Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Sakhi Mandal : નારી શક્તિનો શંખનાદ : બહેનોને ફળ્યો સરસ મેળો, ₹39 કરોડનું જંગી વેચાણ!

ગુજરાત સરકાર અને GLPC દ્વારા આયોજિત 'સરસ મેળા' થકી સખી મંડળ અને સ્વ-સહાય જૂથની બહેનોએ છેલ્લા 5 વર્ષમાં ₹39 કરોડનું વેચાણ કરી આત્મનિર્ભરતાની નવી મિસાલ કાયમ કરી છે. વાઇબ્રન્ટ નવરાત્રિ મેળા અને મહિલા સશક્તિકરણની વિશેષતાઓ વિશે વધુ જાણો.
sakhi mandal   નારી શક્તિનો શંખનાદ   બહેનોને ફળ્યો સરસ મેળો  ₹39 કરોડનું જંગી વેચાણ
Advertisement
Sakhi Mandal : ગુજરાત સરકાર અને GLPC દ્વારા આયોજિત 'સરસ મેળા' થકી સખી મંડળ અને સ્વ-સહાય જૂથની બહેનોએ છેલ્લા 5 વર્ષમાં ₹39 કરોડનું વેચાણ કરી આત્મનિર્ભરતાની નવી મિસાલ કાયમ કરી છે. વાઇબ્રન્ટ નવરાત્રિ મેળા અને મહિલા સશક્તિકરણની વિશેષતાઓ વિશે વધુ જાણો.
 
Sakhi Mandal : મહિલા સશક્તિકરણ હવે માત્ર એક વિચાર નથી રહ્યો, પરંતુ ગુજરાતની સખી મંડળની બહેનો માટે તે એક જીવંત વાસ્તવિકતા બની ચૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના 'આત્મનિર્ભર ભારત' (Aatmanirbhar Bharat)
ના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાતની મહિલાઓ અગ્રેસર ભૂમિકા ભજવી રહી છે. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા આયોજિત 'સરસ મેળા' આ બહેનો માટે એક આર્થિક સંજીવની સાબિત થયા છે, જેણે તેમના હુન્નરને માત્ર પ્લેટફોર્મ જ નથી આપ્યું, પરંતુ તેમને સીધા બજાર સાથે જોડીને આર્થિક રીતે સદ્ધર પણ બનાવી છે.

Sakhi Mandal : પાંચ વર્ષની શાનદાર સફર: આંકડાઓ થકી બોલતી સફળતા

છેલ્લા પાંચ વર્ષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના નેતૃત્વ હેઠળ રાજ્યભરમાં કુલ 236 સરસ મેળાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાઓમાં 8,500થી વધુ સ્વ-સહાય જૂથો (SHGs) ઉત્સાહભેર જોડાયા છે. આંકડાઓ જ આ પહેલની ભવ્યતાની સાક્ષી પૂરે છે — આ સમયગાળા દરમિયાન બહેનોએ ₹39.06 કરોડથી વધુનું જંગી વેચાણ નોંધાવ્યું છે. આ મેળા ગ્રાહકો અને ઉત્પાદકો વચ્ચેનો સીધો સેતુ બની ગયા છે, જેણે વચેટિયાઓને દૂર કરી બહેનોનો નફો વધાર્યો છે.

Sakhi Mandal : સફળતાનું જીવંત ઉદાહરણ: જામનગરનાં પુરીબેન રબારી

આ સરસ મેળાએ અનેક બહેનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આણ્યું છે, જેનું ઉત્તમ ઉદાહરણ જામનગરના સોમનાથ સખી મંડળનાં પુરીબેન રબારી છે. 'હાલારી હેન્ડીક્રાફ્ટ' બ્રાન્ડ હેઠળ પરંપરાગત ભરતકામ, મિરર વર્ક અને પેચવર્કનું વેચાણ કરતાં પુરીબેન આજે એક સફળ ઉદ્યોગસાહસિક બની ગયાં છે.
તેઓ ગર્વભેર જણાવે છે કે, “આવડત તો હતી જ, પણ તેને બજાર સરસ મેળાએ અપાવ્યું. આજે એક જ મેળામાં મારું ₹1 લાખથી વધુનું વેચાણ થાય છે. ગયા વર્ષે મારું કુલ ટર્નઓવર ₹4.5 થી 5 લાખ હતું, જે આ વર્ષે અત્યાર સુધીમાં જ સિદ્ધ થઈ ગયું છે.” વિશેષ નોંધનીય બાબત એ છે કે સરકારની માર્કેટિંગ સહાયથી પુરીબેન હવે ઈ-કોમર્સ અને વોટ્સએપના માધ્યમથી ઓનલાઇન ઓર્ડર પણ મેળવી રહ્યાં છે.

તહેવારોમાં ખીલી ઉઠ્યો 'વોકલ ફોર લોકલ'નો રંગ

ગુજરાતના લોકો પણ આ બહેનોના ઉત્પાદનોને ઉમળકાભેર વધાવી રહ્યા છે. તાજેતરમાં શ્રાવણ ઉત્સવ દરમિયાન યોજાયેલા 7 સરસ મેળાઓમાં 10 લાખથી વધુ મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા, જેમાં 187 સ્ટોલ્સ પરથી બહેનોએ માત્ર ગણતરીના દિવસોમાં ₹1.40 કરોડનું વિક્રમજનક વેચાણ કર્યું હતું.
નવરાત્રિની ઝળહળતી તૈયારીઓ અને 'સ્ત્રી શક્તિ – સખી શક્તિ'
આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ઉત્સાહના આ માહોલને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે:
  • પ્રિ-નવરાત્રિ મેળાઓ: રાજ્યના 7 જિલ્લાઓમાં 10 ઓક્ટોબર સુધી પ્રિ-નવરાત્રિ મેળાઓ ચાલી રહ્યા છે, જેમાં 250થી વધુ સ્વ-સહાય જૂથો જોડાયા છે. નવી બહેનોને પ્રોત્સાહિત કરવા માટે ખાસ 'પ્રેરણા પ્રવાસ'નું પણ આયોજન કરાયું છે.
  • વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ (અમદાવાદ):આ વર્ષે GMDC ગ્રાઉન્ડ ખાતે 'સ્ત્રી શક્તિ – સખી શક્તિ'ની થીમ પર એક ભવ્ય મેળાનું આયોજન થશે. અહીં 50 થી 60 સ્ટોલ્સમાં બહેનો હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, હર્બલ પ્રોડક્ટ્સ અને ડેકોરેટિવ આઈટમ્સનું વેચાણ કરશે.
સરકારનો સંપૂર્ણ સાથ-સહકાર
બહેનોના આ આર્થિક ઉત્કર્ષ પાછળ ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિ. (GLPC)નો મજબૂત ટેકો છે. સખી મંડળની બહેનોને મેળામાં નિઃશુલ્ક સ્ટોલ, રહેવા-જમવાની સગવડ અને આવવા-જવા માટેનું ભાડું પણ પૂરું પાડવામાં આવે છે. આ તમામ પ્રયાસો દર્શાવે છે કે જ્યારે મહિલાઓની આવડતને યોગ્ય મંચ અને સરકારી પીઠબળ મળે છે, ત્યારે તેઓ માત્ર પોતાના પરિવાર જ નહીં, પરંતુ રાજ્ય અને દેશના અર્થતંત્રને પણ એક નવી ઊંચાઈ પર લઈ જવા સક્ષમ બને છે. સરસ મેળો આજે સાચા અર્થમાં ગુજરાતની મહિલાઓના આત્મવિશ્વાસ અને સ્વાવલંબનનું 'સરસ' સરનામું બની ગયો છે.
Tags :
Advertisement

.

×