ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Tax Inspector Exam : પ્રિલિમ પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થશે ? GPSC નાં ચેરમેને આપી માહિતી

આ સાથે તેમણે મુખ્ય પરીક્ષાની તારીખ નક્કી કરવા પ્રતિભાવ પણ માગયા છે.
11:59 AM Jan 06, 2025 IST | Vipul Sen
આ સાથે તેમણે મુખ્ય પરીક્ષાની તારીખ નક્કી કરવા પ્રતિભાવ પણ માગયા છે.
Hasmukhpatel_Gujart_first
  1. રાજ્ય Tax Inspector Exam ને લઈ મહત્ત્વના સમાચાર
  2. GPSC નાં ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી આપી માહિતી
  3. પ્રિલિમ પરીક્ષાનું પરિણામ 15 ફેબ્રુઆરી આસપાસ આવશે
  4. મુખ્ય પરીક્ષાની તારીખ નક્કી કરવા માગ્યા પ્રતિભાવ

રાજ્યમાં વેરા નિરીક્ષકની પરીક્ષા (Tax Inspector Exam) અંગે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. પ્રિલિમ પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થશે તેને લઈને તારીખની માહિતી સામે આવી છે. GPSC નાં ચેરમેન હસમુખ પટેલે (Hasmukh Patel) ટ્ટીવ કરી માહિતી આપી કે પ્રિલિમ પરીક્ષાનું પરિણામ 15 ફેબ્રુઆરીની આસપાસ આવી શકે છે. આ સાથે તેમણે મુખ્ય પરીક્ષાની તારીખ નક્કી કરવા પ્રતિભાવ પણ માગયા છે.

આ પણ વાંચો - HMPV : ચીનમાં નવા વાઇરસ HMPV એ ચિંતા વધારી! રાજ્ય આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી

33 જિલ્લાનાં 754 કેન્દ્રોમાં 1.85 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી

રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં વેરા નિરીક્ષકની પરીક્ષા (Tax Inspector Exam) યોજાઈ હતી, જેમાં 33 જિલ્લાનાં 754 કેન્દ્રોમાં 1.85 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જો કે, હવે આ પરીક્ષાને પરિણામની ઉમેદવારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, રાજ્ય વેરા નિરીક્ષકની પ્રિલિમ પરિક્ષાનાં પરિણામને લઈ GPSC નાં ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી મહત્ત્વની માહિતી આપી છે.

આ પણ વાંચો - Vadodara : ખરીદી કરી ઘરે જતાં બાઇકસવાર બે યુવકને રખડતા ઢોરે અડફેટે લીધા, એકનું મોત

પ્રિલિમ પરીક્ષાનું પરિણામ 15 ફેબ્રુઆરી આસપાસ આવશે

જણાવી દઈએ કે, GPSC નાં ચેરમેન હસમુખ પટેલે (Hasmukh Patel) તેમના ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરી જણાવ્યું કે, રાજ્ય વેરા નિરીક્ષકની પ્રિલિમ પરીક્ષાનું પરિણામ 15 ફેબ્રુઆરીની આસપાસ પ્રસિદ્ધ કરવામાં આવશે. આ સાથે તેમણે મુખ્ય પરીક્ષાની તારીખ નક્કી કરવા પ્રતિભાવ પણ માગયા છે. તેમણે લખ્યું કે, ઉમેદવારો મેઈન પરીક્ષા ક્યારે ઈચ્છે છે ? આ અંગે ઉમેદવારોએ કોમેન્ટ કરી અલગ-અલગ પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો - VADODARA : હિટ એન્ડ રનમાં પીડિત પરિવારો સુધી પહોંચી પોલીસે સહાય અપાવી

Tags :
AhmedabadBreaking News In GujaratiGandhinagarGovernment RecruitmentGPSC Chairman Hasmukh PatelGSRTCGujarat FirstGUJARAT FIRST NEWSGujarat Public Service CommissionGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In GujaratiState Tax Inspector Exam
Next Article