Gandhinagar : 'સ્વદેશી અપનાવો, ભારતને આત્મનિર્ભર બનાવો' - C.R.Paatil
- Gandhinagar : ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે પૂરતા પ્રયાસ કરી રહી છે
- ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- દેખા-દેખીમાં વિદેશી વસ્તુઓ ના ખરીદો પરંતુ સ્વદેશી વસ્તુઓ ખરીદો: સીઆર પાટીલ
Gandhinagar : ગાંધીનગર જિલ્લાના કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રેસ કોન્ફરન્સ સ્વદેશી અભિયાનના ભાગરૂપે યોજાઈ છે. તેમજ ગાંધીનગર ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી, ભાજપ પ્રમુખ સહિત ભાજપના ધારાસભ્યો તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં સીઆર પાટીલે જણાવ્યું હતું કે, '25મી સપ્ટેમ્બર પંડિત દિનદયાળની જન્મજયંતિથી 25મી ડિસેમ્બર 2025 સુધી પૂર્વ દિવંગત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જન્મજયંતિ સુધી આત્મનિર્ભર ભારત અંતર્ગત સંકલ્પ અભિયાન કાર્યક્રમ ચલાવવાનો છે.'
ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે પૂરતા પ્રયાસ કરી રહી છે
ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે પૂરતા પ્રયાસ કરી રહી છે, કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારે પણ જનતાને આત્મનિર્ભર થવા માટે પ્રેરિત કરી રહી છે. આજે ગાંધીનગરના ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી છે, જેમાં સ્વદેશી અપનાવવા પર ભાર મુક્યો હતો, તેમને જણાવ્યું કે, 90 દિવસ સુધી આત્મનિર્ભર ભારત અભિયાન ચાલશે. દેખા-દેખીમાં વિદેશી વસ્તુઓ ના ખરીદો પરંતુ સ્વદેશી વસ્તુઓ ખરીદો. આ અભિયાનના ઇન્ચાર્જ તરીકે પ્રદિપસિંહ જાડેજાને જવાબદારી સોંપાઇ છે.
Gandhinagar : ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનશે
ગાંધીનગરના કોબા ખાતેના શ્રી કમલમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની પ્રેસ કોન્ફરન્સમાં મહત્વનો મુદ્દો સ્વદેશી અપનાવવાનો હતો. પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જનતાને અપીલ કરી હતી કે, હંમેશા સ્વદેશી અપનાવવું જોઇએ જેથી દેશના વિકાસમાં આપણે મહત્વનો ફાળો આપી શકીએ.
મેક ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયાથી ઈમ્પોર્ટરથી એક્સપોર્ટર બન્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનશે, સ્વદેશીના નારાને બુલંદ બનાવવો જરૂરી છે. મેક ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયાથી ઈમ્પોર્ટરથી એક્સપોર્ટર બન્યા છે. ભારત હવે આયાતકાર નહીં પણ નિર્યાતકાર દેશ બનશે. આત્મનિર્ભર ભારતના નારાને યુવા આગળ વધારશે. સરકાર સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરી રહી છે. આત્મનિર્ભર અભિયાનને જન આંદોલન બનાવાશે. ખાદીનું વેચાણ વધીને 1.70 લાખ કરોડનું થયુ છે. GSTના દરમાં ફેરફારથી દેશવાસીઓને મોટો ફાયદો થશે. મધ્યમ અને લઘુ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવાની સરકારની નીતિ છે.
આ પણ વાંચો: Dehgam Riots: Bahiyal માં જૂથ અથડામણ બાદ હાલ શાંતિનો માહોલ