Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amit Shah in Gujarat : આપણી ત્રણેય સેનાએ ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, પાકિસ્તાનમાં આતંકી સંગઠનોનાં ઠેકાણાઓને ધ્વસ્ત કરીને પહેલગામનાં આતંકી હુમલાનો બદલો લેવામાં આવ્યો છે.
amit shah in gujarat   આપણી ત્રણેય સેનાએ ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો   અમિત શાહ
Advertisement
  1. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાતનાં પ્રવાસે (Amit Shah in Gujarat)
  2. 'ઓપરેશ સિંદૂર' નું નામકરણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું : અમિત શાહ
  3. ''સિંદૂર' નામ રાખવાનું એ બહેનો માટે હતું, જેમના પતિની આતંકીઓએ હત્યા કરી હતી'
  4. પાકિસ્તાનની સીમામાં 100 કિમી અંદર જઇને જવાબ આપવામાં આવ્યો : અમિત શાહ
  5. આપણી ત્રણેય સેનાએ ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો છે : અમિત શાહ

Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) આજથી ગુજરાતનાં બે દિવસીય પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગર-અમદાવાદમાં (Gandhinagar-Ahmedabad) કરોડોનાં વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. ગાંધીનગરમાં તેમણે રૂ.700 કરોડનાં વિકાસલક્ષી કામોનું લોકાર્પણ-ભૂમિપૂજન કર્યું. સાથે કોલવડા ખાતે જાહેરસભા પણ સંબોધી અને પાકિસ્તાન (Pakistan) પર આકરા પ્રહાર કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, 'ઓપરેશ સિંદૂર' નું (Operation Sindoor) નામકરણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - Gandhinagar : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું નિવેદન, Operation Sindoor નું નામકરણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યું

Advertisement

Advertisement

'ઓપરેશ સિંદૂર' નું નામકરણ PM નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું : અમિત શાહ

ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું કે, 'ઓપરેશ સિંદૂર' નું નામકરણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા કરવામાં આવ્યું હતું. 'સિંદૂર' નામ રાખવાનું એ બહેનો માટે હતું, જેમના પતિની આતંકીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, પાકિસ્તાનમાં આતંકી સંગઠનોનાં ઠેકાણાઓને ધ્વસ્ત કરીને પહેલગામનાં આતંકી હુમલાનો (Pahalgam Terrorist Attack) બદલો લેવામાં આવ્યો છે. પાકિસ્તાનની સીમામાં 100 કિમી અંદર જઇને પાકને જવાબ આપવામાં આવ્યો છે. આતંકવાદી કેટલા બધા કેમ્પમાં છુપાઈને બેઠા હતા. આતકીઓને સ્પષ્ટ સંદેશ છે કે કોઈ પણ હુમલાનો જવાબ ડબલ જુસ્સા સાથે આપવામાં આવશે.

આ પણ વાંચો - PM Modi in Gujarat : રક્ષામંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી બાદ PM મોદી પણ આવશે ગુજરાત! વાંચો વિગત

ભારતીય સેનાએ 100 કિમી અંદર જઈને આતંકી અડ્ડાઓને ધ્વસ્ત કર્યા : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ભારતે આપણા સંસ્કાર પ્રમાણે જવાબ આપ્યો છે. પાકિસ્તાનની સેના દ્વારા નિર્દોષ જનતા પર હુમલો કરવાનો પ્રયાસ કરાયો. પરંતુ, આપણી એર ડિફેન્સ સિસ્ટમ (Air Defense System) એટલી મજબૂત હતી કે પાકિસ્તાનની એક પણ મિસાઇલ જમીન સુધી ન પહોંચી શકી. 9 તારીખે ભારતે 15 જગ્યાઓ પર પાકમાં હુમલો કર્યો હતો. આપણી સેનાએ પાકિસ્તાનનાં એરબેઝ તબાહ કરી દીધા. આપણી સેનાએ (Indian Army) બતાવી દીધું કે તમે અમારી મિસાઈલ રોકી શકશો નહીં. આખી દુનિયાએ ભારતીય સેનાની બહાદુરી જોઈ. આ પહેલીવાર હતું જ્યારે ભારતીય સેનાએ 100 કિમી અંદર જઈને આતંકી અડ્ડાઓને ધ્વસ્ત કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, આપણી ત્રણેય સેનાએ ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો છે. આજે પુરી દુનિયા આપણી ભારતીય સેનાની વીરતાનાં બખાણ કરી રહી છે. ત્રણેય સેનાનાં જવાનોને હું સલામ કરું છું.

આ પણ વાંચો - Surat : ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે - C.R. Patil

Tags :
Advertisement

.

×