Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

38,000 પરિવારોને મળશે પોતાનું ઘર, PM Modi કરશે કરોડોના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 31 માર્ચ, 2026ના રોજ વાવ-થરાદથી ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં કેન્દ્રના ઊર્જા, રેલવે અને હાઇવે પ્રોજેક્ટ્સ તેમજ ગુજરાતના શહેરી વિકાસ અને આવાસ યોજનાનો સમાવેશ થાય છે. આ મુલાકાતથી ગુજરાતના આર્થિક અને માળખાગત વિકાસને મોટો વેગ મળશે.
38 000 પરિવારોને મળશે પોતાનું ઘર  pm modi કરશે કરોડોના કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત
Advertisement
  • આવતીકાલે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે
  • CM ભૂપેન્દ્રભાઈ પટેલે ગણાવી ઐતિહાસિક મુલાકાત
  • નવરચિત વાવ-થરાદ જિલ્લાની મુલાકાતે પધારશેઃ CM

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Modi) આગામી 31 માર્ચ, 2026ના રોજ ગુજરાત (Gujarat) ની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વાવ-થરાદ (Vav-Tharad) ખાતેથી રાજ્યને ₹19,806.9 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે. આ કાર્યક્રમમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ મંત્રાલયોના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harsh Sanghavi) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Tags :
Advertisement

.

×