Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Union Budget 2026: "ગુજરાતના ઉદ્યોગ અને પ્રવાસન માટે સુવર્ણ અવસર" મુખ્યમંત્રી CM ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય બજેટને વધાવ્યું

Union Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં તેમનું 9મું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું, જેમાં દેશના માળખાગત વિકાસ અને સામાન્ય નાગરિકોની જરૂરિયાતો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendrabhai Patel) કેન્દ્રીય બજેટને 'સર્વસમાવેશી અને સર્વસ્પર્શી' ગણાવતા આવકાર્યું છે.
union budget 2026   ગુજરાતના ઉદ્યોગ અને પ્રવાસન માટે સુવર્ણ અવસર  મુખ્યમંત્રી cm ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય બજેટને વધાવ્યું
Advertisement
  • કેન્દ્રીય બજેટ (Union Budget) અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) ની પ્રક્રિયા
  • કર્તવ્ય પથ પર તૈયાર થયેલ બજેટ ત્રણ કર્તવ્ય પર આધારિત
  • બધા જ ક્ષેત્રો અને વર્ગો ને આવરી લેતું બજેટ
  • કેન્દ્રના બજેટની ઘણી બાબતોનો લાભ ગુજરાતને મળશે

Union Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman ) આજે સંસદમાં તેમનું 9મું કેન્દ્રીય બજેટ (Union Budget) રજૂ કર્યું હતું, જેમાં દેશના માળખાગત વિકાસ અને સામાન્ય નાગરિકોની જરૂરિયાતો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendrabhai Patel) કેન્દ્રીય બજેટને 'સર્વસમાવેશી અને સર્વસ્પર્શી' ગણાવતા આવકાર્યું છે. તેમણે જણાવ્યું કે આ ત્રણ કર્તવ્યોમાં સમાજના બધાં જ ક્ષેત્રોને અને દરેક વર્ગને “સૌના સાથ, સૌના વિકાસના” મંત્રથી આવરી લેવાનો ખૂબ જ સરાહનીય અભિગમ રાખવામાં આવ્યો છે. આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેમિકન્ડક્ટર અને એમ.એસ.એમ.ઇ. ક્ષેત્ર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેનો સીધો લાભ ગુજરાતના લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendrabhai Patel) કેન્દ્રીય બજેટ (Union Budget) ને વધાવ્યું

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે , મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રોમાં ઉદ્યોગોને જે પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યાં છે તે પણ ગુજરાતના મેન્યુફેક્ચરીંગ સેક્ટરને બૂસ્ટ અપ કરશે. પૂર્વ ભારતના દાનકુનીથી સુરત સુધીના ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરથી રાજ્યના વ્યાપાર-ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્ર માટે ઝડપી લોજિસ્ટીક્સ સેવાઓ મળતી થશે.

Advertisement

ટેક્સટાઇલ અને કેમિકલ સેક્ટર માટે ગેમ-ચેન્જર સાબિત થશે આ બજેટ

ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે.ત્રણ કેમિકલ પાર્ક્સની જાહેરાત તથા બાયોફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે 10 હજાર કરોડની જે જાહેરાત થઈ છે તેનો પણ લાભ ગુજરાતના આ ક્ષેત્રના ઉદ્યોગોને મળશે.

Advertisement

ગુજરાત દેશમાં મ્યુનિસીપલ બોન્ડ ઇશ્યૂમાં અગ્રેસર રહ્યું

આ બજેટમાં મ્યુનિસીપલ બોન્ડ માટે જે પ્રોત્સાહન જાહેર થયાં છે તેનો લાભ ગુજરાતની મ્યુનિસીપાલીટીઝને પણ મળશે. 5 લાખથી વધુ વસ્તી વાળા ટીયર-ટુ અને ટીયર-થ્રી શહેરોને સિટી ઇકોનોમિક રિજીયોન બનાવવાની જાહેરાતથી રાજ્યના નાના શહેરોનો સુગ્રથિત વિકાસ વેગવંતો બનશે.

લોથલ-ધોળાવીરાના વિકાસથી ગુજરાતની વિરાસત વૈશ્વિક બનશે

જામનગરનાં ગ્લોબલ ટ્રેડીશનલ મેડિસીન સેન્ટરને અપગ્રેડ કરવાની જાહેરાતથી પરંપરાગત ઔષધિઓના સંશોધનનો વ્યાપ વિશ્વભરમાં થશે.

લોથલ અને ધોળાવીરાનો દેશની 15 પુરાતત્વીય વિરાસત ક્લસ્ટર ટુરીઝમ ડેવલોપમેન્ટમાં સમાવેશ થયો છે તેનાંથી પ્રવાસન દ્વારા ગુજરાતમાં ‘વિરાસત ભી, વિકાસ ભી’નો અભિગમ સાકાર થશે.

દેશમાં 20 આઇકોનિક પ્રવાસન સ્થળો માટે 10 હજાર ટુરીસ્ટ ગાઇડ તૈયાર કરવાની યોજનાથી ગુજરાતના આઇકોનિક ટુરિસ્ટ પ્લેસીઝમાં સ્થાનિક રોજગારીની તકો વધશે.

કૃષિ, પશુપાલન-મત્સ્યોદ્યોગ, સ્વસહાય જૂથો, ગ્રામીણ અર્થતંત્ર, સૌના વિકાસને પ્રાધાન્ય અપાયું છે.

"સર્વગ્રાહી અને સર્વસમાવેશી,વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરતું બજેટ"

સમગ્રતયા આ બજેટ સર્વસમાવેશી, સર્વ સ્પર્શીય અને સામાન્યમાં સામાન્ય માનવી સહિત સૌના સર્વગ્રાહિ વિકાસ, કલ્યાણ તથા વિકસિત અને આત્મનિર્ભર ભારત માટેના તેમના યોગદાનને વધુ પ્રેરણા આપતું બજેટ છે.

આ પણ વાંચો:  Union Budget 2026: 'સસ્તી દવાઓ, 2.5 લાખ નોકરીઓ, 3 નવી આયુર્વેદિક સંસ્થાઓ', બજેટમાં આરોગ્ય ક્ષેત્ર માટે મોટી જાહેરાતો

Tags :
Advertisement

.

×