PM Surya Ghar Month of Solar May-2026 : ગુજરાતનો રાષ્ટ્રીય સ્તરે ડંકો, મળ્યા 5 પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર
PM Surya Ghar: Muft Bijli Yojana : ગુજરાતની સિદ્ધિમાં વધુ એક ઉમેરો થયો છે. 'PM સૂર્યઘર મન્થ ઑફ સોલર મે-2026' (PM Surya Ghar Month of Solar May-2026) અંતર્ગત ગુજરાતને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. પાંચ રાષ્ટ્રીય પુરસ્કારો મેળવી કેટેગરી B રાજ્યોમાં ગુજરાતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. કેટેગરી B હેઠળ ગુજરાતે (Gujarat) રાજ્યોની ચારેય શ્રેણીમાં પ્રથમ ક્રમાંકે સ્થાન મેળવ્યું છે. ઉત્કૃષ્ટ અમલીકરણ અને શ્રેષ્ઠ પ્રદર્શન બદલ PM સૂર્ય ઘર એક્સેલન્સ એવોર્ડ આપવામાં આવ્યો છે. દિલ્હીનાં અટલ અક્ષય ઊર્જા ભવન ખાતે આ રાષ્ટ્રીય સમારોહ યોજવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના (Union Minister Pralhad Joshi) હસ્તે પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાત વતી GUVNL નાં MD IAS શાલિની અગ્રવાલે (IAS Shalini Agarwal) પુરસ્કાર સ્વિકાર્યા હતા.
યોજના હેઠળ 10.66 લાખથી વધુ ગ્રાહક અરજી, 6.81 લાખ રૂફટોપ સોલર લગાવાયા
MNRE દ્વારા 1 મે 2026 થી 31 મે 2026 દરમિયાન આયોજિત ‘મંથ ઓફ સોલાર–મે 2026’ અભિયાન દરમિયાન ગુજરાતમાં 3, 06, 230 ગ્રાહક અરજીઓ પ્રાપ્ત થઈ, 35,311 રૂફટોપ સોલાર સ્થાપનો કાર્યાન્વિત થયા, જ્યારે 42,554 ડિસ્કોમ નિરીક્ષણો પૂર્ણ કરવામાં આવ્યા તથા 210 નવા વેન્ડરોની નોંધણી થઈ. આ કામગીરીનાં આધારે ગુજરાતે કેટેગરી-બી રાજ્યોમાં તમામ ચાર કામગીરી આધારિત શ્રેણીઓમાં દેશભરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. PM સૂર્ય ઘર યોજના હેઠળ ગુજરાતે નેશનલ પોર્ટલ પર 10.66 લાખથી વધુ ગ્રાહકઅરજીઓ તથા 6.81 લાખ રૂફટોપ સોલર સ્થાપનાઓ હાંસલ કરી છે.
Delighted that Gujarat has secured the No.1 position in the country under the PM Surya Ghar: Muft Bijli Yojana ‘Month of Solar – May 2026’ campaign and received the prestigious PM Surya Ghar Excellence Award.
Congratulations to Team Gujarat and every citizen who has contributed… pic.twitter.com/UVpheRBtmo
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 4, 2026
'આ પુરસ્કારો સૌર ઊર્જાને અપનાવનાર દરેક નાગરિકના છે'
અભિનંદન પાઠવતાં GUVNLના મેનેજિંગ ડિરેક્ટર શાલિની અગ્રવાલ, IAS એ જણાવ્યું હતું કે, “માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી વિઝનથી પ્રેરિત તેમ જ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, તથા માનનીય ઊર્જામંત્રી ઋષિકેશ પટેલ અને માનનીય રાજ્યકક્ષાના ઊર્જામંત્રી કૌશિક વેકરિયા અને મુખ્ય સચિવના નેતૃત્વમાં ગુજરાતે રૂફટોપ સોલાર અપનાવવામાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. આ પુરસ્કારો સૌર ઊર્જાને અપનાવનાર દરેક નાગરિકના છે.”
આ પણ વાંચો - Ahmedabad: ઘાટલોડિયામાં ફેલાયેલા રોગચાળાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ચિંતિત


