Gandhinagar: ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને DyCM હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં કરાઈ સમીક્ષા
Gandhinagar: ભારે વરસાદના પગલે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રાજ્યના પ્રભાવિત જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે વહીવટી તંત્રને એલર્ટ રહીને NDRF-SDRF ની મદદ લેવા, અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર કરવા અને પાયાની સુવિધાઓ જાળવી રાખવા કડક સૂચનાઓ આપી છે. નાગરિકોની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાનું તેમણે પુનરોચ્ચાર્યું હતું.
Advertisement
Gandhinagar News: ગુજરાતમાં છેલ્લા 24કલાક દરમિયાન મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવતા અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy rainfall) નોંધાયો છે. આ કુદરતી આપત્તિની સ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવાના હેતુથી રાજ્ય સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગર ખાતે એક ઉચ્ચ સ્તરીય રિવ્યૂ બેઠક યોજી હતી. આ બેઠકમાં વરસાદની વર્તમાન સ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપનની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.

