Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat Zari Industry Legacy :જરીના તારમાં ગૂંથાયેલો 120 વર્ષનો ઈતિહાસ

મુઘલ કાળની ભવ્યતાથી આધુનિક ઉદ્યોગ સુધી: સુરતની વિશ્વવિખ્યાત જરીની 120 વર્ષની સફર. જાણો કેવી રીતે જી.આઈ. ટેગ ધરાવતો આ પરંપરાગત વ્યવસાય 'વાઇબ્રન્ટ ગુજરાત 2026' ના માધ્યમથી વૈશ્વિક ફલક પર નવી ચમક ફેલાવશે
surat zari industry legacy  જરીના તારમાં ગૂંથાયેલો 120 વર્ષનો ઈતિહાસ
Advertisement
  • Surat Zari Industry : મુઘલ કાળની ભવ્યતાથી આધુનિક ઉદ્યોગ સુધી: સુરતની વિશ્વવિખ્યાત જરીની ૧૨૦ વર્ષની સફર. જાણો કેવી રીતે જી.આઈ. ટેગ ધરાવતો આ પરંપરાગત વ્યવસાય 'વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૨૬' ના માધ્યમથી વૈશ્વિક ફલક પર નવી ચમક ફેલાવી રહ્યો છે.

Surat Zari Industry : જ્યારે પણ ભારતીય પરિધાન, ખાસ કરીને બનારસી કે કાંજીવરમ સાડીઓની વાત નીકળે, ત્યારે તેની કિનારી પર ઝબકતી સુવર્ણ રેખાઓ—એટલે કે 'જરી'—ચોક્કસ નજરે પડે છે. આ જરીના તારના મૂળ દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં120 વર્ષથી પણ વધુ ઊંડાં છે. આગામી1અને 2  મે ના રોજ સુરતમાં યોજાનારી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ’ (VGRC) ના પૂર્વાર્ધમાં સુરતનો આ ઐતિહાસિક જરી ઉદ્યોગ ફરી એકવાર વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

Surat Zari Industry : મુઘલ કાળથી શિવાજી મહારાજ સુધી

સુરતનો જરી ઉદ્યોગ માત્ર વ્યવસાય નથી, પણ એક જીવંત ઈતિહાસ છે. પૌરાણિક ગ્રંથોમાં વર્ણિત 'જરકસી જામા' થી લઈને મુઘલ બાદશાહોના પોશાક સુધી સુરતની જરીનો દબદબો રહ્યો છે. કહેવાય છે કે છત્રપતિ શિવાજી મહારાજે તેમના રાજ્યાભિષેક સમયે જે વસ્ત્રો પહેર્યા હતા તે સુરતની જરીમાંથી નિર્મિત હતા. મુમતાઝના લગ્નનો ઘાઘરો હોય કે ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા થતી વાર્ષિક 30 લાખની નિકાસ, સુરત હંમેશા 'ગોલ્ડન સિટી' રહ્યું છે.

Advertisement

Surat Zari Industry : ભારતની ૭૦% જરીનું એકલું ઉત્પાદક

આજે સુરત ભારતની કુલ જરીના ઉત્પાદનમાં ૭૦% હિસ્સો ધરાવે છે. બેગમપુરા, વાડીફળિયા અને ખટોદરા જેવા વિસ્તારોમાં વંશપરંપરાગત રીતે ચાલતો આ ઉદ્યોગ આજે અંદાજે ૨.૫૦ લાખ લોકોને રોજીરોટી પૂરી પાડે છે. સુરતની ભેજવાળી હવા જરીના બારીક તાર ખેંચવા માટે કુદરતી વરદાન સાબિત થઈ છે.

Advertisement

આધુનિકતા અને બદલાતા પ્રવાહ

સમય જતાં જરીની બનાવટમાં પરિવર્તન આવ્યું છે.

  • રિયલ જરી: ચાંદીના તાર પર સોનાનું પડ ચઢાવીને બનાવવામાં આવે છે (૨૦% બજાર).

  • ઈમિટેશન અને મેટાલિક જરી: તાંબા કે પોલિએસ્ટર ફિલ્મ પર કોટિંગ કરીને બનાવવામાં આવે છે (80% બજાર). હાલ સુરતમાં 800 જેટલા યુનિટ્સ વાર્ષિક 800 થી 900 કરોડનું ટર્નઓવર કરી રહ્યા છે. જરી બનાવવા માટે વપરાતા અત્યાધુનિક મશીનોનું નિર્માણ પણ હવે સુરતમાં જ થાય છે.

GI ટેગ અને સરકારી પ્રોત્સાહન

સુરતની જરીની વિશિષ્ટતાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ૨૦૧૦માં તેને GI ટેગ (Geographical Indication) આપ્યો છે, જે તેની ગુણવત્તાની વૈશ્વિક ગેરંટી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે જરી બોર્ડર પરનો GST દર 12 % થી ઘટાડીને 5 % કરીને આ ઉદ્યોગને મોટું ઓક્સિજન પૂરું પાડ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પણ 'એકઝામિનર જરી ઉદ્યોગ કેન્દ્ર' જેવી લેબોરેટરી દ્વારા ગુણવત્તા ચકાસણીની સુવિધા આપવામાં આવે છે.

જરીના વિવિધ રૂપો

કારીગરોની ભાષામાં જરીના વિવિધ સ્વરૂપો ઓળખાય છે:

  • કસબ: ચપટી જરીનો તાર.

  • સલમા: વાંકીચૂકી સ્પ્રિંગ જેવી જરી.

  • સિતારા: નાના ટપકાં જેવી ચમકતી જરી.

  • જરદોશી: મોતી અને કુંદન સાથેનું ભારે ભરતકામ.

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-૨૦૨૬ ના માધ્યમથી સુરતનો આ પારંપરિક ઉદ્યોગ હવે MSME અને આધુનિક ટેક્નોલોજીના સહારે નવી ઊંચાઈઓ સર કરવા તૈયાર છે. મુઘલ કાળના બંદરેથી શરૂ થયેલી આ સફર આજે ડિજિટલ યુગમાં પણ પોતાની ચમક જાળવી રાખી છે. સુરતની જરી માત્ર કાપડને જ નહીં, પણ ભારતના આર્થિક વિકાસને પણ સોનેરી ઓપ આપી રહી છે.

આ પણ વાંચો : GUJCOST Summer Science Camp : વેકેશનમાં વેકેશન નહીં, વિજ્ઞાનનો રોમાંચ

Tags :
Advertisement

.

×