કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી Amit Shah આવશે ગુજરાત, 3 દિવસનાં પ્રવાસમાં રાજકીય બેઠકો સંભવ
- કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી Amit Shah આવશે ગુજરાત
- ગુજરાતનાં ત્રણ દિવસના પ્રવાસે આવશે કેન્દ્રીય ગૃહમંત્રી
- 14, 15 અને 16 જાન્યુઆરીનાં રોજ ગુજરાત પ્રવાસે રહેશે
- સંસદીય વિસ્તારમાં પતંગોત્સવમાં હાજરી આપશે
કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ (Amit Shah) ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવવાનાં છે. 14, 15 અને 16 જાન્યુઆરીનાં ગુજરાતનાં ત્રણ દિવસનાં પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી સંસદીય વિસ્તારમાં યોજાનારા પતંગોત્સવમાં (Kites Festival) હાજરી આપશે. ઉપરાંત, અમિત શાહના આ પ્રવાસ દરમિયાન BJP સંગઠનની રચના સંદર્ભે રાજકીય બેઠકો પણ સંભવ છે.
આ પણ વાંચો -Amreli : પરેશ ધાનાણીનો કૌશિક વેકરીયાને ખુલ્લો પડકાર! કહ્યું- આવતીકાલે રાજકમલ ચોક ખાતે..
14, 15 અને 16 જાન્યુઆરીનાં રોજ ગુજરાત પ્રવાસે રહેશે
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિત શાહ (Amit Shah) ત્રણ દિવસનાં ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. 14, 15 અને 16 જાન્યુઆરીનાં રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી ગુજરાતનાં પ્રવાસે રહેશે. આ પ્રવાસ દરમિયાન અમિત શાહ સંસદીય વિસ્તાર ગાંધીનગરમાં (Gandhinagar) 2 થી 3 જગ્યાએ યોજનારા પતંગોત્સવમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મકરસંક્રાંતિનાં દિવસે પતંગ ચગાવીને તહેવારની ઉજવણી કરશે.
આ પણ વાંચો -Mahakumbh 2025 : કુંભમેળામાં જવાનું વિચારી રહ્યો છો ? આવ્યા આ સારા સમાચાર, વાંચો વિગત
ભાજપ સંગઠનની રચના સંદર્ભે રાજકીય બેઠકો સંભવ
નોંધનીય છે કે, ભાજપ સંગઠન નવરચના વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ ગુજરાત પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. તેમનાં આ પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપ સંગઠનની રચના સંદર્ભે રાજકીય બેઠકો પણ યોજી શકે છે. જણાવી દઈએ કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યમાં મહાનગરપાલિકા અને જિલ્લા પ્રમુખોની વરણી માટે પ્રક્રિયા હાથ ધરાઈ છે.
આ પણ વાંચો -HMPV ને લઈ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં! સિવિલ હોસ્પિટલમાં શરૂ કરી તૈયારી