Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Somnath swabhiman parv: સોમનાથને દુલ્હનની જેમ સજાવાયું, પ્રવાસીઓ થયા ભાવવિભોર

somnath swabhiman parv  સોમનાથને દુલ્હનની જેમ સજાવાયું  પ્રવાસીઓ થયા ભાવવિભોર
Advertisement
  • અસારવામાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી
  • ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ શિવ ધૂનની શરૂઆત કરાવી
  • ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં હાજર રહ્યા

Somnath swabhiman parv: હિન્દુ આસ્થાના અતૂટ કેન્દ્ર ગણાતા સોમનાથ મંદિર (Somnath Temple) પર મહેમૂદ ગઝનવીએ કરેલા આક્રમણને 1000 વર્ષ પૂર્ણ અને પુનઃ નિર્માણના 75 વર્ષ થાય છે. આ ઐતિહાસિક ઘટનાને યાદગાર બનાવવા માટે રાજ્યભરના શિવ મંદિરોમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. 8થી 11 જાન્યુઆરી દરમિયાન અનેક ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આજથી સોમનાથ સ્વાભિમાન પર્વનો શુભારંભ થયો છે. જે અંતર્ગત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

ગીર સોમનાથમાં સોમનાથ શૌર્યગાથા કાર્યક્રમની ભવ્ય તૈયારીઓ

January 8, 2026 12:58 pm

Advertisement

ગીર સોમનાથમાં સોમનાથ શૌર્યગાથા કાર્યક્રમની ભવ્ય તૈયારીઓ શરુ થઈ ગઈ છે.સોમનાથને દુલ્હન જેમ રંગબેરંગી લાઇટોથી સજાવાયું છે. જેથી પ્રધાનમંત્રીના આગમન પહેલાં સોમનાથનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યોછે. મુખ્ય રસ્તાઓ અને દીવાલો પર લાઇટિંગ-પેઇન્ટિંગથી રોનક છવાઈ છે. ઋષિકુમારો દ્વારા ઓમકાર નામ જાપથી ઉજવણીનો પ્રારંભ થયો છે. 5 હજાર ઋષિકુમારો ત્રણ દિવસ ઓમકાર જાપ કરશે ત્યારે વડોદરા પાઠશાળાના ઋષિકુમારો સોમનાથ પહોંચ્યા છે. જૂનાગઢ-રાજકોટની મહિલા મંડળીઓએ શિવધૂન શરૂ કરી છે. ગુજરાતભરમાંથી લોકો સોમનાથ ઉમટી રહ્યા છે ત્યારે પ્રવાસીઓ સોમનાથની ભવ્યતા જોઈ ભાવવિભોર થયા છે.

PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ હર્ષભાઈનું નિવેદન

January 8, 2026 11:30 am

PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ હર્ષભાઈનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, 10મી તારીખે PM મોદી સોમનાથ આવી રહ્યા છે.PM મોદી સોમનાથ દાદાની પૂજા અર્ચના કરશે,PM મોદી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે.વડાપ્રધાન સૂર્ય યાત્રામાં પણ જોડાવાના છે. આ સૂર્યયાત્રામાં 108 અશ્વો સામેલ થવાના છે તેમજ તેમાં 1000થી વધુ ઋષિઓ, 5000થી વધુ મહિલાઓ જોડાશે આ સાથે 50 હજારથી વધુ નગરજનો સૂર્યયાત્રામાં જોડાશે આ સોમનાથ સ્વાભિમાન યાત્રા એ ઐતિહાસિક બનશે તેમ હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું.

સોમનાથ સ્વાભિમાન પર્વ પર હર્ષભાઈ સંઘવીનું નિવેદન

January 8, 2026 11:30 am

સોમનાથ સ્વાભિમાન પર્વની આજથી ઉજવણી શરુ થઈ છે ત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વ પર હર્ષભાઈ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહયું કે, ગજની સોમનાથની ઈમારત તોડી શકે, આસ્થાને નહીં,સોમનાથ દાદાના અખંડ ઓમકાર જાપ શરૂ થયા છે. 72 કલાકના જાપમાં દેશભરમાંથી ભક્તો જોડાઈ રહ્યા છે,લોકો ટ્રેન, બસોના માધ્યમથી સોમનાથ આવી રહ્યા છે ત્યારે સામાજિક સંસ્થાઓ દ્વારા ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટથી સોમનાથ જવા માટે ચાર દિવસ માટે આજથી ટ્રેન શરૂ કરવામાં આવી

January 8, 2026 11:26 am

સોમનાથ મંદિરના જીર્ણોધ્ધારને 75 વર્ષ થયાં છે સાથે સોમનાથ મંદિર પર જે હુમલો થયો એને 1000 વર્ષ થયાં જેની રક્ષા કાજે ઘણા વિરોએ બલિદાન આપ્યા છે અને ભારતીય સસ્ફુતી નો ભવ્ય વારસો ટકાવી રાખવાની જહેમત ઉઠાવી હતી. ત્યારે આ ઐતિહાસિક ઘટનાને યાદગાર બનાવવા માટે સોમનાથ મંદિર ખાતે સ્વાભિમાન પર્વ ઉજવણીનું આયોજન કરવામા આવ્યું છે.જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે ત્યારે રાજકોટથી સોમનાથ જવા માટે ચાર દિવસ માટે આજથી ટ્રેન શરૂ કરવામાં આવી છે.રાજકોટમાંથી આજે પ્રથમ ટ્રેન રવાના કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ 11 તારીખે સોમનાથ ખાતે પોહચી મહાદેવ સામે શીશ ઝુકાવી તેમના દર્શનો લાભ મેળવશે.

ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ નીલકંઠ મહાદેવ મંદિરે શિવ ધૂનની શરૂઆત કરાવી

January 8, 2026 11:21 am

અસારવામાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરે 72 કલાકની અવિરત શિવ ધૂનની શરૂઆત કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ તેની શરૂઆત કરાવી છે. આ દરમિયાન સાંસદ દિનેશ મકવાણા રાજ્ય કેબિનેટ મંત્રી દર્શના વાઘેલા અને મેયર પ્રતિભા જૈન ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન મોદીએ સોમનાથ યાત્રાના ફોટો કર્યા શેર

January 8, 2026 11:21 am

આજથી સોમનાથ સ્વાભિમાન પર્વનો શુભારંભ થયો છે. જેમાં વડાપ્રધાન મોદીએ સોમનાથ યાત્રાના ફોટો શેર કર્યો છે. તેમજ વડાપ્રધાને જણાવ્યું છે કે ભારત માતાના સપૂતોનું સ્મરણ કરવાનો પર્વ છે. સોમનાથ મંદિરે અનેક આક્રમણ ઝીલ્યા હતા. આક્રાંતા શાશ્વત આસ્થાને ડગાવી શક્યા નહીં. આ અવસર રાષ્ટ્રની એકતા માટે પ્રેરણા આપે છે. જેમાં 2001માં યોજાયેલા કાર્યક્રમની ઝલક પણ શેર કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું નિવેદન

January 8, 2026 11:11 am

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, એક હજાર વર્ષ પૂર્વે સોમનાથ પર આક્રમણ થયા છે. અને આપણી આસ્થા નું પ્રતિક સમા સોમનાથ દાદાનું મંદીર ઉભું છે આની ઉજવણી સાથે મળી કરી છે. વધુમાં તેમણે કહ્યું કે, વિકાસ ની સાથે આપણા વિરાસત ને સાથે રાખી પીએમ મોદી આગળ વધ્યા છે આપણી સંસ્કૃતિમાં જોડાવાનો અવસર મળ્યો છે આ સાથે તેમણે લોકોને આહ્વાન કરતા કહ્યું કે, દરેક લોકો સાથે જોડાય આપડા ગૌરવ ને ઉજાગર કરીએ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા-અર્ચના કરી

January 8, 2026 11:03 am

ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં હાજર રહ્યા હતા. ગાંધીનગર સ્થિત પૌરાણિક ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન 72 કલાકના ધૂન- કીર્તનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

રાજ્યના મોટાભાગના શિવાલયોમાં ભાજપ શિવ ધૂન કરાવશે

January 8, 2026 11:03 am

સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે રાજ્યના મોટાભાગના શિવાલયોમાં ભાજપ શિવ ધૂન કરાવશે. આ ધૂનસતત 72 કલાક ચાલશે. તેમજ આ પર્વ નિનિત્તે રાજ્યના 243 શિવાલયોમાં 72 કલાક અખંડ શિવ ધૂન અને રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 1000 થી વધુ શિવાલયોમાં એક દિવસીય આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે.

This Live Blog has Ended
Advertisement

.

×