Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Pre-monsoon Activity: અંબાલાલ પટેલે કરી વરસાદ અને કાળઝાળ ગરમીની આગાહી, હવામાનનો ડબલ એટેક

Gujarat Weather Update: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) ગુજરાતમાં (Gujarat) આગામી 6 થી 8 મે દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારબાદ 11 થી 20 મે દરમિયાન તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચતા ભીષણ ગરમી પડશે. મે ના અંતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થશે, જે ગરમીથી રાહત અપાવશે.
pre monsoon activity  અંબાલાલ પટેલે કરી વરસાદ અને કાળઝાળ ગરમીની આગાહી  હવામાનનો ડબલ એટેક
Advertisement

Pre-monsoon Activity: અંબાલાલ પટેલે માવઠાને લઈને કરી આગાહી
તારીખ 6 થી 8 દરમિયાન વરસાદની શક્યતા
દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે
સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ હળવો વરસાદ થશે
રાજ્યમાં 11થી 20 મે દરમિયાન આકરી ગરમી પડશે
કેટલાક ભાગોમાં તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે
મે મહિનાના અંતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થશે

Pre-monsoon Activity in Gujarat: ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) રાજ્યમાં હવામાનને લઈને ફરી એકવાર મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, આગામી તારીખ 6 થી 8 મે દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત (South Gujarat) ના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) એટલે કે માવઠું પડવાની પૂરી શક્યતા છે. નવસારી (Navsari) પંથકમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે, જેના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર (Saurashtra) ના દરિયાકાંઠાના અને અન્ય વિસ્તારોમાં પણ હળવો વરસાદ થઈ શકે છે.

Advertisement

11 મે થી શરૂ થશે કાળઝાળ ગરમીનો રાઉન્ડ

વરસાદની આગાહી વચ્ચે અંબાલાલ પટેલે ભીષણ ગરમીને લઈને પણ લોકોને ચેતવ્યા છે. માવઠાની અસર ઓછી થતા જ રાજ્યમાં ગરમીનો પારો આસમાને પહોંચશે. ખાસ કરીને 11 થી 20 મે દરમિયાન સમગ્ર ગુજરાતમાં આકરી ગરમી પડશે. આ સમયગાળા દરમિયાન તાપમાન (Temperature) 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત (North Gujarat) અને મધ્ય ગુજરાત (Central Gujarat) માં લોકોએ અસહ્ય ઉકળાટ અને લૂ નો સામનો કરવો પડશે.

Advertisement

પ્રિ-મોન્સુન એક્ટિવિટી અને તંત્રની સૂચના

મે મહિનાના અંતિમ સપ્તાહમાં રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી (Pre-monsoon Activity) શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે. જોકે, તે પહેલા આવનારા 10 દિવસો ગરમીની દ્રષ્ટિએ ખૂબ જ ભારે રહેવાના છે. હવામાન વિભાગ અને નિષ્ણાતો દ્વારા લોકોને બપોરના સમયે સીધા સૂર્યપ્રકાશમાં ન આવવા અને પુષ્કળ પાણી પીવા જેવી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં ગરમીનો પારો સતત ઊંચો જવાની શક્યતા હોવાથી જનજીવન પ્રભાવિત થઈ શકે છે.

આ પણ વાંચો: 'Burning State' બન્યું ગુજરાત: અંબાલાલ પટેલે આપી ચેતવણી, જાણો ક્યારે મળશે આ અસહ્ય ગરમીમાંથી મુક્તિ!

Tags :
Advertisement

.

×