Tera Tujhko Arpan: હર્ષભાઇ સંઘવીના હસ્તે ફ્લેટ, રોકડ, સોનું-ચાંદી અને દસ્તાવેજો સોંપાયા, નાગરિકોના ચહેરા પર સ્મિત
Gujarat Police Initiative: ગાંધીનગર ખાતે આયોજિત રાજ્ય સ્તરના ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લા પોલીસે નોંધપાત્ર અને સંવેદનશીલ કામગીરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે છેતરપિંડી, વ્યાજખોરી અને અંધશ્રદ્ધાનો ભોગ બનેલા નિર્દોષ નાગરિકોને કરોડો રૂપિયાની કિંમતની સ્થાવર-જંગમ મિલકતો તેમજ મુદ્દામાલ વિધિવત પરત સોંપવામાં આવ્યો હતો. આ પહેલ હેઠળ ₹26 લાખનો ફ્લેટ, ₹37 લાખથી વધુની રોકડ-ચેક, 7 વીઘા જમીન સહિત મકાન-હોટલના અસલ દસ્તાવેજો અને સોના-ચાંદીના દાગીના લાભાર્થીઓને સોંપી રાહત અપાઈ હતી.
Advertisement
Tera Tujhko Arpan: ગુજરાત પોલીસ દ્વારા નાગરિકોના જાનમાલની સુરક્ષા અને છેતરપિંડી કે ગુનાખોરીમાં ગુમાવેલી સંપત્તિ મૂળ માલિકોને પરત અપાવવા શરૂ કરાયેલા સંવેદનશીલ અભિયાન ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત આણંદ જિલ્લા પોલીસે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. પાટનગર ગાંધીનગર ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદહસ્તે આણંદ જિલ્લાના છેતરપિંડી, વ્યાજખોરી તેમજ અંધશ્રદ્ધાનો ભોગ બનેલા પીડિતોને તેમની પડાવી લેવાયેલી કરોડોની કિંમતની મિલકતો અને કિંમતી મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો હતો.

