ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sandhwaya Gaushala : ફૂડ પોઈઝનિંગની દિશામાં તપાસ, બાકીની ગાયોને બચાવવા 'રાઉન્ડ ધ ક્લોક' સારવાર

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામમાં આવેલી શ્રી રામગર બાપુ ગૌશાળામાં ગાયોના મૃત્યુની બનેલી દુઃખદ ઘટનાને ધ્યાને લઈને રાજ્યના પશુપાલન મંત્રી  જીતુભાઈ વાઘાણીએ આ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે અને તાત્કાલિક અસરથી પરિસ્થિતિની દેખરેખ રાખીને ત્વરિત પગલાં લેવા માટે પશુપાલન વિભાગના અધિકારીઓને આદેશો આપ્યા છે.
05:36 PM Dec 13, 2025 IST | Kanu Jani
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામમાં આવેલી શ્રી રામગર બાપુ ગૌશાળામાં ગાયોના મૃત્યુની બનેલી દુઃખદ ઘટનાને ધ્યાને લઈને રાજ્યના પશુપાલન મંત્રી  જીતુભાઈ વાઘાણીએ આ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે અને તાત્કાલિક અસરથી પરિસ્થિતિની દેખરેખ રાખીને ત્વરિત પગલાં લેવા માટે પશુપાલન વિભાગના અધિકારીઓને આદેશો આપ્યા છે.

Sandhwaya Gaushala : રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામમાં આવેલી શ્રી રામગર બાપુ ગૌશાળામાં ગાયોના મૃત્યુની બનેલી દુઃખદ ઘટનાને ધ્યાને લઈને રાજ્યના પશુપાલન મંત્રી  જીતુભાઈ વાઘાણી(Jitubhai Vaghani)એ આ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે અને તાત્કાલિક અસરથી પરિસ્થિતિની દેખરેખ રાખીને ત્વરિત પગલાં લેવા માટે પશુપાલન વિભાગના અધિકારીઓને આદેશો આપ્યા છે.

Sandhwaya Gaushala : ઉચ્ચ-સ્તરીય ટીમ ઘટનાસ્થળે રવાના

મંત્રી શ્રી વાઘાણીની સૂચનાના આધારે ગાંધીનગર ખાતેથી પશુપાલન વિભાગની એક ઉચ્ચ-સ્તરીય ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે જવા રવાના થઈ છે, જે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવશે.

Sandhwaya Gaushala:  ૧૬ નિષ્ણાતોની ટીમ દ્વારા રાઉન્ડ ધ ક્લોક સારવાર

ગઈકાલ તા. ૧૨ ડિસેમ્બરના રોજ ગૌશાળામાં કેટલીક ગાયોના અગમ્ય કારણોસર મૃત્યુ થયા હતા. આ ઘટનાની જાણ થતાં કોટડાસાંગાણી પશુચિકિત્સા અધિકારી અને પશુધન નિરિક્ષકની ટીમ દ્વારા તાત્કાલિક ગૌશાળાની મુલાકાત લેવામાં આવી હતી.

મંત્રીશ્રીના આદેશ બાદ રાજકોટ જિલ્લાના ૫ પશુચિકિત્સા અધિકારીઓ, ૭ પશુધન નિરિક્ષકો, પશુરોગ અન્વેષણ અધિકારી અને નાયબ પશુપાલન નિયામકો સહિત કુલ ૧૬ નિષ્ણાત પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા ગૌશાળાની બાકીની ગાયોને સુરક્ષિત રાખવા નિવારાત્મક પગલાં અને અસરગ્રસ્ત ગાયોની સઘન સારવાર રાઉન્ડ ધ ક્લોક શરૂ કરવામાં આવી છે.

સારવારમાં મદદ અને વિશેષ ટિપ્પણી માટે જૂનાગઢ વેટરનરી કોલેજના પાંચ વિષય તજજ્ઞ અને તેમની ટીમ પણ હાલ ગૌશાળા ખાતે કાર્યરત છે.

ફૂડ પોઈઝનિંગનું પ્રાથમિક અનુમાન; સેમ્પલ FSL ને મોકલાયા

પશુ મૃત્યુના સાચા કારણની પુષ્ટિ કરવા માટે કુલ પાંચ મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ એક્ઝામિનેશન કરીને સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો : Rajkot: કોટડાસાંગાણીના સાંઢવાયામાં 70થી વધુ ગાયોના મોત મામલે ઉઠ્યા સવાલ

Next Article