ઉત્તરાયણના બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે થશે આ શુભ કાર્યો, જાણો આજનો કાર્યક્રમ
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ
- ગાંધીનગરમાં નવીન બેરેજનું અમિતભાઈ કરશે ખાતમુહૂર્ત
- ગાંધીનગરમાં માણસા સર્કિટ હાઉસનું કરશે લોકાર્પણ
- અમદાવાદમાં ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ બોન બેન્કનું લોકાર્પણ
Amit Shah Visit: દર વર્ષની જે આ વર્ષે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah )ઉત્તરાયણ(Uttarayan)ની ઉજવણી અમદાવાદ ખાતે કરી હતી. ત્યારે આજે એટલે કે 15 જાન્યુઆરીના રોજ ગુજરાત પ્રવાસનો બીજો દિવસે ગાંધીનગર જિલ્લાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપનાર છે.
રામજી મંદિરના દર્શન કરશે
જેમાં અંબોડમાં રૂપિયા 200 કરોડના ખર્ચે તૈયાર થનાર બેરેજનું ખાતમુહૂર્ત કરશે. ગોલથરામાં સરકારી યોજનાના લાભાર્થી કેંપોની મુલાકાત લેશે, ત્યારે નારદીપુરમાં રામજી મંદિરના દર્શન કરશે. ઉપરાંત કલોલ-સાણંદ રોડના ફોરલેન કરવાના નવા કામનું ખાતમુહૂર્ત કરશે.
અમિત શાહના હસ્તે ઓડિટોરિયમનું ખાતમુહૂર્ત કરશે
કલોલમાં નવનિર્મિત ઓડિટોરિયમનું લોકાર્પણ તથા નવીન કામોનું ખાતમુહૂર્ત અમિત શાહના હસ્તે કરવામાં આવનાર છે. બીજી તરફ કલોલ પાસે સૈજ ગામને જોડતા રેલવે અંડરબ્રિજનું લોકાર્પણ કરશે અને શેલ્બિ હોસ્પિટલ દ્વારા તૈયાર થયેલી બોન બેંકનું લોકાર્પણ આજના દિવસે અમિત શાહ કરનાર છે.
આ પણ વાંચો -Gujarat: સમગ્ર રાજ્યમાં 3 હજાર 707 ઈમરજન્સીના કેસ નોંધાયા
પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કર્યું
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મકરસંક્રાંતિના પાવન દિવસે રાજ્યમાં શહેર પોલીસ તંત્રની અતિ આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઈન તથા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરીને મોટી ભેટ આપી હતી. આ ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ પ્રોત્સાહક બની રહી હતી. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશન બિલ્ડિંગ અને 920 પોલીસ પરિવાર માટેના 13 માળના 18 બ્લોક્સનું નિર્માણ કરવામાં આવશે.


