Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ “વિશ્વ પર્યાવરણ દિવસ-2025”ના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી

આ સમારોહમાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તેમજ વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહ્યાં
gujarat cm ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ “વિશ્વ પર્યાવરણ દિવસ 2025”ના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી
Advertisement
  • મુખ્યમંત્રીએ નવા સચિવાલય-ગાંધીનગર ખાતે “માતૃવન – વન કવચ” મિયાવાકી જંગલનું ભૂમિપૂજન કર્યું
  • પ્લાસ્ટિકના વિકલ્પો અને રિસાયક્લિંગ સોલ્યુશન્સના પ્રદર્શનનું પણ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું
  • સમારોહ દરમિયાન મુખ્યમંત્રી દ્વારા વન વિભાગના નવીન પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ભૂમિપૂજન થશે

World Environment Day2025 : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ “વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫”નો રાજ્ય કક્ષાનો ઉજવણી સમારોહ આજે તા. ૫ જૂનના રોજ મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે યોજાયો છે. આ સમારોહમાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તેમજ વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહ્યાં છે.

વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી સમારોહ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે નવા સચિવાલય-ગાંધીનગર ખાતે “માતૃવન – વન કવચ” મિયાવાકી જંગલનું ભૂમિપૂજન થયુ છે. તદુપરાંત મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રીના હસ્તે પ્લાસ્ટિકના વિકલ્પો અને રિસાયક્લિંગ સોલ્યુશન્સના પ્રદર્શનનું લોકાર્પણ થયુ છે. ઉજવણી સમારોહ દરમિયાન મુખ્યમંત્રી વિવિધ પર્યાવરણીય તેમજ વન વિભાગના નવીન પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ભૂમીપૂજન કરશે.

Advertisement

Advertisement

મુખ્યમંત્રીના હસ્તે મહત્વપૂર્ણ લોકાર્પણ:

૧. અદ્યતન XGN પોર્ટલનું લોન્ચિંગ
૨. સાઇટીંગ ક્રાઇટેરીયા ટુલનુ પીએમ ગતિશક્તિ પોર્ટલ પર લોન્ચિંગ
૩. પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ ડેશબોર્ડનુ લોન્ચિંગ
૪. અદ્યતન GCZMAની વેબસાઇટ-પોર્ટલનુ લોન્ચિંગ
૫. ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા GHG એમીશન પોર્ટલનું લોન્ચિંગ
૬. અમદાવાદ તથા ઓલપાડ-સુરત ખાતે બેગ વેન્ડિંગ મશીનનું ઈ-લોકાર્પણ
૭. GPCBની ભરૂચ-પ્રાદેશિક કચેરીના નવનિર્મીત ભવનનું ઈ-લોકાર્પણ
૮. GPCBની અમદાવાદ શહેર-પ્રાદેશિક કચેરીના ભવનનુ ઈ-ખાતમુહૂર્ત
૯. GPCBની મોરબી-પ્રાદેશિક કચેરીની એર લેબોરેટરીનું ઈ-લોકાર્પણ
૧૦. હાલોલ ખાતે નવનિર્મીત CETPનું ઈ-લોકાર્પણ
૧૧. ગુજરાત ઓઇલ રીસાઇલીંગ એસોસીએશનના(GORA) વેસ્ટ ઓઇલ કલેક્શન સેન્ટરનું લોકાર્પણ

વધુમાં, સમારોહ દરમિયાન મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સી.ઇ.ટી.પી. (CETP) અને સુરતમાં તેના મેમ્બર યુનિટ્સ વચ્ચે ઔદ્યોગિક કચરાના અસરકારક નિકાલ માટે એમ.ઓ.યુ. (MoU) હસ્તાંતરિત કરવામાં આવશે. સમારોહ બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા “પ્લાસ્ટિકના વિકલ્પો, રિસાયક્લિંગ અને સર્ક્યુલર ઇકોનોમી” વિષય પર, વન વિભાગ દ્વારા “વન અને ક્લાઈમેટ એક્શન” વિષય પર તેમજ શહેરી વિકાસ અને ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે “એન્વાયરન્મેન્ટ સસ્ટેનેબિલિટી માટે શહેરી અને ગ્રામ્ય વિકાસ” વિષય પર ટેક્નીકલ સત્રો યોજાશે.
આ સમારોહ મહત્વપૂર્ણ પોલિસી મેકર્સ, ઇન્ડસ્ટ્રિઝ એક્સપર્ટ, એન્વાયરન્મેન્ટ એક્સપર્ટ અને સિવિલ સોસાયટીને એકત્રિત કરીને ગુજરાતના હરિયાળા, સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત ભવિષ્યના કમિટમેન્ટને આગળ વધારવાનો મંચ બનશે.

આ પણ વાંચો: વિકાસ અને નૈસર્ગિક ભવિષ્ય તરફ અગ્રેસર ભારતીય રેલવે : કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ

Tags :
Advertisement

.

×