Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar: ટાઈફોઈડને રોકવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ એક્શનમાં, જાણો શું આપ્યા આદેશ!

Gandhinagar ના સેકટર 24, 28 અને આદિવાડામાં દૂષિત પાણીથી ફેલાયેલા ટાઈફોઈડ અંગે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને વહીવટી તંત્ર સાથે ચર્ચા કરી યુદ્ધના ધોરણે પાઈપલાઈન સમારકામ અને દર્દીઓને નિષ્ણાંત સારવાર આપવાના આદેશ આપ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના પરિવારો માટે ભોજનની સુવિધા સુનિશ્ચિત કરવા પણ સૂચના આપી છે.
gandhinagar  ટાઈફોઈડને રોકવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ એક્શનમાં  જાણો શું આપ્યા આદેશ
Advertisement
  • Gandhinagar માં ટાઇફોઇડનો રોગચાળો વધ્યો
  • ટાઇફોઇડની સ્થિતિ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ચિંતિત
  • અમિતભાઈ શાહે તંત્રને યુદ્ધના ધોરણે કામગીરી કરવા આપ્યા આદેશ

Gandhinagar:ગાંધીનગર શહેરના સેકટર 24, 28 અને આદિવાડા વિસ્તારમાં પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા દૂષિત પાણીના કારણે મોટી સંખ્યામાં બાળકો અને નાગરિકો ટાઈફોઈડ (Typhoid) ની ઝપેટમાં આવ્યા છે. આ ગંભીર સ્થિતિને ધ્યાને લેતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ (Amitbhai Shah) સતર્ક થયા છે. તેમણે તંત્રને આ પરિસ્થિતિ સામે યુદ્ધના ધોરણે કામગીરી કરવા અને નાગરિકોને ત્વરિત રાહત પહોંચાડવાના કડક આદેશ આપ્યા છે.

વકરતી ટાઈફોડની બિમારી અંગે જાણ થતા જ કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghvi), ગાંધીનગર જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે ટેલિફોનિક ચર્ચાઓ કરી હતી. તેમણે વર્તમાન પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો અને સંક્રમણ અટકાવવા માટે લેવાયેલા પગલાઓની સમીક્ષા કરી હતી. તેમણે સ્પષ્ટ સૂચના આપી છે કે વહીવટી તંત્ર જરા પણ ઢીલાશ ન રાખે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સેનિટાઈઝેશન અને શુદ્ધ પાણીની વ્યવસ્થા તાકીદે કરવામાં આવે.

Advertisement

Advertisement

Gandhinagar: સારવાર પર ભાર મૂક્યો

અમિતભાઈ શાહે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી સૂચના આપી છે કે અસરગ્રસ્ત બાળકો અને અન્ય દર્દીઓને નિષ્ણાંત તબીબોની દેખરેખ હેઠળ સચોટ અને ઝડપી સારવાર મળે તે સુનિશ્ચિત કરવામાં આવે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ (Patients) ની સંખ્યા વધતા ત્યાં ખાસ વ્યવસ્થા કરવા જણાવાયું છે. વધુમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સગાઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેમના ભોજનની યોગ્ય વ્યવસ્થા કરવા માટે પણ તેમણે તંત્રને સૂચિત કર્યું છે.

પાઈપલાઈનનું સમારકામ અને નિવારક પગલાં

પાઈપલાઈન લીકેજ અંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કડક વલણ અપનાવ્યું છે. સેકટર 24, 28 અને આદિવાડામાં જ્યાં લીકેજ છે તેનું તાત્કાલિક સમારકામ કરવાના આદેશ આપ્યા છે. આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ અન્ય વિસ્તારોમાં ન ફેલાય તે માટે આસપાસના તમામ રહેણાંક વિસ્તારોમાં પાઈપલાઈનની સઘન ચકાસણી (Intensive Checking) કરવાની સૂચના આપી છે. તેમણે અધિકારીઓને જણાવ્યું છે કે પાણીના નમૂનાઓનું સતત પરીક્ષણ કરવામાં આવે અને જ્યાં સુધી સ્થિતિ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી કામગીરી ચાલુ રાખવી.

આ પણ વાંચોઃ Gandhinagar: દૂષિત પાણીથી રોગચાળો વકર્યો, અઠવાડિયામાં ટાઇફોઇડના 67 કેસ, શું છે સ્થિતિ?

Tags :
Advertisement

.

×