ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જાણીતા કવયિત્રી અને લેખિકા બીના પટેલના બે કાવ્યસંગ્રહોનું પદ્મશ્રી અને પ્રસિદ્ધ સાહિત્યકાર વિષ્ણુભાઈ પંડ્યાના હસ્તે લોકાર્પણ

તાજેતરમાં યોજાયેલા રાધાષ્ટમીના પવિત્ર દિવસે ગુજરાતના પાટનગર ગાંધીનગરના સર્કિટ હાઉસમાં અમદાવાદ સ્થિત જાણીતા કવયિત્રી અને લેખિકા બીના પટેલના બે કાવ્યસંગ્રહો 'સંવેદનાની સફર'અને 'वो ही पुरानी रंजिशें 'નું લોકાર્પણ પદ્મશ્રી અને પ્રસિદ્ધ સાહિત્યકાર વિષ્ણુભાઈ પંડ્યાના હસ્તે કરવામાં આવ્યું. ઉમંગ, ઉત્સાહથી છલકાતા...
08:42 PM Sep 27, 2023 IST | Hardik Shah
તાજેતરમાં યોજાયેલા રાધાષ્ટમીના પવિત્ર દિવસે ગુજરાતના પાટનગર ગાંધીનગરના સર્કિટ હાઉસમાં અમદાવાદ સ્થિત જાણીતા કવયિત્રી અને લેખિકા બીના પટેલના બે કાવ્યસંગ્રહો 'સંવેદનાની સફર'અને 'वो ही पुरानी रंजिशें 'નું લોકાર્પણ પદ્મશ્રી અને પ્રસિદ્ધ સાહિત્યકાર વિષ્ણુભાઈ પંડ્યાના હસ્તે કરવામાં આવ્યું. ઉમંગ, ઉત્સાહથી છલકાતા...

તાજેતરમાં યોજાયેલા રાધાષ્ટમીના પવિત્ર દિવસે ગુજરાતના પાટનગર ગાંધીનગરના સર્કિટ હાઉસમાં અમદાવાદ સ્થિત જાણીતા કવયિત્રી અને લેખિકા બીના પટેલના બે કાવ્યસંગ્રહો 'સંવેદનાની સફર'અને 'वो ही पुरानी रंजिशें 'નું લોકાર્પણ પદ્મશ્રી અને પ્રસિદ્ધ સાહિત્યકાર વિષ્ણુભાઈ પંડ્યાના હસ્તે કરવામાં આવ્યું. ઉમંગ, ઉત્સાહથી છલકાતા આ કાવ્યોત્સવનો શુભારંભ ર્ડો. વર્ષાબહેન પારેખે સુંદર પ્રાર્થનાને મંત્રગાનથી કર્યો.

આ પ્રસંગે વિષ્ણુભાઈએ જણાવ્યું કે, બીનાબહેનની કવિતાઓ ખુબ જ ગૂઢ અને માર્મિક પણ છે. અર્થસભર કવિતાઓ વાંચીને તેઓને ઘણો આનંદ વ્યક્ત કર્યો ને કહ્યું કે, હજુ પણ આવી કવયિત્રીઓ, લેખિકાઓ ગુજરાતી સાહિત્યમાં રસ લે છે અને એના વારસાને વધુને વધુ સમૃદ્ધ બનાવે છે. બન્ને કાવ્યસંગ્રહોના વિમોચન પ્રસંગે તેઓએ ખાસ પોતાની વાત પર ભાર મુક્યો કે બીનાબહેન પાસેથી હજુ વધુ, નવીન વિચારોથી લખાયેલાં પુસ્તકોની મને આશા છે. તેઓએ બીનાબહેનને આગામી સમયમાં પ્રકાશિત થનારી તેઓની બે નવલકથા માટે આગોતરી શુભકામનાઓ પણ આપી.

અતિથિવિશેષનું પદ શોભાવનાર શ્રી રમેશભાઈ ઠક્કર, કે જેઓ ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ છે અને ખુબ જાણીતા લેખક-કોલમિસ્ટ છે, જેમણે પ્રાસંગિક વક્તવ્ય સાથે બીનાબહેનને શુભેચ્છાઓ આપતા જણાવ્યું કે સારા અને સાચા સાહિત્યપ્રેમીઓને આ પ્રસંગે બોલાવીને આપે આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. હિન્દી કાવ્યસંગ્રહની પ્રશંસા કરતાં શ્રી રમેશ ઠક્કરે જણાવ્યું કે, પ્રસ્તુત કાવ્યો ખુબ ચિંતન, મનન અને મંથન કરીને લખાયા હશે એવું હું ચોક્કસ કહી શકું.

ડૉ. ઉષાબહેન ઉપાધ્યાય કે જેઓ પોતે પણ સુંદર કાવ્યો લખે છે અને હાલ ગુજરાત વિદ્યાપીઠમાં હિન્દી વિભાગના વડા અને પ્રાધ્યાપક છે. તે પ્રતિભાવાન કવયિત્રીએ બન્ને કાવ્યસંગ્રહોમાંથી પોતાની મનપસંદ કેટલીક કવિતાઓનું રસપાન કરાવીને શ્રોતાઓને વિવિધ સંવેદનાઓથી તરબોળ કરી દીધા. બીનાબહેનના અદભુત વિચારો અને નવીન કલ્પના સાથે રચેલા કાવ્યોનું ડૉ.ઉષાબેને ઉંડાણપૂર્વક અર્થ સાથે ચર્ચા પણ કરી.

ગુજરાતી કાવ્યસંગ્રહ 'સંવેદનાની સફર' અને હિન્દી કાવ્યસંગ્રહ 'वो ही पुरानी रंजिशें'બન્ને પુસ્તકમાં કાવ્યો દ્વારા કવયિત્રી બીના પટેલે પોતાના જીવનની અનોખી સર્જનયાત્રાના કેટલાંયે અનુભવોને શબ્દદેહ આપીને કાવ્યો સર્જ્યા છે. સંવેદનાઓથી છલકાતા પોતાના સ્મૃતિદેશને ખંગાળીને લખેલા કાવ્યો સૌ કોઈના દિલને સ્પર્શી ગયા.

અંદાજે 18 જેટલી ફિલ્મોમાં મહાત્મા ગાંધીબાપુનું પાત્ર ભજવીને દુનિયાભરની વાહવાહી મેળવી ચૂકેલા શ્રી દિપક અંતાણીએ વાતાવરણને સ્ત્રીઓ માત્ર લખેતો સારું અને બોલે નહીં... એવી હળવી મજાક કરી ત્યારે શ્રોતાઓમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. તેઓ માત્ર અભિનયકલામાં જ નહીં સાહિત્યમાં પણ રસ લે છે એ વાત જાણી સૌને આનંદ થયો. મૃદુભાષી દિપકભાઈએ બીનાબહેનને તેઓના આગળના જીવન માટે ઘણી શુભકામનાઓ આપી. શ્રીમતી બીનાબહેને મંચસ્થ મહેમાનોનું પ્રસંગોચિત સ્વાગત પુસ્તક દ્વારા કર્યું. કાર્યક્રમના અંતે સૌ મહાનુભાવોને સ્મૃતિચિન્હ અર્પણ કરીને આ પ્રસંગને શ્રીમતી બીના પટેલે યાદગાર બનાવી દીધો.

પુસ્તક વિમોચનના આ અવસરે ઘણાં બધા સાહિત્ય રસિકો જેવા કે કિશોરભાઈ ઝીકાદરા, હિમાંશુભાઈ, જીગ્નેશભાઈ પંચાલ, જૈમિનિભાઈ શાસ્ત્રી, પ્રકાશભાઈ ઉપાધ્યાય, અલ્પેશભાઈ શાહ, કૌશલ પટેલ અને ભૂમિબહેન તેમજ કેટલાંક લેખકો, કવિઓ અને વિવેચકોએ પણ હાજર રહીને કાવ્યોત્સવને માણ્યો. શ્રીમતિ જ્યોતિબહેન અમીન અને શ્રી નિલેશભાઈ ધોળકિયા જેવાં રાજકીય વિવેચકો પરેશભાઈ અને મહેન્દ્રભાઈ જેવા પત્રકારોએ પણ કવયિત્રી અને લેખિકા બીનાબહેનને શુભેચ્છાઓ આપી. નિરમા યુનિવર્સીટીની ગ્રીન ઓડિટ સમિતિના તજજ્ઞ સભ્ય એવા શ્રી મહેશભાઈ પંડ્યા, કેસરી દૈનિકના ગાંધીનગર ખાતેના બ્યુરો ચીફ શ્રી સંજયભાઈ પંડ્યા તેમજ સૂર્યવીરસિંહ ઝાલા અને શ્રીમતી અમીતાબહેન વાધેલા જેવા જાણીતા વકીલોએ પણ હાજર રહીને બીનાબહેનના ઉત્સાહમાં વધારો કર્યો. ખરા અર્થમાં સાહિત્યરસિકોના સાનિધ્યમાં ઉજવાયેલો આ આખો પ્રસંગ કવિતામય બની ગયો હતો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
circuit houseCircuit House in GandhinagarGandhinagarRadhastamiwriter Smt. Bina Patel
Next Article