Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi Gujarat Visit : વડાપ્રધાન મોદી બીજા દિવસની શરૂઆત પણ રોડ-શોથી કરશે, આપશે કરોડોના વિકાસ કાર્યોની ભેટ

ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત PM Modi ગુજરાત પ્રવાસે છે. જેમાં સવારે 10.15 કલાકે મહાત્મા મંદિર જવા રવાના થશે
pm modi gujarat visit   વડાપ્રધાન મોદી બીજા દિવસની શરૂઆત પણ રોડ શોથી કરશે  આપશે કરોડોના વિકાસ કાર્યોની ભેટ
Advertisement
  • PM મોદી વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
  • PM મોદી રૂપિયા 5536 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ
  • બપોરે 12.55 કલાકે PM મોદી દિલ્હી પરત જવા રવાના થશે

 PM Modi Gujarat Visit : ગુજરાતના પનોતા પુત્ર એવા PM મોદી વતન પ્રવાસે છે. જેમાં વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત PM Modi ગુજરાત પ્રવાસે છે. જેમાં સવારે 10.15 કલાકે મહાત્મા મંદિર જવા રવાના થશે. રાજભવનથી મહાત્મા મંદિર સુધીના રૂટ પર સ્વાગત કરાશે. 11 કલાકે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તથા PM મોદી વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. PM મોદી રૂપિયા 5536 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે. તથા બપોરે 12.55 કલાકે PM મોદી દિલ્હી પરત જવા રવાના થશે.

Advertisement

પીએમ મોદી સવારે 10.15 કલાકે ગાંધીનગરના રાજભવનથી મહાત્મા મંદિર જવા રવાના થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના બીજા દિવસની શરૂઆત થઇ છે. જેમાં પીએમ મોદી સવારે 10.15 કલાકે ગાંધીનગરના રાજભવનથી મહાત્મા મંદિર જવા રવાના થશે. તેમજ સંભવિત રાજભવનથી મહાત્મા મંદિર સુધીના રૂટ પર પણ પ્રધાનમંત્રીનું ઓપરેશન સિંદૂર અંતર્ગત ભવ્ય સ્વાગત થશે. તથા 11 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પહોંચશે. જેમાં શહેરી વિકાસ વર્ષ અંતર્ગતના વિવિધ વિકાસ અને લોકાર્પણ કાર્યક્રમો પ્રધાનમંત્રીના હસ્તે કરાશે. મહાત્મા મંદિર ખાતેનો કાર્યક્રમ પૂર્ણ કરી પ્રધાનમંત્રી બપોરે 12.55 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને અમદાવાદ એરપોર્ટથી પ્રધાનમંત્રી દિલ્હી પરત ફરશે.

Advertisement

પીએમ મોદી બીજા દિવસની શરૂઆત પણ રોડ શોથી કરશે

પીએમ મોદી બીજા દિવસની શરૂઆત પણ રોડ શોથી કરશે. ગાંધીનગર છબીલેખાગર સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનથી કાર્યક્રમ સ્થળ સુધી પીએમ મોદી 2 કિલો મીટરનો રોડ શો કરશે. જેમાં ગાંધીનગરમાં મોટી સંખ્યામાં સ્થાનિકો રોડ શોમાં જોડાશે. મહાત્મા મંદીર ખાતે પીએમ મોદી રૂપિયા 5,536 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. PMAY હેઠળ રૂપિયા 1007 કરોડના ખર્ચે તૈયાર થયેલા 22,055 આવાસોનું લોકાર્પણ કરશે. પીએમ મોદી રૂપિયા 1 હજાર કરોડના ખર્ચે તૈયાર થનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ ૩ નું ખાતમુહૂર્ત કરશે.

યુએન મહેતા હોસ્પિટલના ગાંધીનગરના રૂપિયા 84 કરોડના ખર્ચે બનેલા સેન્ટરનું ઉદ્ઘાટન

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મ્યુનિસિપલ સંસ્થાઓને રૂપિયા 3,300 કરોડના ચેક વિતરણ થશે. જળ સંસાધન વિભાગ હેઠળ થરાદ ધાનેરા પાઈપલાઈન તથા દિયોદર લાખણી પાઈપલાઈનના રૂપિયા 1566 કરોડના કામોનું ખાતમુહૂર્ત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં તાજેતરમાં વિજય થયેલા કોર્પોરેટરો પણ હાજર રહેશે. યુએન મહેતા હોસ્પિટલના ગાંધીનગરના રૂપિયા 84 કરોડના ખર્ચે બનેલા સેન્ટરનું ઉદ્ઘાટન થશે.

આ પણ વાંચો: Gujarati Top News : આજે 27 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×