Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Sugam Digital Gujarat: ડિજિટલ ક્રાંતિ તરફ ગુજરાતનું મક્કમ ડગલું, CM ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 'સુગમ ડિજિટલ ગુજરાત' પોર્ટલ લોન્ચ

ગુજરાતને ટેકનોલોજીના માધ્યમથી વધુ સક્ષમ અને પારદર્શક બનાવવાના ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે. રાજ્યકક્ષાના મંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં 'સુગમ ડિજિટલ ગુજરાત' પોર્ટલનું લોન્ચિંગ કરીને રાજ્ય સરકારે નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા અને લાંબી લાઈનોમાંથી મુક્તિ અપાવવાની દિશામાં મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે. આવક-જ્ઞાતિના દાખલાથી લઈને રેશનકાર્ડ સુધીની 20 જેટલી પાયાની સેવાઓને ઓનલાઇન કરીને વહીવટી તંત્રને વધુ પેપરલેસ અને લોકાભિમુખ બનાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત 2047' ના વિઝનને સાકાર કરવા માટે ડિજિટલ માધ્યમનો મહત્તમ ઉપયોગ હવે ગુજરાતના દરેક છેવાડાના માનવી સુધી પહોંચશે.
sugam digital gujarat  ડિજિટલ ક્રાંતિ તરફ ગુજરાતનું મક્કમ ડગલું  cm ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે  સુગમ ડિજિટલ ગુજરાત  પોર્ટલ લોન્ચ
Advertisement
  • Sugam Digital Gujarat: ડિજિટલ ગુજરાતનું નવું સોપાન
  • CM ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 'સુગમ ડિજિટલ ગુજરાત' લોન્ચ
  • 20 જેટલી સરકારી સેવાઓ હવે એક ક્લિક પર
  • નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કામાંથી મળશે મુક્તિ
  • હવે ઘરે બેઠા મળશે આવક-જ્ઞાતિના દાખલા અને રેશનકાર્ડ
  • નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ડિજિટલ ક્રાંતિ
  • CM ભૂપેન્દ્રભાઈ પટેલે 'સુગમ પોર્ટલ' દ્વારા જનતાને આપી મોટી ભેટ

Sugam Digital Gujarat: રાજ્યના નાગરિકોને સરકારી કચેરીઓના બિનજરૂરી ધક્કામાંથી મુક્તિ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. મુખ્યમંત્રીએ રાજ્ય કક્ષાના મંત્રી હર્ષભાઈ સંઘવીની (Harsh Sanghavi) પ્રેરક ઉપસ્થિતિમાં 'સુગમ ડિજિટલ ગુજરાત' (Sugam Digital Gujarat) પોર્ટલનું લોન્ચિંગ કર્યું છે. આ નવા સોપાન સાથે હવે નાગરિકોની 20 જેટલી પાયાની સેવાઓ ઓનલાઇન (Online Services) ઉપલબ્ધ થશે. ટેકનોલોજીના આ મહત્તમ ઉપયોગથી સરકારી કામગીરીમાં વધુ પારદર્શિતા (Transparency) આવશે અને સામાન્ય માણસના સમય તેમજ શક્તિની બચત થશે.

Sugam Digital Gujarat: આવક-જ્ઞાતિના દાખલા અને રેશનકાર્ડ હવે આંગળીના ટેરવે

આ નવી વ્યવસ્થા હેઠળ આવકના દાખલા, જ્ઞાતિના પ્રમાણપત્રો (Caste Certificates) અને રેશનકાર્ડ જેવી મહત્વની સુવિધાઓને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવામાં આવી છે. નાગરિકોએ હવે લાઈનમાં (Queues) ઊભા રહેવાની કે સરકારી કચેરીઓ સુધી દોડવાની જરૂર રહેશે નહીં. એકવાર આ પોર્ટલ પર સર્ટિફિકેટ અપલોડ થયા બાદ ડિજિટલ લોકરની (Digital Locker) સુવિધા પણ આપવામાં આવી છે, જેથી ભવિષ્યમાં ફરીથી તે જ દસ્તાવેજો રજૂ કરવાની માથાકૂટ રહેશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2002માં શરૂ કરેલી 'સ્વાગત ઓનલાઇન' (SWAGAT Online) પ્રણાલીને આ પ્રોજેક્ટ એક નવી ઊંચાઈ પર લઈ જશે.

Advertisement

Sugam Digital Gujarat: 87 લાખ અરજીઓને થશે સીધી અસર

ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને સરળતા મળે તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની કુલ 20 મહત્વપૂર્ણ સેવાઓ હવે ઓનલાઇન ઉપલબ્ધ બનશે, જેના કારણે દર વર્ષે આશરે 87 લાખ અરજીઓને સીધી અસર પડશે. ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC)ના અહેવાલ મુજબ ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર દર વર્ષે લગભગ 1.20 કરોડ અરજીઓ (Applications) આવે છે, જેમાંથી મોટો હિસ્સો આ સેવાઓ સાથે જોડાયેલો છે.

Advertisement

આ પહેલના પ્રથમ તબક્કામાં સામાજિક ન્યાય અને અધિકારીતા, અન્ન અને નાગરિક પુરવઠા, મહેસૂલ, કાયદા અને આદિજાતિ વિકાસ વિભાગોની સેવાઓને ઓનલાઇન કરવામાં આવી છે. ખાસ કરીને જાતિ પ્રમાણપત્ર, આવક દાખલો, નોન-ક્રિમિલિયર સર્ટિફિકેટ (Non-criminal certificate) જેવી 11 સેવાઓ હવે ડિજિટલ રીતે મળશે. સાથે જ રેશનકાર્ડ (Ration card) સંબંધિત 6 સેવાઓ પણ હવે ઓનલાઇન થઈ છે, જેમાં નામ ઉમેરવું, કમી કરવું, સુધારો અને નવું રેશનકાર્ડ મેળવવું સામેલ છે.

આ પણ વાંચો----- Vav Tharad: દાતીયા ગામના ખેડૂતની કમાલ, રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી, પ્રાકૃતિક ખેતીથી મેળવી લાખોની કમાણી

આ ઉપરાંત મહેસૂલ વિભાગની નકલ મેળવવાની સેવા, કાયદા વિભાગની સોગંદનામું સેવા અને આદિજાતિ વિકાસ વિભાગની ST જાતિ પ્રમાણપત્ર સેવા પણ હવે ઓનલાઈન ઉપલબ્ધ બનશે. આ નિર્ણયથી નાગરિકોને ઓફિસના ચક્કર મારવાથી રાહત મળશે અને સરકારની સેવાઓ વધુ ઝડપી અને પારદર્શક બનશે.

Sugam Digital Gujarat: ગુજરાતી ભાષા આધારિત AI પ્રોજેક્ટ અને તલાટીઓની ભૂમિકા

ડિજિટલ ક્ષેત્રે ગુજરાતી ભાષાને (Gujarati Language) પ્રાધાન્ય આપવા માટે સરકાર ટૂંક સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence) પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે. ગ્રામીણ સ્તરે આ સેવાઓનો વ્યાપ વધારવા માટે તલાટીઓને (Talati) વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. ગ્રામજનો સીધા તલાટીના સંપર્કમાં આવતા હોવાથી, તેઓ ઓનલાઇન સેવાઓનો પ્રચાર-પ્રસાર કરી લોકોને ડિજિટલ પેમેન્ટ (Digital Payment) અને યુપીઆઈ (UPI) જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરશે. વડાપ્રધાનના ટેકનોલોજી આધારિત શાસનના વિઝનને સાકાર કરવા માટે છેવાડાના માનવી સુધી આ સુવિધાઓ પહોંચાડવાનું લક્ષ્ય છે.

Sugam Digital Gujarat: વિકસિત ભારત 2047 માટે ડિજિટલ અનિવાર્યતા

વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત' (Developed India) બનાવવાની નેમ સાથે મુખ્યમંત્રીએ ડિજિટલ ઉપયોગને અનિવાર્ય ગણાવ્યો છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી કર્મચારીઓ (Government Employees) જનતાની સેવા માટે કટિબદ્ધ છે, અને આ પોર્ટલ તે ઉદ્દેશ્યને પૂર્ણ કરવાનું સબળ માધ્યમ બનશે. ભૂતકાળમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો વિરોધ થયો હતો, પરંતુ આજે નાનામાં નાનો માણસ પણ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યો છે. પ્રજાના સહકારથી ગુજરાત હવે પેપરલેસ (Paperless) અને કાર્યક્ષમ વહીવટ તરફ આગળ વધી રહ્યું છે, જે રાજ્યના વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.

આ પણ વાંચો----- CM on petrol: "ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછતની વાત માત્ર અફવા", મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જનતાને કરી ખાસ અપીલ

Tags :
Advertisement

.

×