Politics: પી. ચિદંબરમના નિવેદન પર DyCM હર્ષભાઈ સંઘવીનો પલટવાર, કોંગ્રેસની નીતિઓ સામે ઉઠાવ્યા સવાલો
નક્સલવાદ મુદ્દે પી. ચિદંબરમના નિવેદન સામે ગુજરાતના DyCM હર્ષભાઈ સંઘવીએ કોંગ્રેસની UPA સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે 2004થી 2014 દરમિયાન પોલીસ અને CRPF જવાનોની શહાદત, નક્સલી હુમલામાં થયેલા મોત, પોલીસ શસ્ત્રાગારોમાંથી હથિયારોની લૂંટ અને નક્સલી હિંસાથી પ્રભાવિત જિલ્લાઓના આંકડા ટાંકીને તત્કાલીન આંતરિક સુરક્ષા નીતિ સામે સવાલો ઉઠાવ્યા.
Advertisement
Politics: નક્સલવાદના મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદંબરમના નિવેદનને લઈને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. હર્ષ સંઘવીએ UPA સરકારના 10 વર્ષના શાસન દરમિયાન નક્સલવાદ અને આંતરિક સુરક્ષાની સ્થિતિને લઈને અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કોંગ્રેસ સરકારની સુરક્ષા નીતિ અને નક્સલવાદ સામેની કામગીરી પર નિશાન સાધ્યું છે.

