Gujarat: SIR બાદ હવે શિક્ષકોને રખડતાં શ્વાનનો સર્વે સોંપાતાં વિવાદ! શિક્ષણ મંત્રીએ શું કહ્યું?
- Stray Dog Survey Gujarat: શિક્ષકોને શ્વાનનો સર્વે સોંપાયો
- રખડતા શ્વાનની માહિતી એકત્રિત કરવાનો પરિપત્ર!
- પરિપત્ર પર શિક્ષણમંત્રીએ આપી પ્રતિક્રિયા
Stray Dog Survey Gujarat: ગુજરાતમાં એક નવો પરિપત્ર (Circular) જાહેર કરવામાં આવ્યો છે, જેણે રાજ્યભરના શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. SIR ની ત્રણ મહિનાની સઘન કામગીરી હજુ માંડ પૂર્ણ થઈ છે, ત્યાં જિલ્લા શિક્ષણ વિભાગ (District Education Department) દ્વારા શિક્ષકોને સરકારી સંસ્થાઓમાં રખડતા શ્વાન (Stray Dogs) ની માહિતી એકત્રિત કરવાની નવી જવાબદારી સોંપવામાં આવી છે.
Stray Dog Survey Gujarat: "શિક્ષણ વ્યવસ્થા પાતાળમાં ગઈ"
આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસ પ્રવક્તા (Congress Spokesperson) ડૉ. મનીષભાઈ દોશી (Dr. Manish Doshi) એ જણાવ્યું છે કે, ગુજરાત જે એક સમયે શિક્ષણ ક્ષેત્રે દેશમાં 10મા ક્રમે હતું, તે આજે ગબડીને 21મા ક્રમે પહોંચી ગયું છે. તેમણે આક્ષેપ કર્યો કે શિક્ષકોને ભણાવવાને બદલે બિન-શૈક્ષણિક કામગીરીમાં જોતરી દેવામાં આવે છે, ડૉ. દોશીએ માંગ કરી છે કે આવી જવાબદારીઓ અન્ય કર્મચારીઓ (Government Employees) ને સોંપવી જોઈએ.
Stray Dog Survey Gujarat: "સુપ્રીમ કોર્ટનો આદેશ છે"
સામે પક્ષે, શિક્ષણ મંત્રી (Education Minister) ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા (Dr. Pradyuman Vaja) એ આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, વિપક્ષને આક્ષેપ કરવાનો અધિકાર છે, પરંતુ આ નિર્ણય સુપ્રીમ કોર્ટ (Supreme Court) ના આદેશના અનુસંધાને લેવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે શિક્ષકોએ માત્ર પોતાની શૈક્ષણિક સંસ્થા (Educational Institution) ના સંકુલમાં જ આ કામગીરી કરવાની છે અને તેમને બહાર ક્યાંય જવાની જરૂર નથી.
આ પણ વાંચોઃ MLA ગોપાલભાઈ ઈટાલિયા પર કરેલા આક્ષેપનો Pravin Ram નો સણસણતો જવાબ!


