Khoraj GIDC Space Park: હવે ગુજરાતમાં બનશે રોકેટ અને સેટેલાઇટના સ્પેરપાર્ટ્સ! ખોરજ GIDCમાં દેશનો પહેલો સ્પેસ પાર્ક
Space Tech Policy India: ગુજરાત સરકાર સ્પેસ ટેક પોલિસી હેઠળ ખોરજ (Khoraj) જીઆઇડીસીમાં ભવ્ય સ્પેસ ટેક્નોલોજી મેન્યુફેક્ચરિંગ પાર્ક બનાવશે. ઇન-સ્પેસ (IN-SPACe) ના ટેકનિકલ સપોર્ટ અને Rs 100 કરોડના ફંડિંગ સાથે બનનારા આ પાર્ક માટે સરકારે 50 એકર જમીન ફાળવી છે, જ્યાં સ્ટાર્ટ-અપ્સ અને MSME માટે ક્લીન રૂમ અને વેક્યુમ ચેમ્બર જેવી અત્યાધુનિક સુવિધાઓ મળશે.
Advertisement
Space Technology Gujarat: ગુજરાત (Gujarat) હવે દેશમાં ઉદ્યોગોની સાથે સ્પેસ ટેક્નોલોજી (Space Technology) ક્ષેત્રે પણ મેન્યુફેક્ચરિંગનું મોટું હબ બનવા જઈ રહ્યું છે. ગુજરાત સરકાર (Government of Gujarat) દ્વારા રાજ્યની નવી સ્પેસ ટેક પોલિસી (Space Tech Policy) અંતર્ગત ગાંધીનગર નજીક આવેલી ખોરજ (Khoraj) જીઆઇડીસી (GIDC) માં એક ભવ્ય સ્પેસ ટેક્નોલોજી મેન્યુફેક્ચરિંગ પાર્કનું નિર્માણ કરવામાં આવશે. આ ઐતિહાસિક પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની સ્પેસ ક્ષેત્રની નોડલ એજન્સી ઇન-સ્પેસ (IN-SPACe) સાથે મહત્વના સમજૂતી કરાર (MoU) કર્યા છે. આ પાર્ક કાર્યરત થતાં જ રાજ્યમાં અવકાશ ક્ષેત્રે સંશોધન અને ઉત્પાદનને અભૂતપૂર્વ વેગ મળશે.

