Sardar Patel@150 :ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરે ભવ્ય 'રાષ્ટ્રીય પદયાત્રા'
- Sardar Patel@150 :ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરે ૧૧ દિવસની ભવ્ય 'રાષ્ટ્રીય પદયાત્રા'નું આયોજન
- રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા સુધી યોજાશે પદયાત્રા
Sardar Patel@150 : ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની બે વર્ષ સુધી ધામધૂમથી ઉજવણી કરવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)ના નિર્ણયના ભાગરૂપે, ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરે એક ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સરદાર સાહેબના રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના મજબૂત સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો છે.
નાયબ મુખ્યમંત્રી અને પ્રવક્તા મંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghavi)એ આ સંદર્ભે વિગતો આપતા જણાવ્યું કે:
યાત્રાનો માર્ગ: સરદાર સાહેબના જન્મસ્થળ કરમસદથી શરૂ થઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા સુધી આ રાષ્ટ્રીય પદયાત્રા યોજાશે.
Advertisementસમયગાળો: આ ૧૧ દિવસની પદયાત્રા ૨૬મી નવેમ્બરથી ૫મી ડિસેમ્બર, ૨૦૨૫ સુધી ચાલશે.
મુખ્ય ઉદ્દેશ્ય: આ યાત્રા દેશને એક તાંતણે બાંધવાની અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવા માટેની પ્રેરણા પૂરી પાડશે.
સંઘવીએ વધુમાં ઉમેર્યું કે, આ ઐતિહાસિક યાત્રામાં દેશના વિવિધ રાજ્યો અને મોટાભાગના તમામ જિલ્લાઓમાંથી યુવાનો જોડાશે. યાત્રાના પ્રત્યેક દિવસે અંદાજે ૧૦,૦૦૦ થી ૧૫,૦૦૦ લોકો જોડાવાની અપેક્ષા છે, જે સરદાર સાહેબના જીવનના આદર્શો અને સત્કાર્યોથી પ્રેરણા મેળવશે.
Sardar Patel@150 : મુખ્ય આકર્ષણ: 'સરદાર ગાથા'
૧૧ દિવસની પદયાત્રા દરમિયાન સરદાર સાહેબના જીવનથી જોડાયેલા વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડવા માટે પ્રત્યેક દિવસે એક વિશેષ 'સરદાર ગાથા'નું આયોજન કરવામાં આવશે, જે યુવાનોને તેમના બલિદાન અને રાષ્ટ્ર નિર્માણના કાર્યથી પરિચિત કરાવશે.
ગુજરાત સરકાર દ્વારા આ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો : Bhavnagar : કમોસમી વરસાદ-માવઠાએ ડુંગળીના ખેડૂતોને પાયમાલ કર્યા


