Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Samant Gadhvi Resignation news: AAP છોડ્યા બાદ Samant Gadhvi ભાજપમાં જોડાશે? જાણો અંદરની વાત

Samant Gadhvi Resignation news: ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP Gujarat) માટે મુશ્કેલીઓનો દોર યથાવત હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં જ પક્ષના એક જાણીતા ચહેરા અને સક્રિય નેતા સામંત ગઢવી (Samant Gadhvi) એ આમ આદમી પાર્ટીમાં (AAP)થી રાજીનામું આપીને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. આ સાથે જ પક્ષની આંતરિક સ્થિતિ અને નેતૃત્વ અંગે પણ અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.
samant gadhvi resignation news  aap છોડ્યા બાદ samant gadhvi ભાજપમાં જોડાશે  જાણો અંદરની વાત
Advertisement
  • આમ આદમી પાર્ટી (AAP) ને વધુ એક ઝટકો
  • AAP નેતા સામંત ગઢવી (Samant Gadhvi) એ આપ્યું રાજીનામું
  • સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આપ્યું રાજીનામું
  • પાર્ટીના સભ્યપદ અને હોદ્દા પરથી આપ્યું રાજીનામું

Samant Gadhvi Resignation news: ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP Gujarat) માટે મુશ્કેલીઓનો દોર યથાવત હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં જ પક્ષના એક જાણીતા ચહેરા અને સક્રિય નેતા સામંત ગઢવી (Samant Gadhvi) એ આમ આદમી પાર્ટીમાં (AAP)થી રાજીનામું આપીને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. આ સાથે જ પક્ષની આંતરિક સ્થિતિ અને નેતૃત્વ અંગે પણ અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.

Samant Gadhvi એ આપ્યું રાજીનામું

સામંત ગઢવીએ પોતાની સત્તાવાર સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પક્ષ છોડવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેમણે તારીખ 23-05-2026 ના રોજથી આમ આદમી પાર્ટી સાથેની પોતાની સફર પૂર્ણ કરી હોવાનું સ્પષ્ટ કર્યું છે. આ પોસ્ટમાં તેમણે પક્ષના સભ્યપદ, તમામ હોદ્દાઓ અને મળેલી જવાબદારીઓમાંથી મુક્ત થવાની જાહેરાત કરી છે.

Advertisement

સાથીદારોનો માન્યો આભાર

પોતાના રાજીનામાની જાહેરાત સાથે તેમણે એક ભાવુક સંદેશ પણ આપ્યો છે. તેમણે લખ્યું છે કે, પક્ષમાં રહેલા તમામ સાથીઓએ જે સાથ અને સહકાર આપ્યો છે, તે બદલ તેઓ તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. આ ઉપરાંત, કાર્યકાળ દરમિયાન જાણીતા કે અજાણતા કોઈ ભૂલ થઈ હોય તો તે બદલ તેમણે સૌની ક્ષમા પણ માંગી છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે પક્ષ છોડ્યા બાદ પણ વ્યક્તિગત સંબંધો અને મિત્રતા હંમેશા ગૌરવભેર જળવાઈ રહેશે.

Advertisement

સામાજિક ક્ષેત્રે 'ક્રાંતિ' લાવવાનો સંકલ્પ

રાજકીય પક્ષ છોડ્યા બાદ સામંત ગઢવીએ પોતાની ભવિષ્યની દિશા વિશે પણ સંકેત આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધી રાજકીય ક્ષેત્રમાં જે સમય ફાળવવામાં આવતો હતો, તે હવે બચશે. આ સમયનો ઉપયોગ તેઓ ઈશ્વરની કૃપા અને પોતાની શક્તિ મુજબ સામાજિક ક્ષેત્રમાં "ક્રાંતિ લાવવા" માટે કરશે અને જરૂરિયાત મુજબ સમાજને યોગદાન આપશે.

શું હવે સામંત ગઢવી ભાજપમાં જોડાશે?

આમ આદમી પાર્ટીના નેતા દ્વારા રાજીનામું આપવાની આ ઘટના બાદ આગામી સમયમાં પક્ષ પર શું અસર પડશે અને સામંત ગઢવીનું આગામી સામાજિક કે રાજકીય પગલું શું હશે, તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો:  Gujarat News Today: આજે 24 મે 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×