Studio on Wheels: ગંદકીના સામ્રાજ્યમાંથી 'ગોકુળીયું ગામ'! એક યુવાનના મક્કમ સંકલ્પે કેવી રીતે બદલ્યું વિરાતલાવડીનું નસીબ?
- Gujarat First ની 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ની ટીમ ગાંધીનગરના Viratlavadi (વિરાતલાવડી) ગામના આંગણે પહોંચી
- છેડાલ પરગણાના પ્રમુખ Chandreshbhai Parmar (ચંદ્રેશભાઈ પરમાર) સાથે સંવાદ
- કોરોના કાળમાં 1200 ઓક્સિજન બાટલાની સેવા
- પોતે ઓછું ભણ્યા પણ સમાજને શિક્ષિત કરવાનો લીધો સંકલ્પ
- ગંદકી માટે જાણીતા ગામને એક આદર્શ અને સ્વચ્છ ગામ બનાવ્યું
ગાંધીનગરના (Gandhinagar) વીરા તલાવડી ગામના ચંદ્રેશભાઈ પરમારે (Chandreshbhai Parmar) સાબિત કરી દીધું છે કે જો મનમાં મક્કમ સંકલ્પ હોય તો ગમે તેવા સંઘર્ષ વચ્ચે પણ સફળતા મેળવી શકાય છે. ગુજરાત ફર્સ્ટના (Gujarat First) 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) કાર્યક્રમમાં તેમણે પોતાની જીવન સફરના અનેક પાસાઓ રજૂ કર્યા હતા.
Studio on Wheels માં છેડાલ પરગણાના પ્રમુખ Chandreshbhai Parmar (ચંદ્રેશભાઈ પરમાર) સાથે સંવાદ
ચંદ્રેશભાઈએ જણાવ્યું કે તેમનું બાળપણ ખૂબ જ ગરીબાઈમાં વીત્યું હતું. તેમણે 5 વર્ષ સુધી ઓટો રીક્ષા (Auto Rickshaw) ચલાવી છે, ચંપલ વેચ્યા છે અને ખેતરમાં મજૂરી પણ કરી છે. શિક્ષણ ઓછું હોવા છતાં, તેમણે ગામની સેવા કરવાનો સંકલ્પ લીધો હતો. આજે તેમનો પરિવાર છેલ્લા 15 વર્ષથી ગામની સેવામાં કાર્યરત છે. તેમના માતા અને પત્ની પણ ગામના સરપંચ (Sarpanch) તરીકે સેવા આપી ચૂક્યા છે.
વીરા તલાવડી ગામનો કાયાકલ્પ
વીરા તલાવડી ગામ જે એક સમયે ગંદકી માટે જાણીતું હતું, તેને આજે ચંદ્રેશભાઈએ એક આદર્શ અને સ્વચ્છ ગામ બનાવ્યું છે. તેમણે તળાવની સફાઈ કરાવી, પ્રોટેક્શન દિવાલ બનાવી અને ગામમાં 1 લાખ લીટરની પાણીની ટાંકી પણ મંજૂર કરાવી. તેઓ પર્યાવરણ પ્રેમી છે અને તેમણે ગામમાં મિયાવાકી પદ્ધતિથી (Miyawaki Method) 'ઓક્સિજન ગાર્ડન' (Oxygen Garden) તૈયાર કર્યું છે, જેમાં સુધા પાંડે (Sudha Pandey)(એસપી - એસઆરપી) દ્વારા પણ માર્ગદર્શન મળ્યું હતું.
Studio on Wheels પહોંચ્યું Viratlavadi! છેડાલ પરગણાના પ્રમુખ Chandreshbhai Parmar સાથે વિશેષ સંવાદ#StudioOnWheels #ChandreshbhaiParmar #ChedalPargana #Viratlavadi #Gandhinagar #GujaratFirst #SocialUpliftment #RohitSamaj #RuralIndia #BreakingNews pic.twitter.com/6ZN9KLlv5A
— Gujarat First (@GujaratFirst) April 1, 2026
કોરોના કાળમાં (Corona Period) પોતાના જીવની પરવા કર્યા વગર કરી સેવા
છેડાલ પરગણાના (Chhedal Pargana) સૌથી યુવાન પ્રમુખ તરીકે ચંદ્રેશભાઈ 'શિક્ષણ એ જ કલ્યાણ' ના સૂત્ર સાથે આગળ વધી રહ્યા છે. તેમણે સમાજના ગરીબ વિદ્યાર્થીઓ માટે ફ્રી ક્લાસીસ અને સ્પોકન ઇંગ્લિશની (Spoken English) સુવિધા શરૂ કરી છે. કોરોના કાળમાં (Corona Period) પોતાના જીવની પરવા કર્યા વગર તેમણે 1200 થી વધુ ઓક્સિજન બાટલા અને ઉકાળાનું વિતરણ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ પણ વાંચો: Studio On Wheels:એરફોર્સમાં ન થયું સિલેક્શન, પણ જીદ હતી યુનિફોર્મની! આ રીતે મનોહરસિંહ બન્યા IPS


