"એ જરૂરી નથી કે તમે જે કરો છો તે જ બેસ્ટ છે" Crime Conference માં નાયબ મુખ્યમંત્રીની પોલીસ અધિકારીઓને ટકોર
- ગાંધીનગરમાં (Gandhinagar) બે દિવસીય ક્રાઇમ કોન્ફરન્સનું (Crime Conference) આયોજન
- મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિ
- મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ
- રાજ્યના પોલીસ વડા, કમિશનર રહ્યા હાજર
- સાયબર ક્રાઈમ, આતંકવાદ સહિતના મુદ્દા પર ચર્ચા
- નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પોલીસ અધિકારીઓને સીધી ટકોર
Gujarat Police Crime Conference: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ગાંધીનગર (Gandhinagar) ખાતે બે દિવસીય ક્રાઇમ કોન્ફરન્સનું (Crime Conference) આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યો હતો. રાજ્યના પોલીસ વડા (ડીજીપી) વિકાસ સહાય સહિત તમામ સિનિયર પોલીસ અધિકારીઓ, કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓ આ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા.આ કોન્ફરન્સમાં સ્માર્ટ પોલીસિંગ, સ્માર્ટ ટેક્નોલોજીનો ઉપયોગ, સાયબર ક્રાઇમ, નાર્કોટિક્સ તથા આતંકવાદ સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. વર્ષના અંતમાં આવી કોન્ફરન્સનું આયોજન કરીને પોલીસની કામગીરીનું આત્મમંથન કરવામાં આવ્યું અને ભવિષ્યમાં વધુ ઉત્તમ કામગીરી માટેના માર્ગો નક્કી કરવામાં આવ્યા.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પોલીસ અધિકારીઓને સીધી ટકોર
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોતાના સંબોધનમાં પોલીસ અધિકારીઓને ખુલ્લા મને સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, "બધા જ અનુભવી પોલીસ અધિકારીઓ છે, પરંતુ એ જરૂરી નથી કે તમે જે કરો છો તે જ બેસ્ટ છે. તમારા કરતા અન્ય જિલ્લામાં પણ પોલીસની કામગીરી સારી થતી હશે. અન્યની સારી વસ્તુઓ આપણે શીખવાની છે."તેમણે વધુમાં જણાવ્યું કે, નવી વસ્તુઓ શીખવા માટે ઈગો બહાર મૂકીને આવવું પડશે. પોલીસ અધિકારીઓને સૂચના આપતાં તેમણે કહ્યું કે, "પોતાના મોબાઈલ ફોન બહાર મૂકીને આવો." તેમણે ભાર મૂક્યો કે, બધા જ પોલીસ અધિકારીઓ પાસે બધી જ આવડત હોવી જરૂરી નથી. વર્દી પહેરી છે, પણ વર્દી બહાર મૂકીને બધાના નવા વિચારોને આવકારવા તૈયાર રહેવું જોઈએ.
ગાંધીનગર ખાતે પોલીસની ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન
CM ભૂપેન્દ્રભાઈ અને DyCM હર્ષભાઈએ કરાવ્યો પ્રારંભ
રાજ્યના તમામ SP અને શહેર પોલીસ કમિશનર હાજર@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @GujaratPolice #Gandhinagar #CrimeConference #LawAndOrder #PoliceConference #CyberCrime… pic.twitter.com/bsMJFIrrHh— Gujarat First (@GujaratFirst) December 23, 2025
મુખ્ય સચિવ એમ.કે. દાસનું મહત્વનું નિવેદન
મુખ્ય સચિવ એમ.કે. દાસે વિશ્વમાં બનેલી મોટી ઘટનાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ગુજરાત ખૂબ સુરક્ષિત છે અને આ માટે મુખ્યમંત્રીનો આભાર માનું છું. તેમણે ઓસ્ટ્રેલિયામાં થયેલા અંધાધૂંધ ફાયરિંગ, અમેરિકાની યુનિવર્સિટીમાં પાણીના પ્લાન્ટમાં હેકિંગ દ્વારા પીપીએમ વધારી દેવાના કિસ્સા તથા હમાસ દ્વારા હેકિંગનો ઉલ્લેખ કર્યો.તેમણે કહ્યું કે, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં જેન ઝીને ભડકાવવાના પ્રયાસો થયા, પરંતુ આપણા દેશમાં તે સફળ ન થઈ શક્યા. આપણે ખૂબ સતર્ક રહેવાની જરૂર છે અને ઈન્ટેલિજન્સ પર ખૂબ ભાર મૂકવાની જરૂર છે.
ડીજીપી વિકાસ સહાયનું સંબોધન
ડીજીપી વિકાસ સહાયે કહ્યું કે, વર્ષના અંતમાં આ કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે અને દરેક એકમમાં થયેલી કામગીરી સરાહનીય છે. ડ્રાઈવ અને કોમ્યુનિટી રીચમાં સારી કામગીરી કરવામાં આવી છે, જેનાથી મને ખૂબ ગર્વ છે.તેમણે જણાવ્યું કે, વ્યવસ્થામાં સુધારણાનો અવકાશ હંમેશા રહે છે. આત્મમંથન કરીને સુધારણા કરવામાં આવશે. બે દિવસની આ કોન્ફરન્સમાં જિલ્લા પોલીસ વડા અને કમિશનરો પોતાના વિસ્તારમાં થયેલી સારી કામગીરીનું પ્રેઝન્ટેશન આપશે. સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સ જેવા પડકારો પર ઉચ્ચ અધિકારીઓ પ્રેઝન્ટેશન આપશે. આ કાર્યક્રમ પછી ભવિષ્યમાં ગુજરાત પોલીસ વધુ ઉત્તમ કામગીરી કરશે.
આ પણ વાંચો: Rajkot: ધમેન્દ્ર રોડ પર પાથરણાવાળાના વિરોધમાં વેપારીઓ આજે અડધો દિવસ બંધ પાળશે


