ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Std. 10 Result : આવતીકાલે 8 મેના રોજ ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાનું પરિણામ થશે જાહેર

વર્ષ 2025ના ફેબ્રુઆરી-માર્ચમાં GSEB દ્વારા ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાનું પરિણામ આવતીકાલે 8મી મેના રોજ જાહેર થશે. વાંચો વિગતવાર.
06:43 PM May 07, 2025 IST | Hardik Prajapati
વર્ષ 2025ના ફેબ્રુઆરી-માર્ચમાં GSEB દ્વારા ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાનું પરિણામ આવતીકાલે 8મી મેના રોજ જાહેર થશે. વાંચો વિગતવાર.
Std 10 Result 2025 Gujarat First

Std. 10 Result : ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષા GSEB દ્વારા વર્ષ 2025માં ફેબ્રુઆરી-માર્ચમાં લેવામાં આવી હતી. આ પરીક્ષાનું પરિણામ આવતીકાલે 8મી મેના રોજ જાહેર થશે. સવારે 8.00 કલાકે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ www.gseb.org પર જોઈ શકાશે. આ ઉપરાંત વોટ્સએપ નંબર 6357300971 પરથી પર પરિણામ જાણી શકાશે. શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ X પર પોસ્ટ કરીને ધોરણ-10ની બોર્ડની પરીક્ષાના પરિણામ વિશે માહિતી આપી છે.

8મે સવારે 8 કલાકે પરિણામ

GSEB દ્વારા ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષા વર્ષ 2025ના ફેબ્રુઆરી-માર્ચમાં લેવાઈ હતી. આ પરીક્ષાનું પરિણામ આવતીકાલે 8મી મેના રોજ સવારે 8.00 કલાકે જાહેર થશે. સવારે 8.00 કલાકે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ www.gseb.org પર જોઈ શકાશે. આ ઉપરાંત વોટ્સએપ નંબર 6357300971 પરથી પર પરિણામ જાણી શકાશે. www.gseb.org વેબસાઈટ પર વિદ્યાર્થી પોતાનો સીટ નંબર એન્ટર કરીને પોતાનું પરિણામ જોઈ શકે છે. વેબસાઈટ સિવાય વોટ્સએપ પરથી પણ પરિણામ જાણી શકાશે. જેમાં વોટ્સએપ નંબર 6357300971 પર વિદ્યાર્થી પોતાનો સીટ નંબર સેન્ડ કરીને પોતાનું રિઝલ્ટ મેળવી શકશે.

આ પણ વાંચોઃ  'Operation Sindoor' પછી અમિત શાહ એક્શનમાં, સરહદી રાજ્યોના CM સાથે બેઠક યોજી; ગુજરાતના મુખ્યમંત્રી પણ હાજર

તા. 5 મેના રોજ આવ્યું હતું ધો. 12નું પરિણામ

ધો.12 અને ગુજકેટનું પરિણામ તા.5મી મેના રોજ સોમવારે જાહેર થયુ હતું. જેમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ તથા સામાન્ય પ્રવાહ 93.07 ટકા પરિણામ આવ્યું હતું. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થીઓ 3,64,859, રીપીટર વિદ્યાર્થીઓ 22,652, આઈસોલેટેડ 4,031, ખાનગી 24,061, ખાનગી રીપીટર 8,306 સાથે કુલ 4,23,909 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તે જ પ્રમાણે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થીઓ 1,00,813, રીપીટર વિદ્યાર્થીઓ 10,476, આઈસોલેટેડ 95 સાથે કુલ 1,11,384 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

Std 10 Result 2025 Gujarat First-

આ પણ વાંચોઃ  Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્ક્વોડે સ્ટેડિયમમાં તપાસ હાથ ધરી

Next Article