Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar: PM નરેન્દ્રભાઇ મોદી આજથી ગુજરાત મુલાકાતે, ગાંધીનગર SP એ સુરક્ષા અંગે શું આપ્યું નિવેદન?

Gandhinagar: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજથી ગુજરાતની મુલાકાતે છે. ગાંધીનગરમાં લોખંડી સુરક્ષા માટે 10 IPS સહિત 1500 કોન્સ્ટેબલ્સ તૈનાત કરાયા છે. વડાપ્રધાન 11મીએ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે, જ્યાં 5000 લોકો તેમનું સ્વાગત કરશે. 12મીએ તેઓ જર્મની ડેલીગેશન સાથે મહત્વની બેઠક યોજશે. એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ સુરક્ષા વ્યવસ્થાની પુષ્ટિ કરી છે.
gandhinagar  pm નરેન્દ્રભાઇ મોદી આજથી ગુજરાત મુલાકાતે  ગાંધીનગર sp એ સુરક્ષા અંગે શું આપ્યું નિવેદન
Advertisement
  • Gandhinagar: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજથી ગુજરાત મુલાકાતે
  • PMના બંદોબસ્ત મુદ્દે SP રવિ તેજા વાસમ શેટ્ટીનું નિવેદન
  • ગાંધીનગર પ્રવાસને લઈને લોખંડી પોલીસ બંદોબસ્ત

Gandhinagar: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendrabhai Modi) આજથી તેમના બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. 11 અને 12 જાન્યુઆરી દરમિયાન વડાપ્રધાન ગાંધીનગર ખાતે વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે. PMના આ પ્રવાસને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. ગાંધીનગરના એસપી રવિ તેજા વાસમ શેટ્ટી (SP Ravi Teja Wasam Shetty) એ સુરક્ષા બંદોબસ્ત અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનના ગાંધીનગર પ્રવાસને લઈને 'લોખંડી પોલીસ બંદોબસ્ત' તૈનાત કરવામાં આવ્યો છે.

મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરાશે

મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન વડાપ્રધાન 11મી જાન્યુઆરીના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે મેટ્રો ફેઝ-2ના વિસ્તરણનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે. વડાપ્રધાનના સ્વાગત માટે મહાત્મા મંદિર અને આસપાસના વિસ્તારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અંદાજિત 5000 જેટલા લોકો વડાપ્રધાનના સ્વાગત માટે ઉમટી પડશે તેવી શક્યતા છે.

Advertisement

જર્મની ડેલીગેશન (Germany Delegation) સાથે બેઠક!

પ્રવાસના બીજા દિવસે એટલે કે 12મી જાન્યુઆરીએ વડાપ્રધાન મહાત્મા મંદિર ખાતે ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં જર્મનીથી આવેલા વિશેષ ડેલીગેશન સાથે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ અને સહયોગ અંગે ચર્ચા કરવામાં આવશે. આ મુલાકાત ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Vav-Tharad: મૈત્રી કરારથી કજિયો! યુવક સાથે રહેતી યુવતીને ઉઠાવી ગયો પરિવાર!

Tags :
Advertisement

.

×