ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modi ગાંધીનગરના મહાત્મા મંદિરથી 5,536 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે

27મી મેના રોજ વડાપ્રધાન મોદી (PM Narendra Modi) ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી 5,536 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે. જેમાં 22,055 આવાસોના લોકાર્પણ ₹ 1000 કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3ના ખાતમુહૂર્તનો પણ સમાવેશ થાય છે. વાંચો વિગતવાર.
05:10 PM May 25, 2025 IST | Hardik Prajapati
27મી મેના રોજ વડાપ્રધાન મોદી (PM Narendra Modi) ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી 5,536 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે. જેમાં 22,055 આવાસોના લોકાર્પણ ₹ 1000 કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3ના ખાતમુહૂર્તનો પણ સમાવેશ થાય છે. વાંચો વિગતવાર.
PM Narendra Modi DahodGujarat First---

PM Narendra Modi : 26 અને 27મી મે એમ બે દિવસ વડાપ્રધાન મોદી (PM Narendra Modi) ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 27મી તારીખે ગાંધીનગરના મહાત્મા મંદિરેથી 5,536 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે. જેમાં PMAY અંતર્ગત 22,055 આવાસોનું લોકાર્પણ 1000 કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3 (Sabarmati Riverfront Phase-3) નું ખાતમુહૂર્તનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત વડાપ્રધાન સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મ્યુનિસિપલ સંસ્થાઓને 3,300 કરોડના ચેકનું પણ વિતરણ કરશે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ ઉપસ્થિત રહેશે.

શહેરી વિકાસ વિભાગના 2700 કરોડથી વધુના વિકાસકાર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી મેના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિરેથી શહેરી વિકાસ વિભાગના 2700 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવાના છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana-PMAY) અંતર્ગત 1006 કરોડના ખર્ચે તૈયાર થયેલા 22,000 થી વધુ રહેણાંક એકમોનું લોકાર્પણ કરશે. સુરતના કાંકરા-ખાડીના કિનારે 145 કરોડના ખર્ચે પડતર જમીનનો કાયાકલ્પ કરીને બનેલા બાયોડાયવર્સિટી પાર્કનું પણ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. શહેરી વિકાસ વિભાગ હેઠળ કુલ  1,447 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢ શહેરના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન 1,347 કરોડના શહેરી વિકાસના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે. જેમાં અમદાવાદ ખાતે 1000 કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3ના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.

R&B અને જળ સંસાધન વિભાગના વિકાસકાર્યો

ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન માર્ગ અને મકાન વિભાગના 170 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જ્યારે જળ સંસાધન વિભાગના  1860 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં બનાસકાંઠામાં 888 કરોડના ખર્ચે બનનારી થરાદ ધાનેરા પાઈપલાઈન (Tharad Dhanera Pipeline) , 678 કરોડના ખર્ચે દિયોદર લાખણી પાઈપલાઈનના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. વડાપ્રધાન ગાંધીનગર ખાતે  84 કરોડના ખર્ચે યુ.એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર (U.N. Mehta Institute) નું લોકાર્પણ કરશે. જ્યારે અમદાવાદમાં 588 કરોડના ખર્ચે ઓપીડી સાથે 1800 બેડ ધરાવતા IPD જેમાં ચેપી રોગ માટે 500 બેડની સુવિધાનું નિર્માણ થઈ રહ્યું છે, જેનું તેઓ ખાતમુહૂર્ત કરશે.

આ પણ વાંચોઃ  PM Narendra Modi ભુજથી 53,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે

3,300 કરોડના ચેકનું વિતરણ

27મી મેના રોજ વડાપ્રધાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી વિવિધ વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવાના છે. આ ઉપરાંત તેઓ કુલ 3,300 કરોડના ચેકનું પણ મ્યુનિસિપલ સંસ્થાઓને વિતરણ કરશે. વડાપ્રધાન દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 17 મ્યુનિસિપલ કોર્પોરેશનને ₹2731 કરોડ અને 149 મ્યુનિસિપાલિટીને  569 કરોડના ચેકનું વિતરણ પણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ  PM Narendra Modi દાહોદથી 24,000 કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે

Tags :
Deodar Lakhni Pipelinedevelopment projectsGujarat FirstGUJARAT FIRST NEWSGujarat visit 2025Mahatma Mandirpm modiPMAYPradhan Mantri Awas YojanaSabarmati Riverfront Phase-3Surat Biodiversity ParkSwarnim Jayanti Mukhyamantri Urban Development SchemeTharad Dhanera PipelineU.N. Mehta Institute
Next Article