ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : બહિયલમાં ગરબામાં પથ્થરમારો-આગચંપી, ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું

Gandhinagar : 15 થી 20 ગાડીઓના કાચ તૂટ્યા, ત્રણેક દુકાનોમાં આગ લગાવી છે
08:18 AM Sep 25, 2025 IST | SANJAY
Gandhinagar : 15 થી 20 ગાડીઓના કાચ તૂટ્યા, ત્રણેક દુકાનોમાં આગ લગાવી છે
Stonepelting, Garba, Bahial, Gandhinagar, Gujarat, Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

Gandhinagar : દહેગામના બહિયલમાં નવરાત્રી દરિમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો છે. સોશિયલ મીડિયા પોસ્ટને લઈ બે જુથો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. ચાલુ ગરબામાં પથ્થરમારો થતાં લોકોમાં અફરાતફરીનો માહોલ છે. 15 થી 20 ગાડીઓના કાચ તૂટ્યા, ત્રણેક દુકાનોમાં આગ લગાવી છે. પોલીસે ટીયરગેસના 5 શેલ છોડી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો છે. પથ્થરમારાને લઈને સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પોલીસે 30થી વધુ લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે થયેલો ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું

દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ત્રીજા નોરતાની રાત્રે ગરબા ચાલી રહ્યા હતા તો બીજી તરફ બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે થયેલો ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ટોળા દ્વારા ગરબામાં પથ્થરમારો કરાતા નાસભાગ મચી હતી. તો બીજી તરફ ટોળા દ્વારા ગામની એક દુકાનમાં શટર તોડી આગચાંપી દેવામાં આવી હતી.

બહિયલ ગામમાં જૂથ અથડામણના સમચાર મળતા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં પોલીસના બે વાહનોને નુકસાન પહોંચ્યું હતું. આ ઘટના બાદ સમગ્ર ગામમાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા શાંતિ જાળવવા માટે લોકોને અપીલ કરવામાં આવી

પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને હાલમાં ગામમાં શાંતિ જળવાઈ રહે તેવા પગલાં લેવાઈ રહ્યા છે. આ હિંસક ઘટનામાં જાનહાનિની કોઈ ઘટના હાલના તબક્કે સામે આવી નથી, પરંતુ વાતાવરણ તંગ છે. પોલીસે આ મામલે આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરી છે. આ અથડામણમાં કેટલાક લોકોને ઇજા પણ થઈ છે.સ્થાનિકોએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે પોલીસ દ્વારા શાંતિ જાળવવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarati Top News : આજે 25 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

 

Tags :
BahialGandhinagarGarbaGujaratGujarat FirstGujarat NewsGujarati NewsGujarati Top NewsstonepeltingTop Gujarati News
Next Article