Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Somnath Temple : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી યોજાશે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ : મંત્રી જીતુભાઈ વાઘાણી

ગુજરાત સરકારના પ્રવક્તા અને પ્રોટોકોલ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે 8 થી 11 જાન્યુઆરી દરમિયાન ભવ્ય ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી કરાશે. CM ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય મંત્રીમંડળનાં સભ્યો સહિત સમગ્ર વહીવટી તંત્ર આ પર્વને સફળ બનાવવા માટે કાર્યરત છે.
somnath temple   વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી યોજાશે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’   મંત્રી જીતુભાઈ વાઘાણી
Advertisement
  1. Somnath Temple પર ગઝનવીના આક્રમણના 1000 વર્ષ અને મંદિર જીર્ણોદ્ધારના 75 વર્ષનો સુભગ સમન્વય
  2. 10 મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ પધારશે; ભવ્ય રોડ-શો, જનસભાને સંબોધશે
  3. 72 કલાકનો અખંડ ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો, 108 અશ્વોની શૌર્ય યાત્રા બનશે આકર્ષણનું કેન્દ્ર

Gandhinagar : ગુજરાત સરકારના પ્રવક્તા અને પ્રોટોકોલ મંત્રી જીતુભાઈ વાઘાણીએ (Jitubhai Vaghani) આજે એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendrabhai Modi) વિઝનરી નેતૃત્વ હેઠળ સમગ્ર દેશની આસ્થાના કેન્દ્ર તથા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે આગામી તા. 8 થી 11 જાન્યુઆરી દરમિયાન ભવ્ય ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની (Somnath Swabhiman Parv) ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના (CM Bhupendrabhai Patel) નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના (DyCM Harshabhai Sanghvi) માર્ગદર્શન હેઠળ રાજ્ય મંત્રીમંડળનાં સભ્યો સહિત સમગ્ર વહીવટી તંત્ર આ પર્વને સફળ બનાવવા માટે કાર્યરત છે. આ પર્વ એ માત્ર ધાર્મિક મહોત્સવ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિનાં અતૂટ વિશ્વાસ અને આત્મગૌરવનું પ્રતીક પૂરવાર થશે.

Advertisement

સોમનાથ મંદિર પર આક્રમણ 1000 વર્ષ પૂર્ણ થયા : મંત્રી જીતુભાઈ વાઘાણી

મંત્રી જીતુભાઈ વાઘાણીએ (Jitubhai Vaghani) જણાવ્યું હતું કે, આજથી અનેક વર્ષો પહેલાં ઈ.સ. 1026 માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું, જેને આજે 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ સાથે જ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરનાં જીર્ણોદ્ધારનો જે સંકલ્પ લીધો હતો, તેના પણ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ ‘ડબલ સંયોગ’નાં અવસરે સમગ્ર દેશ સોમનાથના (Somnath Temple) શૌર્ય અને સંઘર્ષના ઇતિહાસને યાદ રાખી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ “સોમનાથ સ્વાભિમાન પર્વ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

'PM 11 જાન્યુ.એ ભગવાન સોમનાથનાં દર્શન કરીને પર્વમાં સહભાગી થશે'

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendrabhai Modi) આગામી તા. 10 મી જાન્યુઆરીએ સાંજે 5:30 કલાકે સોમનાથ પધારશે. વડાપ્રધાન 11 જાન્યુઆરીનાં રોજ ભગવાન સોમનાથનાં દર્શન-અર્ચન કરીને આ પર્વમાં સહભાગી થશે. દર્શન-અર્ચન બાદ વડાપ્રધાન મોદી સોમનાથ મંદિરની બહાર સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ઉપરાંત, તેઓ એક ભવ્ય રોડ-શો અને શૌર્ય યાત્રામાં જોડાશે તથા એક વિશાળ જનસભાને સંબોધન કરી દેશવાસીઓને સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપશે, તેમ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઉમેર્યું હતું.

3000 ડ્રોનથી સોમનાથનાં ઇતિહાસ-ભવ્યતાને દર્શાવતો ડ્રોન-શો યોજાશે

આ પર્વના મુખ્ય આકર્ષણો અંગે મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન આકાશમાં 3000 ડ્રોન દ્વારા સોમનાથનાં ઇતિહાસ અને ભવ્યતાને દર્શાવતો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન-શો યોજાશે. તદુપરાંત, સોમનાથ મંદિર પર થયેલાં આક્રમણો દરમિયાન મંદિરની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનારા શૂરવીરોને સમર્પિત એક શૌર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 108 અશ્વો સાથેની ભવ્ય શૌર્ય યાત્રા ‘શંખ સર્કલ’થી શરૂ થઈ ‘હમીરજી ગોહિલ સર્કલ’ સુધી નીકળશે.

આ પણ વાંચો - PM Modi Gujarat Visit: વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવશે, જાણો સમગ્ર કાર્યક્રમ

8-9-10 જાન્યુ. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરાથી રોજ 4 સ્પે. ટ્રેનો દોડશે

વધુમાં, સોમનાથ મંદિરનાં (Somnath Temple) પ્રાંગણમાં 2500 ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર અને 72 કલાકનો અખંડ ઓમકાર જાપ કરવામાં આવશે. સાથે જ 1000 કલાકારો દ્વારા મંદિરની અંદર અને બહાર શંખનાદ કરી વાતાવરણને શિવમય બનાવવામાં આવશે. આ પર્વને વધુ ભવ્ય બનાવવા માટે શિવ ભક્તિ, ભજન અને લોક ડાયરા માટે સમગ્ર વિસ્તારમાં 20 જેટલા ભવ્ય સ્ટેજ તૈયાર કરીને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રાજ્યભરનાં નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈ શકે તે માટે સ્પેશિયલ ટ્રેનોની સુવિધા પણ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે તા. 8, 9 અને 10 જાન્યુઆરી દરમિયાન રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાથી દરરોજ ચાર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. સાથે જ યાત્રિકો માટે રહેવા, જમવા અને દર્શન માટેની તમામ સુવિધાઓ પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે.

મંત્રી જીતુભાઈ વાઘાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં હવે ‘સોમનાથ કોરિડોર’ને પણ સ્વીકૃતિ મળી છે, જેના કારણે આ વિસ્તારમાં પ્રવાસન અને આર્થિક વિકાસને વેગ મળ્યો છે. અયોધ્યા, કાશી અને દ્વારકાની જેમ સોમનાથ પણ આજે વિશ્વકક્ષાએ ભારતની આધ્યાત્મિક ઓળખ બની રહ્યું છે. આ પર્વમાં દેશભરના હજારો સાધુ-સંતો અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે. મંત્રી જીતુભાઈ વાઘાણીએ તમામ નાગરિકોને આ ‘સ્વાભિમાન પર્વ’માં સહભાગી થવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.

આ પણ વાંચો - Gir Somnath: પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સોમનાથની મુલાકાતે, પ્રેસ કોન્ફરન્સને કરશે સંબોધિત

Tags :
Advertisement

.

×