Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાની PM મોદી કરાવશે શરૂઆત

Gandhinagar : ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પરિવહન ક્ષેત્રે ઐતિહાસિક ક્ષણ સર્જાવાની છે. 12 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના નવા 5.36 કિમી મેટ્રો ફેઝનું ઉદ્ઘાટન કરશે. આ રૂટ અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર-16 અને 24ને જોડશે તથા મહાત્મા મંદિરથી સીધો રેલવે સ્ટેશન સુધીનો કોરિડોર મુસાફરોને સુવિધા આપશે.
ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાની pm મોદી કરાવશે શરૂઆત
Advertisement
  • ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાની પ્રધાનમંત્રી કરાવશે શરૂઆત.
  • ગાંધીનગર ના મહાત્મા મંદિર સુધીના મેટ્રો ફેઝનું પ્રધાનમંત્રી કરાવશે ઉદ્દઘાટન.
  • ગાંધીનગરના સચિવાલય મેટ્રો સ્ટેશન થી મહાત્મા મંદિર સુધીનો ફેઝ ખુલો મુકાશે.
  • અત્યાર સુધી ગાંધીનગર સચિવાલય સુધી નો જ મેટ્રો ફેઝ હતો કાર્યરત.
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ ઉદ્ઘાટન કરશે.
  • 12 જાન્યુઆરીએ PM નરેન્દ્ર મોદી રિવરફ્રન્ટથી મેટ્રોમાં મુસાફરી કરીને મહાત્મા મંદિર સ્ટેશન પર પહોંચશે.
  • સચિવાલય થી મહાત્મા મંદિર નો 5.36 કિમી નો મેટ્રો ફેઝ શરૂ થશે.
  • સચિવાલય,અક્ષરધામ, જૂના સચિવાલ, સેક્ટર-16, સેક્ટર-24 અને મહાત્મા મંદિર રૂટ રહેશે.
  • મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન થી સીધા જ ગાંધીનગર રેલવે સ્ટેશન પણ જઈ શકાશે.
  • ગાંધીનગર રેલવે સ્ટેશન સુધી જવા માટે ખાસ કોરિડોર બનાવવામાં આવ્યો.

Gandhinagar : ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પરિવહનની કાયાપલટ થવા જઈ રહી છે. અત્યાર સુધી જે મેટ્રો સેવા સચિવાલય સુધી મર્યાદિત હતી, તેનું હવે વિસ્તરણ કરવામાં આવ્યું છે. આગામી 12 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના નવા મેટ્રો ફેઝનું ઉદ્ઘાટન કરશે. આ નવી લાઈન શરૂ થવાથી મુસાફરો, સરકારી કર્મચારીઓ અને પ્રવાસીઓ માટે મુસાફરી અત્યંત સરળ બની જશે.

નવા રૂટની વિશેષતાઓ

અત્યાર સુધી અમદાવાદથી આવતી મેટ્રો ગાંધીનગર સચિવાલય સુધી જ કાર્યરત હતી. હવે જે નવો ફેઝ શરૂ થઈ રહ્યો છે તે 5.36 કિમી લાંબો છે. આ રૂટ માત્ર અંતર જ નથી ઘટાડતો, પરંતુ શહેરના મુખ્ય વહીવટી અને આધ્યાત્મિક કેન્દ્રોને પણ જોડે છે. આ રૂટ પર આવતા મુખ્ય સ્ટેશનો નીચે મુજબ છે:

Advertisement

  • સચિવાલય
  • અક્ષરધામ
  • જૂનું સચિવાલય
  • સેક્ટર-16
  • સેક્ટર-24
  • મહાત્મા મંદિર

Advertisement

PM મોદી રિવરફ્રન્ટથી મેટ્રોમાં કરશે મુસાફરી

નિર્ધારિત આયોજન મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ રિવરફ્રન્ટથી મેટ્રો ટ્રેનમાં સવાર થઈને મુસાફરી કરતા ગાંધીનગરના મહાત્મા મંદિર સ્ટેશને પહોંચશે. જણાવી દઇએ કે, આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનને સીધું જ ગાંધીનગર રેલવે સ્ટેશન સાથે સાંકળી લેવામાં આવ્યું છે. મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રિક્ષા કે ટેક્સીની રાહ ન જોવી પડે તે માટે ખાસ વોક-વે કોરિડોર બનાવવામાં આવ્યો છે. આ સુવિધાને કારણે ટ્રેન દ્વારા ગાંધીનગર આવતા મુસાફરો સીધા જ મેટ્રો પકડી શકશે, જે મલ્ટી-મોડલ કનેક્ટિવિટીનું ઉત્તમ ઉદાહરણ છે.

શા માટે આ પ્રોજેક્ટ મહત્વનો છે?

મહાત્મા મંદિર એ ગાંધીનગરનું એવું કેન્દ્ર છે જ્યાં મોટાભાગના આંતરરાષ્ટ્રીય સંમેલનો અને 'વાઈબ્રન્ટ ગુજરાત' જેવી સમિટ યોજાય છે. અહીં મેટ્રો પહોંચવાથી વિદેશી મહેમાનો અને બિઝનેસમેનો માટે આવવા-જવાની સુવિધા વધશે. સાથે જ સેક્ટર-16 અને 24 જેવા રહેણાંક વિસ્તારોના મધ્યમ વર્ગના લોકોને સસ્તી અને ઝડપી મુસાફરીનો વિકલ્પ મળશે.

આ પણ વાંચો :  PM Modi Gujarat Visit: વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવશે, જાણો સમગ્ર કાર્યક્રમ

Tags :
Advertisement

.

×