Reduction in Gas Supply : ગુજરાતના ઉદ્યોગો પર સંકટના વાદળ ! ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50% કાપ મુકાયો
- Reduction in Gas Supply : ગુજરાતમાં ગેસ પુરવઠા અંગે મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
- "ઘરોમાં ગેસની બોટલ પહોંચે તે સરકારની પ્રાથમિકતા"
- "ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50 ટકાનો કાપ મૂકવામાં આવ્યો"
- "ફર્ટિલાઈઝર અને ડેરીમાં 40 ટકા ગેસ કાપ કરાયો"
Reduction in Gas Supply : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ગુજરાતના ગેસ સપ્લાય પર જોવા મળી રહી છે. ગેસના પુરવઠામાં થયેલા ઘટાડાને પગલે રાજ્ય સરકાર હરકતમાં આવી છે. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે ગેસ પુરવઠા (Gas Supply)અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, સરકારની પ્રાથમિકતા સામાન્ય નાગરિકોના ઘરો સુધી ગેસ પહોંચાડવાની છે.
Reduction in Gas Supply : ઉદ્યોગો અને ડેરી સેક્ટરમાં ગેસ કાપ
મંત્રીએ ઋષિકેશભાઈ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, પુરવઠાની ખેંચને પહોંચી વળવા માટે ઇન્ડસ્ટ્રીયલ ગેસ (Industrial Gas)માં 50 ટકાનો મોટો કાપ મૂકવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત, ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા ફર્ટિલાઈઝર અને ડેરી (Fertilizer and Dairy) સેક્ટરમાં પણ 40 ટકા જેટલો ગેસ કાપ લાદવામાં આવ્યો છે. આ પગલાં પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ઘરેલું વપરાશકારોને પડતી મુશ્કેલી નિવારવાનો છે.
Rishikesh Patel Gas Supply Statement: ગુજરાતમાં ગેસ પુરવઠા અંગે મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
"ઘરોમાં ગેસની બોટલ પહોંચે તે સરકારની પ્રાથમિકતા"
"ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50 ટકાનો કાપ મૂકવામાં આવ્યો"
"ફર્ટિલાઈઝર અને ડેરીમાં 40 ટકા ગેસ કાપ કરાયો"
"એક પણ ચૂલો બંધ ન થાય તેની ચિંતા… pic.twitter.com/c9hVcOKpHB— Gujarat First (@GujaratFirst) March 10, 2026
"એક પણ ચૂલો બંધ નહીં થાય"-ઋષિકેશભાઈ પટેલે
ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, અને વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશભાઈ પટેલે જનતાને આશ્વાસન આપતા કહ્યું હતું કે, "રાજ્યનો એક પણ રસોઈનો ચૂલો (Cooking Stove) બંધ ન થાય તેની ચિંતા સરકાર કરી રહી છે." તેમણે ઉમેર્યું કે ઘરોમાં ગેસની બોટલ (Domestic Gas Cylinder) સમયસર પહોંચે તે સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. રાહતની વાત એ છે કે, હાલમાં કોમર્શિયલ સિલિન્ડર (Commercial Cylinder)ના પુરવઠામાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી.
યુદ્ધની અસર અને ભવિષ્યનું આયોજન
મિડલ ઈસ્ટ યુદ્ધ (Middle East War)ને કારણે વૈશ્વિક સ્તરે ગેસ સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેની અસર ગુજરાત સુધી પહોંચી છે. જોકે, સરકાર સતત મોનિટરિંગ કરી રહી છે અને ગેસ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાય નહીં તે માટે વૈકલ્પિક આયોજન કરી રહી છે.


