Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Road Accident : ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લામાં ગમખ્વાર અકસ્માત

લિંબડિયા કેનાલ પાસે ચાલકે બેદરકારી પૂર્વક કાર હંકારી એક્ટિવાસવારને અડફેટે લીધા હતા.
road accident   ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લામાં ગમખ્વાર અકસ્માત
Advertisement
  1. ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લામાંથી ગોઝારા અકસ્માતની બે ઘટના બની (Road Accident)
  2. ગાંધીનગરનાં લિંબડિયા કેનાલ પાસે કારચાલકે એક્ટિવાસવારને અડફેટે લીધા
  3. અકસ્માતમાં એક્ટિવાસવાર બંનેનાં મોત, કારચાલક ઇજાગ્રસ્ત થયો
  4. સાબરકાંઠામાં વડાલી નજીક જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત, 2 નાં મોત, 12 ઘાયલ

Road Accident : ગાંધીનગર (Gandhinagar) અને સાબરકાંઠા જિલ્લામાંથી ગોઝારા અકસ્માતની બે ઘટના સામે આવી છે. ગાંધીનગરનાં લિંબડિયા કેનાલ પાસે ચાલકે બેદરકારી પૂર્વક કાર હંકારી એક્ટિવાસવારને અડફેટે લીધા હતા. આ ઘટનામાં કારચાલક ઇજાગ્રસ્ત થયો છે, જ્યારે એક્ટિવા સવાર બે લોકોનાં ઘટના સ્થળ પર મોત નીપજ્યા છે. જ્યારે સાબરકાંઠામાં (Sabarkantha) વડાલી નજીક જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે બે લોકોનાં મોતનાં પ્રાથમિક અહેવાલ છે.

આ પણ વાંચો - Rajkot : તમારા છોકરાના અભ્યાસની જવાબદારી લઈશું : BJP નેતા સોનલબેન વસાણી

Advertisement

Advertisement

લિંબડિયા કેનાલ પાસે કારચાલકે એક્ટિવાસવારને અડફેટે લીધા

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ગાંધીનગર જિલ્લાનાં લિંબડિયા કેનાલ નજીક પૂરઝડપે આવતા XUV કારચાલકે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા હિમતનગરથી પરત અમદાવાદ ફરી રહેલા એક્ટિવાસવાર કિશોરભાઈ નાનજીભાઈ ધાધલિયા અને ઉમેશ સોમજી મિનાને જોરદાર ટક્કર મારી હતી. આથી, બંને હવામાં ફંગોળાઈને નીચે પટકાયા હતા. બંનેને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે, કારચાલક ઇજાગ્રસ્ત થતાં તેને ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો છે. આ મામલે ડભોડા પોલીસે (Dabhoda Police) કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Rajkot : જલારામ બાપા અંગે વિવાદિત ટિપ્પ્ણી મામલે જેતપુરમાં લોહાણા સમાજમાં ભારે આક્રોશ

વડાલી નજીક જીપ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત

અન્ય એક અકસ્માતની ઘટના સાબરકાંઠામાંથી (Sabarkantha) સામે આવી છે. માહિતી અનુસાર, વડાલી નજીક જીપ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં જીપમાં સવાર 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે અકસ્માતમાં 2 લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે. ઇજાગ્રસ્તોને સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ખસેડવામાં આવ્યા છે. આ મામલે સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Bharuch : વાલીયાની સોસાયટીનાં મકાનમાંથી શિક્ષક દંપતીનાં મૃતદેહ મળતા ચકચાર!

Tags :
Advertisement

.

×