ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સેવા, સંકલ્પ અને સમર્પણના ત્રણ વર્ષ

CM Bhupendra Patel: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સેવા, સંકલ્પ અને સમર્પણના ત્રણ વર્ષ 12 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થયા છે. 156 બેઠકોના ઐતિહાસિક જનસમર્થન સાથે રાજ્યના 18મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી છે. આ અવધિ દરમિયાન સુશાસન, સેવા અને વિકાસના નવા ધોરણો સ્થાપિત થયા છે.
08:10 AM Dec 12, 2025 IST | SANJAY

Chief Minister, Bhupendrabhai Patel, Gujarat, CMO, Ahmedabad, BJP

CM Bhupendra Patel: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સેવા, સંકલ્પ અને સમર્પણના ત્રણ વર્ષ 12 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થયા છે. 156 બેઠકોના ઐતિહાસિક જનસમર્થન સાથે રાજ્યના 18મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી છે. આ અવધિ દરમિયાન સુશાસન, સેવા અને વિકાસના નવા ધોરણો સ્થાપિત થયા છે.

ત્રણ વર્ષોમાં લોકકેન્દ્રિત નીતિઓએ રાજ્યને અનેક ક્ષેત્રોમાં અગ્રેસર બનાવ્યું

ત્રણ વર્ષોમાં લોકકેન્દ્રિત નીતિઓએ રાજ્યને અનેક ક્ષેત્રોમાં અગ્રેસર બનાવ્યું છે. તેમના નેતૃત્વમાં ગુજરાતે G-20 બેઠકો અને 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સફળ આયોજન કર્યું, તેમજ પ્રથમવાર ચાર પ્રદેશોમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસ યોજીને સ્થાનિક મહત્વાકાંક્ષાઓને ‘વિકસિત ભારત @2047’ અને ‘વિકસિત ગુજરાત @2047’ના વિઝન સાથે સંરેખિત કર્યા.

CM Bhupendra Patel: ઝડપી સંકલન વડે સંકટ વ્યવસ્થાપનનો અનોખો દાખલો

વર્ષ 2025ની એર ઇન્ડિયા દુર્ઘટનામાં મુખ્યમંત્રીએ સંવેદનશીલ અને ઝડપી સંકલન વડે સંકટ વ્યવસ્થાપનનો અનોખો દાખલો પૂરો પાડ્યો. આ વર્ષે ‘શહેરી વિકાસ વર્ષ’ જાહેર કરીને રાજ્યના શહેરોને આધુનિક, હરિત અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું.

રમતગમત ક્ષેત્રે પણ ગુજરાતે વૈશ્વિક ગૌરવ મેળવ્યું છે

રમતગમત ક્ષેત્રે પણ ગુજરાતે વૈશ્વિક ગૌરવ મેળવ્યું છે અને આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા સહાયક નીતિઓના કારણે કૉમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની કરવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો છે. સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને ડિજિટલ ગવર્નન્સ જેવા ક્ષેત્રોમાં ગુજરાતે નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. રાજ્ય આજે સેમિકન્ડક્ટર અને રિન્યુએબલ એનર્જી હબ બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત વડાપ્રધાનના “વિકસિત ભારત @2047”ના વિઝનને સાકાર કરવા દૃઢપણે આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચો: 12 December 2025 Rashifal: આ 3 રાશિઓ પર મહેરબાન થશે માતા લક્ષ્મી, મોટા નાણાકીય લાભની શક્યતા

Tags :
AhmedabadBhupendrabhai PatelBJPChief MinisterCM Bhupendra PatelCMOGujarat
Next Article