Poshan Pakhwadiyu : કુપોષણ મુક્ત ગુજરાતના સંકલ્પની વિશિષ્ટ સિદ્ધિ
- Poshan Pakhwadiyu : પોષણ પખવાડિયા-2026 માં ગુજરાતે દેશભરમાં 4થો ક્રમ મેળવ્યો. 73.14 લાખથી વધુ પ્રવૃત્તિઓ સાથે કુપોષણ મુક્ત ગુજરાતના સંકલ્પની વિશિષ્ટ સિદ્ધિ.
Poshan Pakhwadiyu : ગુજરાતમાં તા. 9 થી 23 એપ્રિલ દરમિયાન યોજાયેલા પોષણ પખવાડિયામાં 73.14 લાખથી વધુ પોષણલક્ષી પ્રવૃત્તિઓ કરાઈ
- રાષ્ટ્રીય સ્તરે કુલ પ્રવૃત્તિઓમાં ગુજરાતનું 10.77 ટકા યોગદાન
મહિલા અને બાળ વિકાસ વિભાગનો સિંહફાળો: 33.91 લાખ પ્રવૃત્તિઓ (46.36 ટકા)
AdvertisementTheme of occassion : "જીવનના પ્રથમ છ વર્ષમાં મગજના વિકાસને મહત્તમ બનાવવો"
Advertisement
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા 'રાષ્ટ્રીય પોષણ અભિયાન' Rashtriy POSHAN Abhiyaan ને જનઆંદોલન બનાવી કુપોષણ મુક્ત રાષ્ટ્ર Malnutrition free Nation ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાતે મક્કમ ડગલાં માંડ્યા છે. રાજ્યમાં કુપોષણ નાબૂદી Mission POSHAN 2.0 અને બાળકોના શારીરિક તેમજ માનસિક વિકાસ માટે સતત સઘન પ્રયાસો થઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના માર્ગદર્શન અને મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો. મનીષા વકીલ(Dr. Manisha Vakil)ના નેતૃત્વ હેઠળ તાજેતરમાં તા. 9 થી 23 એપ્રિલ,2026 દરમિયાન ઉજવાયેલા 8 મા ‘પોષણ પખવાડિયા’માં ગુજરાતે દેશભરમાં ચોથો ક્રમ મેળવીને ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું છે.
Poshan Pakhwadiyu : પોષણ પખવાડિયાની સિદ્ધિઓ
આ પખવાડિયા દરમિયાન રાજ્યભરમાં કુલ ૭૩.૧૪ લાખથી વધુ પોષણલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. ભારત સરકારના ડેટા મુજબ, રાષ્ટ્રીય સ્તરે થયેલી કુલ પ્રવૃત્તિઓમાં ગુજરાતનું યોગદાન ૧૦.૭૭ ટકા રહ્યું છે. આ અભિયાનમાં વિવિધ સરકારી વિભાગોએ સક્રિય સહભાગીદારી નોંધાવી છે:
મહિલા અને બાળ વિકાસ વિભાગ: 33.19 લાખ પ્રવૃત્તિઓ (46.63 ટકા) સાથે સૌથી મોટો ફાળો.
અન્ય વિભાગો: આરોગ્ય, શિક્ષણ અને પંચાયત જેવા 18 થી વધુ વિભાગોએ સહયોગ આપ્યો.
આ વર્ષની મુખ્ય થીમ "જીવનના પ્રથમ છ વર્ષમાં મગજના વિકાસને મહત્તમ બનાવવો" રાખવામાં આવી હતી. બાળકના મગજનો 85 ટકા વિકાસ 6 વર્ષની ઉંમર સુધીમાં થાય છે. જેને ધ્યાનમાં રાખીને ‘સ્વાસ્થ્ય માટે પોષણ’થી એક ડગલું આગળ વધીને ‘મગજના શ્રેષ્ઠ વિકાસ’ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
Poshan Pakhwadiyu : અભિયાનના પાંચ મુખ્ય સ્તંભ
- સગર્ભા માતાનો આહાર, સ્તનપાન અને યોગ્ય પૂરક આહાર પર ભાર.
- સંવાદ, રમત અને સ્નેહ દ્વારા બાળકના મગજમાં મજબૂત જોડાણો બનાવવા પ્રોત્સાહન.
- આંગણવાડીઓમાં બાળકોને રમતગમત દ્વારા પ્રાથમિક શિક્ષણ આપી શાળાકીય પૂર્વ તૈયારી કરાવવી.
- બાળકોમાં વધતા ‘સ્ક્રીન ટાઈમ’ને ઘટાડી સક્રિય દિનચર્યા માટે વાલીઓમાં જાગૃતિ લાવવી.
- લોકભાગીદારી અને CSR દ્વારા આંગણવાડીઓને આધુનિક અને સુવિધાજનક બનાવવી.
રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં પોષણ પંચાયતો, ક્વિઝ, પોસ્ટર સ્પર્ધા અને સામૂહિક જાગૃતિ કાર્યક્રમો દ્વારા પોષણનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
પોષણ પખવાડિયાની આ ભવ્ય સફળતા ગુજરાતની કુપોષણ મુક્ત બનવાની પ્રતિબદ્ધતા અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટેનું મક્કમ પગલું દર્શાવે છે. વિવિધ વિભાગોના સંકલન અને જન જાગૃતિના પ્રયાસો થકી બાળકોના સર્વાંગી વિકાસનો પાયો વધુ મજબૂત બન્યો છે, જે રાજ્યને એક સ્વસ્થ અને સક્ષમ ભવિષ્ય તરફ દોરી જશે.
આ પણ વાંચો : State Government Employees: 3 રાજ્યોમાં જીતની ભવ્ય ભેટ, ગુજરાત સરકારના કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો!


