સુરત પૂર પીડિતો માટે ખુશખબર: સરકારે નુકસાની સહાયનો પરિપત્ર કર્યો જાહેર
Surat Flood Relief: સુરતમાં પૂરથી થયેલા નુકસાન સંદર્ભે ઉદ્યોગ અને ખાણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. સહાય ફોર્મ સાથે નુકસાનીના ફોટો કે વીડિયો રજૂ કરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં અરજી કરવાની રહેશે. રોકડ સહાય માટે મામલતદાર કે મ્યુનિસિપલ કમિશનરને અરજી કરવાની રહેશે. અરજી કરવાની સમયમર્યાદા 6 માસ નક્કી કરવામાં આવી છે.
Advertisement
Surat Flood Relief: સુરત (Surat) શહેરમાં તાજેતરમાં આવેલા પૂરના કારણે વેપારીઓ અને ઉદ્યોગકારોને થયેલા આર્થિક નુકસાન અંગે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા પૂર નુકસાની સહાય અંગેનો ઓફિશિયલ પરિપત્ર (Official Circular) જાહેર કરી દેવામાં આવ્યો છે. આ પરિપત્રમાં સહાયની રકમ, નિયમો અને અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શિકા આપવામાં આવી છે.

