Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha : Ambaji માં વાહનો પર પથ્થરમારો કરનારાઓને પોલીસે બરોબરનો પાઠ ભણાવ્યો!

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આવેલા અંબાજીની નજીકનાં વિસ્તારોમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજનાં લોકો વસવાટ કરે છે.
banaskantha   ambaji માં વાહનો પર પથ્થરમારો કરનારાઓને પોલીસે બરોબરનો પાઠ ભણાવ્યો
Advertisement
  1. યાત્રાધામ Ambaji માં વાહનો પર પથ્થરમારાની ઘટના
  2. અંબાજી પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી
  3. પોલીસે 4 આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું

ગુજરાત અને રાજસ્થાનની (Rajasthan) સરહદ પર આવેલ શક્તિપીઠ અંબાજીની આસપાસનાં વિસ્તારોમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજનાં લોકો વસવાટ કરે છે. ત્યારે છેલ્લા 2-3 મહિનાથી અંબાજી (Ambaji) આસપાસનાં વિસ્તારમાં લૂંટનાં ઇરાદે કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરી હતી અને જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.

આ પણ વાંચો - Dahod: અસલી GST અધિકારીએ નકલી IT ઓફિસર ની ઓળખ આપી 25 લાખ માંગ્યા, વાંચો આ અહેવાલ

Advertisement

લૂંટનાં ઇરાદે અસામાજિક તત્વો વાહનો પર પથ્થરમારો કરતા

યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં (Ambaji) દૈનિક ધોરણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાજીનાં દર્શન કરવા માટે આવતા હોય છે. ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આવેલા અંબાજીની નજીકનાં વિસ્તારોમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજનાં લોકો વસવાટ કરે છે. જો કે છેલ્લા બે-ચાર મહિના દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા લૂંટનાં ઇરાદે પથ્થરમારાની ઘટનાને અંજામ આપવામાં આવતો હતો. જાહેર માર્ગ પર કેટલાક વાહનો પર પથ્થરમારો કરી અસામાજિક તત્વો લૂંટની કોશિશ કરતા હતા. જો કે, આ મામલે જાણ થતાં અંબાજી પોલીસ એક્શન મોડમાં આવી હતી અને અલગ-અલગ ટીમો બનાવીને પથ્થરમારો કરનારા અસામાજિક તત્વોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad:ભારતની સર્વપ્રથમ સાયકોડ્રામા કોન્ફરન્સ અમદાવાદમાં યોજાશે, વાંચો આ અહેવાલ

4 આરોપીઓનું જાહેરમાં સરઘસ, 3 નાના હોવાથી મથકે રખાયા

માહિતી અનુસાર, અંબાજી પોલીસે (Ambaji Police) કોટેશ્વરમાં પથ્થરમારો કરનારા 7 આરોપીઓની ધરપકડ કરી હતી. અંબાજી પોલીસ દ્વારા પથ્થરમારો કરનારા 4 આરોપીઓનું જાહેર રસ્તા પર સરઘસ કાઢવામાં આવ્યું હતું. જ્યારે, 3 આરોપીઓ ઉંમરમાં નાના હોવાથી તેમને પોલીસ મથકે રાખવામાં આવ્યા હતા. અપરાધીઓમાં ડર અને આમજનોમાં વિશ્વાસ વધે તે ઉદ્દેશ્યને લઈને અંબાજી પોલીસે પથ્થરમારો કરતાં ઈસમોને પકડી જાહેર રસ્તાઓમાં સરઘસ કાઢયું હતું. જણાવી દઈએ કે, અગાઉ પણ પથ્થરમારા કરનારા આરોપીઓ સામે પોલીસે લાલ આંખ કરીને સરઘસ કાઢ્યું હતું.

આ પણ વાંચો - Jamnagar: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસ જામનગરની મુલાકાતે, એરપોર્ટ પર કરાયું ઉષ્માભેર સ્વાગત

Tags :
Advertisement

.

×