Somnath Swabhiman Parv: ગજની સોમનાથની ઈમારત તોડી શકે, આસ્થાને નહીં: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી
- Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વની આજથી ઉજવણી થઇ
- 72 કલાકના જાપમાં દેશભરમાંથી ભક્તો જોડાઈ રહ્યા છે
- લોકો ટ્રેન, બસોના માધ્યમથી સોમનાથ આવી રહ્યા છે
Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વની આજથી ઉજવણી થઇ છે. ત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વ પર હર્ષભાઈ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું છે કે ગજની સોમનાથની ઈમારત તોડી શકે, આસ્થાને નહીં. સોમનાથ દાદાના અખંડ ઓમકાર જાપ શરૂ થયા છે. 72 કલાકના જાપમાં દેશભરમાંથી ભક્તો જોડાઈ રહ્યા છે. લોકો ટ્રેન, બસોના માધ્યમથી સોમનાથ આવી રહ્યા છે. સામાજિક સંસ્થાઓ દ્વારા ભંડારાનું પણ આયોજન છે.
PM મોદી સોમનાથ દાદાની પૂજા અર્ચના કરશે
PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ હર્ષભાઈનું નિવેદન પણ સામે આવ્યું છે. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું છે કે 10મી તારીખે PM Modi સોમનાથ આવી રહ્યા છે. PM મોદી સોમનાથ દાદાની પૂજા અર્ચના કરશે.
DyCM Harshbhai Sanghavi | "ગજની સોમનાથની ઈમારત તોડી શકે, આસ્થાને નહીં" | Gujarat First
સોમનાથ સ્વાભિમાન પર્વની આજથી ઉજવણી
સોમનાથ સ્વાભિમાન પર્વ પર હર્ષભાઈ સંઘવીનું નિવેદન
"ગજની સોમનાથની ઈમારત તોડી શકે, આસ્થાને નહીં"
"સોમનાથ દાદાના અખંડ ઓમકાર જાપ શરૂ થયા"
'72 કલાકના જાપમાં… pic.twitter.com/dRV1agnLWW— Gujarat First (@GujaratFirst) January 8, 2026
PM મોદી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે
PM મોદી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે. વડાપ્રધાન સૂર્ય યાત્રામાં પણ જોડાવાના છે. સૂર્યયાત્રામાં 108 અશ્વો સામેલ થવાના છે. તથા 1000થી વધુ ઋષિઓ, 5000થી વધુ મહિલાઓ જોડાશે. 50 હજારથી વધુ નગરજનો સૂર્યયાત્રામાં જોડાશે. સોમનાથ સ્વાભિમાન યાત્રા એ ઐતિહાસિક છે. સોમનાથ સ્વાભિમાન પર્વની આજથી ઉજવણી થઈ રહી છે. જેમાં મોહમદ ગજની સોમનાથની ઇમારત તોડી શકે પણ આસ્થાને કોઈ તોડી ન શકે.
8 થી 10 તારીખ સુધી લાખો ભક્તો સોમનાથ આવવાના છે
આજે વહેલી સવારે 4 વાગ્યાથી ભક્તો સોમનાથ પહોંચી રહ્યા છે. 8 થી 10 તારીખ સુધી લાખો ભક્તો સોમનાથ આવવાના છે. સોમનાથ ખાતે ખૂબ મોટી વ્યવસ્થાઓ કરવામા આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સોમનાથ આવી રહ્યા છે. જેમાં શૌર્ય યાત્રા પણ સોમનાથ ખાતે યોજાશે. 1000 ઋષિકુમારો દ્વારા શંખનાદ કરશે. 108 ઘોડાઓ સાથે શોભા યાત્રા નીકળશે.
લાખો ભક્તો સોમનાથના આ ઉત્સવમાં જોડાશે
લાખો ભક્તો સોમનાથના આ ઉત્સવમાં જોડાશે. સોમનાથ મંદિર ખાતે સ્વાભિમાન પર્વ ઉજવણી કરવામાં આવશે. રાજકોટથી સોમનાથ જવા ચાર દિવસ માટે ટ્રેન શરૂ કરાઈ છે. જેમાં રાજકોટમાંથી આજે પ્રથમ ટ્રેન સોમનાથ માટે રવાના થઈ છે. તેમજ ગુજરાતના વિવિધ શહેરોમાંથી પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Somnath Swabhiman Parv: PM Modiએ સોમનાથ યાત્રાના ફોટો શેર કર્યો


