Somnath Temple : 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંગે CM ભૂપેન્દ્રભાઈ પટેલેની વધુ એક પોસ્ટ, શેર કર્યો ખાસ Video
- Somnath Temple, 'સોમનાથ સ્વાભિમાન પર્વ' પર CM ભૂપેન્દ્રભાઈ પટેલની ખાસ પોસ્ટ
- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મુખ્યમંત્રીએ કરી વિશેષ પોસ્ટ
- આવી રહ્યું છે 1000 વર્ષની અતૂટ આસ્થાનું પર્વઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
- 'ભારતની સનાતન ચેતનાનાં પ્રગટીકરણનું પર્વ'
- 'PM મોદીની પ્રેરણાથી ઉજવાશે સોમનાથ સ્વાભિમાન પર્વ'
Gir Somnath : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર (Somnath Temple) પર થયેલા હુમલાને 1000 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendrabhai Patel) ફરી સોમનાથ મહાદેવ મંદિરનાં ખાસ વીડિયો સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વિશેષ પોસ્ટ કરી છે. આ વીડિયો સાથે તેમણે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' (Somnath Swabhiman Parv) અંગેની માહિતી આપી છે, જે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 8 થી 11 જાન્યુઆરી સુધી ઊજવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લખ્યું કે, 'કદી ન ઝુકનારા, કદી ન તૂટનારા ભારતના ખુમારનું આ પર્વ 140 કરોડ નાગરિકોના જીવનમાં આસ્થાની અનેરી ચેતનાનો સંચાર કરશે.'
આ પણ વાંચો - Somnath Swabhiman Parv : PM મોદી બાદ CM ભૂપેન્દ્રભાઈ પટેલની સોમનાથ મંદિરને લઈ ખાસ પોસ્ટ, કરી આ જાહેરાત!
'સોમનાથ સ્વાભિમાન પર્વ' પર CM ભૂપેન્દ્રભાઈની પોસ્ટ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મુખ્યમંત્રીએ કરી પોસ્ટ
આવી રહ્યું છે 1000 વર્ષની અતૂટ આસ્થાનું પર્વઃ મુખ્યમંત્રી
ભારતની સનાતન ચેતનાના પ્રગટીકરણનું પર્વઃ મુખ્યમંત્રી
"PM મોદીની પ્રેરણાથી ઉજવાશે સોમનાથ સ્વાભિમાન પર્વ"
"રત્નાકર સાગરના… pic.twitter.com/R3ARO5NGIS— Gujarat First (@GujaratFirst) January 6, 2026
Somnath Temple ને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ પોસ્ટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendrabhai Patel) સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર એક ખાસ વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં સોમનાથ મહાદેવ મંદિરની (Somnath Mahadev Temple) સુંદર અને અદભૂત ઝલકીઓ જોવા મળી રહી છે. સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendrabhai Modi) પણ સોમનાથ દાદાનાં દર્શન કરી આશીર્વાદ લેતા નજરે પડે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ વીડિયો પોસ્ટ કરી લખ્યું કે, 'આવી રહ્યું છે.... 1000 વર્ષની અતૂટ આસ્થાનું પર્વ.. ભારતની સનાતન ચેતનાનાં પ્રગટીકરણનું પર્વ.. '
આ પણ વાંચો - Somnath Temple પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ : વિનાશ નહીં, પણ આત્મસન્માનની ગાથા- PM Modi
આવી રહ્યું છે-
1000 વર્ષની અતૂટ આસ્થાનું પર્વ..
ભારતની સનાતન ચેતનાના પ્રગટીકરણનું પર્વ..માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રત્નાકર સાગરના તટે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 8 થી 11 જાન્યુઆરી સુધી ઉજવાશે- સોમનાથ સ્વાભિમાન પર્વ.
કદી ન ઝુકનારા, કદી ન તૂટનારા… pic.twitter.com/Bh2b8DQlD8
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 6, 2026
'PM મોદીની પ્રેરણાથી ઉજવાશે સોમનાથ સ્વાભિમાન પર્વ'
CM ભૂપેન્દ્રભાઈ પટેલે લખ્યું કે, 'માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રત્નાકર સાગરના તટે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 8 થી 11 જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાશે.' તેમણે વધુમાં લખ્યું કે, 'કદી ન ઝુકનારા, કદી ન તૂટનારા ભારતના ખુમારનું આ પર્વ 140 કરોડ નાગરિકોના જીવનમાં આસ્થાની અનેરી ચેતનાનો સંચાર કરશે.'
આ પણ વાંચો -Rajkot: વડાપ્રધાનના આગમનને લઈ નાયબ મુખ્યમંત્રીની હાઈ લેવલ બેઠક, વાંચો શું થઈ ચર્ચા?


