપની મદદથી ચહેરો સ્કેન કરાવીને e-KYC કરાવી શકે છે.

  2. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન (Biometric Authentication - ફિંગરપ્રિન્ટ/અંગૂઠાનું નિશાન): ખેડૂતો પોતાના નજીકના કોમન સર્વિસ સેન્ટર - CSC (Common Service Center) અથવા ગ્રામ પંચાયતના "ઈ-ગ્રામ" કેન્દ્ર પર જઈને અંગૂઠા કે આંગળીના નિશાન દ્વારા આ પ્રક્રિયા કરાવી શકે છે.

  3. PM કિસાન મોબાઈલ એપ દ્વારા (જાતે/Self): લાભાર્થી ખેડૂત પોતે ગુગલ પ્લે સ્ટોર પરથી 'PM Kisan Mobile App' ડાઉનલોડ કરી શકે છે. તેમાં 'Beneficiary' (લાભાર્થી) તરીકે લોગિન કરી, પોતાના ઓળખ નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર (Registration Number) નો ઉપયોગ કરીને જાતે જ ફેસ ઓથેન્ટિકેશન કરી શકે છે.

  4. વિશેષ સુવિધા: આ એપ દ્વારા એક જ ખેડૂત પોતાના સિવાય અન્ય 100 લાભાર્થીઓનું e-KYC પણ કરી આપવાની ક્ષમતા ધરાવે છે.

PM Kisan eKYC :બહારગામ રહેતા ખેડૂતો માટે મહત્વની સૂચના

ખેતી નિયામક કચેરીએ સ્પષ્ટતા કરી છે કે જો કોઈ લાભાર્થી ખેડૂત હાલમાં પોતાના ગામથી બહાર હોય અથવા અન્ય કોઈ સ્થળે સ્થળાંતરિત (Migrated) થયા હોય, તો તેઓ જે-તે સ્થળેથી પણ ઉપર જણાવેલી મોબાઈલ એપ અથવા નજીકના CSC કેન્દ્ર પર જઈને ઓનલાઈન e-KYC કરાવી શકે છે.

તમામ ખેડૂતોને તાકીદ કરવામાં આવે છે કે છેલ્લી ઘડીની ભીડથી બચવા અને યોજનાનો લાભ અટક્યા વિના ચાલુ રાખવા માટે સમયસર આ પ્રક્રિયા પૂર્ણ કરી લે.

આ પણ વાંચો : VGRC Central Gujarat :મધ્ય ગુજરાતમાં પરંપરા અને ટેકનોલોજીની સ્માર્ટ ક્રાંતિ

Tags :
Advertisement

.

×