વડાપ્રધાન ફરી આવશે Gujarat પ્રવાસે! સાણંદમાં પ્લાન્ટની લેશે મુલાકાત
- PM Visit Gujarat: વડાપ્રધાન ફરી એકવાર આવશે Gujarat પ્રવાસે!
- આગામી 28 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન આવી શકે છે ગુજરાત
- સાણંદ ખાતે સેમિકોન સંમિકંડક્ટર પ્લાન્ટની લેશે મુલાકાત
PM Visit Gujarat:ભારતને ગ્લોબલ ટેકનોલોજી મેપ પર અગ્રેસર કરવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendrabhai Modi) ફરી એકવાર ગુજરાત (Gujarat) ના પ્રવાસે આવી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આગામી 28 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન ગુજરાતની મુલાકાત લઈ શકે છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ સાણંદ (Sanand) ખાતે સ્થિત સેમિકન્ડક્ટર પ્લાન્ટ (Semiconductor Plant) ની મુલાકાત લેવાનો અને ભારતની ટેકનોલોજી ક્ષેત્રની ઐતિહાસિક સિદ્ધિ સમાન પ્રથમ સ્વદેશી ચિપ (Indigenous Chip) ને દેશને સમર્પિત કરવાનો છે.
PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરી એક વખત ગુજરાત પ્રવાસે | Gujarat First
આગામી 28 ફેબ્રુઆરીએ PM મોદી આવી શકે છે ગુજરાત
સાણંદ ખાતે સેમિકોન સેમિકન્ડક્ટર પ્લાન્ટની લેશે મુલાકાત
ભારતમાં બનેલી પ્રથમ સ્વદેશી ચીપને લોંચ કરશે PM મોદી@PMOIndia @narendramodi… pic.twitter.com/hRuWFgaL57— Gujarat First (@GujaratFirst) February 9, 2026
PM Visit Gujarat:સાણંદ બનશે ટેકનોલોજી ક્રાંતિનું કેન્દ્ર
વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વ હેઠળ 'ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન' (India Semiconductor Mission - ISM) વેગ પકડી રહ્યું છે. સાણંદ (Sanand) માં કાર્યરત આ પ્લાન્ટમાં તૈયાર થયેલી પ્રથમ 'મેડ ઇન ઇન્ડિયા' (Made in India) સેમિકન્ડક્ટર ચિપનું લોન્ચિંગ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. આ ચિપનું ઉત્પાદન થવાથી ભારતની વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટશે અને ઓટોમોબાઈલથી લઈને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ભારત આત્મનિર્ભર (Aatmanirbhar Bharat) બનશે.
PMO દ્વારા કાર્યક્રમોની તૈયારીઓ તેજ
વડાપ્રધાન કાર્યાલય (Prime Minister's Office - PMO) દ્વારા આ પ્રવાસના અન્ય કાર્યક્રમોની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી રહી છે. 28 ફેબ્રુઆરીના રોજ સાણંદમાં મુખ્ય કાર્યક્રમ બાદ વડાપ્રધાન અન્ય વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અથવા ખાતમુહૂર્ત કરી શકે છે. રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર (State Administration) દ્વારા અત્યારથી જ સુરક્ષા અને વ્યવસ્થાને લઈને આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Surendranagar ને CM ભૂપેન્દ્રભાઇ પટેલની વિકાસભેટ: 539 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત


