Gujarat BJP સંગઠનને લઈ સૌથી મહત્વના સમાચાર આવ્યા
- Gujarat BJP: જિલ્લા અને મહાનગરમાં પદ નિયુક્તિ માટે સ્ક્રૂટીની શરૂ
- ગાંધીનગરમાં જિલ્લા, મહાનગરના પ્રભારી, પ્રમુખોને બોલાવાયા
- પસંદગી માટે પ્રભારી, જિલ્લા મહાનગર પ્રમુખને એક પછી એક તેડું
Gujarat BJP: ગુજરાત ભાજપ સંગઠનને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં જિલ્લા અને શહેર ભાજપ સંગઠનની બાકી રહેલ નિયુક્તિઓને લઈ કવાયત તેજ થઇ છે. તેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે જિલ્લા સંગઠનની બાકી નિયુક્તિઓ અંગે કવાયત શરૂ કરી છે. તબક્કાવાર બાકી રહેલા જિલ્લાઓ અને શહેરનું માળખું તૈયાર કરાઇ રહ્યું છે. જિલ્લા અને શહેર જિલ્લાના બાકી નિયુક્તિઓ ટુક સમયમાં જાહેર થશે.
છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા શહેર ભાજપની નિયુક્તિઓ અંગે બેઠકો
છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા શહેર ભાજપની નિયુક્તિઓ અંગે બેઠકો થઈ રહી છે. પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી દ્વારા જિલ્લા અને શહેરના હોદેદારો સાથે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે. જિલ્લા અને શહેર સંકલનમાંથી આવેલા નામોના પર પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી નામોની સ્ક્રૂટીની કરી રહયા છે. જેમાં જિલ્લા અને શહેર સાથે બાકી રહેલ પ્રદેશ માળખા અંગે પણ કવાયત તેજ કરાઇ છે. અમદાવાદ પ્રદેશ ભાજપ સંગઠનમાં નિયુક્તિની કવાયત શરૂ થઇ છે. જિલ્લા અને મહાનગરમાં પદ નિયુક્તિ માટે સ્ક્રૂટીની શરૂ છે. તેમાં જિલ્લા અને મહાનગર પ્રમુખ ટીમ નક્કી કરવા બેઠકોનો દોર થયો છે.
ગુજરાત ભાજપ સંગઠનને લઈને સૌથી મહત્વના સમાચાર | Gujarat First @BJP4Gujarat @J_I_Vishwakarma @narendramodi @AmitShah @Bhupendrapbjp @sanghaviharsh #GujaratBJP #PoliticalNews #GujaratPolitics #PoliticalUpdate #BreakingNews #gujaratfirst pic.twitter.com/2sPxyiFiY6
— Gujarat First (@GujaratFirst) December 26, 2025
Gujarat BJP: ગાંધીનગરમાં જિલ્લા, મહાનગરના પ્રભારી, પ્રમુખોને બોલાવાયા
ગાંધીનગરમાં જિલ્લા, મહાનગરના પ્રભારી, પ્રમુખોને બોલાવાયા છે. પસંદગી માટે પ્રભારી, જિલ્લા મહાનગર પ્રમુખને એક પછી એક તેડું છે. પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના નિવાસસ્થાને બેઠકોનો દોર થઇ રહ્યો છે. જિલ્લા અને મહાનગર ભાજપ સંગઠનની ગાઇડલાઈન અપાઈ છે. બે વખત મહામંત્રી પદે હોય તે અગ્રણીને ત્રીજી ટર્મ નહીં. તથા તમામ નિયુક્તિમાં સર્વ સમાજને સ્થાન મળે તેનું ધ્યાન રખાશે. સંગઠનમાં મહામંત્રી, ઉપપ્રમુખ પદની પસંદગીને આખરી ઓપ અપાયો છે. મોરચાઓના પ્રમુખની પસંદગીને પણ અપાયો આખરી ઓપ અપાઇ ગયો છે.
સંકલન સમિતિઓમાંથી આવેલા નામો પર વિગતવાર સ્ક્રૂટિની
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ અને સંગઠન મહામંત્રીની વચ્ચે છેલ્લા એક સપ્તાહથી સતત બેઠકો ચાલી રહી છે. આ બેઠકોમાં જિલ્લા અને શહેર સ્તરે સંકલન સમિતિઓમાંથી આવેલા નામો પર વિગતવાર સ્ક્રૂટિની કરવામાં આવી રહી છે. જ્ઞાતિગત અને વિસ્તારગત સમીકરણોને ધ્યાનમાં રાખીને આ નિયુક્તિઓ કરવામાં આવશે, જેથી પાર્ટીનું સંગઠન વધુ સંતુલિત અને કાર્યક્ષમ બને. ઓક્ટોબર 2025માં જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બાદ પ્રદેશ સ્તરનું માળખું મોટે ભાગે તૈયાર થયું છે. હવે જિલ્લા અને શહેર સ્તરે બાકી રહેલા હોદ્દાઓને ભરવા માટે તબક્કાવાર જાહેરાતો કરવામાં આવશે. આ પ્રક્રિયાથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને મજબૂત કરવાનો હેતુ છે.
આ પણ વાંચો: Udaipur: ચાલતી કારમાં મહિલા મેનેજર પર ગેંગરેપ, IT કંપનીના CEO સહિત 3 લોકોની ધરપકડ


