Gandhinagar: તલાટીઓ લડાયક મૂડમાં, આવતીકાલથી કામગીરીથી અળગા રહેવાની ચીમકી, શું છે માગણીઓ?
ગુજરાત રાજ્યના તલાટી-કમ-મંત્રીઓએ પડતર માગણીઓ અને જોબચાર્ટના અમલીકરણ માટે સરકાર સામે આંદોલન છેડ્યું છે. આવતીકાલથી તમામ તલાટીઓ અન્ય વિભાગોની કામગીરીનો બહિષ્કાર કરી ફક્ત મહેસૂલ અને પંચાયત વિભાગની કામગીરી કરશે. તલાટી મંત્રી મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને વધારાની કામગીરીમાંથી મુક્તિની માગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.
Advertisement
Gandhinagar: ગુજરાત રાજ્યના તલાટી-કમ-મંત્રીઓએ પડતર માગણીઓના ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડ્યો છે. તલાટી મંત્રી મહામંડળ દ્વારા લેવાયેલા આક્રમક નિર્ણય મુજબ આવતીકાલથી રાજ્યના તમામ તલાટીઓ વધારાની કામગીરીથી અળગા રહેશે અને માત્ર પોતાના મૂળભૂત વિભાગોની જ કામગીરી સંભાળશે.

