રાહુલ ગાંધી પર પૂનમ માડમનો પલટવાર: "બે રાષ્ટ્રના વડાઓ વિશે નિવેદન અત્યંત નિંદનીય"
Poonam Madam Statement: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન સામે ભાજપના સાંસદ પૂનમ માડમે (MP Poonam Madam) આકરા પ્રહારો કર્યા છે. તેમણે બે દેશોના વડાઓ વિશે કરેલી ટિપ્પણીને નિંદનીય ગણાવી કહ્યું કે, આવા નિવેદનો ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ છે અને વિપક્ષે છીછરી માનસિકતા છોડી સંસદીય ચર્ચા સાથે વિરોધ કરવો જોઈએ.
Advertisement
Rahul Gandhi Controversy: કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા કરવામાં આવેલી તાજેતરની ટિપ્પણીઓને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. જામનગરના ભાજપ સાંસદ પૂનમ માડમે (MP Poonam Madam) રાહુલ ગાંધીના નિવેદન સામે આકરો વાંધો ઉઠાવતા આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે, બે રાષ્ટ્રોના વડાઓ વિશે આ પ્રકારની બિનજવાબદાર ટિપ્પણીઓ કરવી અત્યંત નિંદનીય અને લોકતાંત્રિક મર્યાદાઓની વિરુદ્ધ છે.

