Sabarkantha : પુરવઠા વિભાગ-પોલીસની સંયુક્ત કાર્યવાહી, ફેક્ટરીમાંથી શંકાસ્પદ પેટ્રોલિયમ પેદાશોનો જથ્થો ઝડપ્યો
- ગઢોડાની સીમમાંથી શંકાસ્પદ પેટ્રોલિયમ પેદાશો પકડાઇ (Sabarkantha)
- પુરવઠા અને પોલીસ દ્વારા દરોડાની સંયુક્ત કાર્યવાહી કરાઈ
- અંદાજે 40 હજાર લીટર શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો
- ભેળસેળ અંગે તપાસ કરવા નમૂના એફએસએલમાં મોકલાયા
Sabarkantha : હિંમતનગરનાં (Himmatnagar) સાબરડેરી નજીક ગઢોડાની સીમમાં આવેલ એક ફેક્ટરીમાં ગુરૂવારે પુરવઠા વિભાગ અને પોલીસ તંત્રે સંયુક્ત રીતે પેટ્રોલિયમ પેદાશો ખરીદતી ફેક્ટરીમાં દરોડો પાડીને તપાસ કર્યા બાદ અધિકારીઓએ શંકાસ્પદ ગણાતી અંદાજે 40 હજાર લીટર પેટ્રોલિયમ પેદાશોનો જથ્થો સીઝ કર્યો હતો. પેટ્રોલિયમ પેદાશોમાં કેટલી અને કેવા પ્રકારની ભેળસેળ કરાઇ હશે ? તેની તપાસ માટે અધિકારીઓએ નમૂના લઇને પૃથ્થકરણ માટે ગાંધીનગર સ્થિત FSL લેબોરેટરીમાં મોકલી આપ્યા છે, જેનો અહેવાલ આવ્યા બાદ જરૂરી કાર્યવાહી કરાશે.
આ પણ વાંચો - Ahmedabad : Digital Arrest કેસમાં 4 આરોપીની ધરપકડ, પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા!
ગઢોડાની સીમમાંથી શંકાસ્પદ પેટ્રોલિયમ પેદાશો પકડાઇ
આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી મૌલિક ડાંગીનાં જણાવ્યા મુજબ, હિંમતનગરનાં ગઢોડાની સીમમાં આવેલ સર્વે નંબર 128 નાં બ્લોક નંબર 246 માં ચાલતી દેવલ ટ્રેડર્સનાં સંચાલકો પેટ્રોલિયમ પેદાશો (Petroleum Products) ખરીદીને તેમાં અન્ય કેટલાક ઇધંણ માટે વપરાતા કેમિકલોનું મિશ્રણ કરીને તેનું વેચાણ સાબરકાંઠા સહિત રાજયનાં અન્ય સ્થળે કરી રહ્યા હોવાની માહિતી મળી હતી, જે આધારે સાબરકાંઠા જિલ્લા (Sabarkantha) પુરવઠા તંત્ર અને પોલીસનાં સંલગ્ન વિભાગ દ્વારા ગુરૂવારે દેવલ ટ્રેડર્સની તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો - Rajkot : ઈન્દિરા સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, CCTV ફૂટેજ જોઈ જીવ અધ્ધર થઈ જશે!
અંદાજે 40 હજાર લીટર શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો
તપાસ દરમિયાન દરોડાની કાર્યવાહી કરી રહેલા અધિકારીઓએ ખરીદ-વેચાણ તથા GST અને સીએસટીની તપાસ કરી હતી, જેમાં ખરીદીનાં તથા અન્ય ચીજ-વસ્તુઓનાં બિલ હાથ લાગ્યા હતા. ત્યાર બાદ ફેકટરીમાંથી ઇધંણ માટે વપરાતા કેટલાક કેમિકલનો જથ્થો પણ મળી આવ્યો હતો. ત્યારબાદ પુરવઠા વિભાગે અંદાજે 40 હજાર લીટર પ્રવાહી શંકાસ્પદ કેમિકલનો જથ્થો સીઝ કરી દીધો હતો અને નમૂના લેવાયા બાદ તેનું પૃથ્થકરણ કરવા માટે ગાંધીનગર (Gandhinagar) સ્થિત એફએસએલ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ મામલે FSL ના રિપોર્ટ આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે.
અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો - Junagadh : 'Mahakumbh' સ્પેશિયલ ટ્રેનને આખરે મળ્યું જુનાગઢનું સ્ટોપેજ