ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

AmitBhai Shah : ગાંધીનગરમાં CM, DYCM, મુખ્ય સચિવ, અધિકારીઓ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની બેઠક

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રિય ગૃહ તેમ જ સહકારીતા મંત્રી અમિતભાઈ શાહની (AmitBhai Shah in Gujarat) અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) તેમ જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની (Harsh Sanghvi) ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભામાં તળાવોનાં ઇન્ટર લિંકિંગ પ્રોજેક્ટ સંદર્ભમાં રાજ્યના મુખ્ય સચિવ તથા સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક યોજાઈ હતી.
12:40 AM Dec 06, 2025 IST | Vipul Sen
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રિય ગૃહ તેમ જ સહકારીતા મંત્રી અમિતભાઈ શાહની (AmitBhai Shah in Gujarat) અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) તેમ જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની (Harsh Sanghvi) ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભામાં તળાવોનાં ઇન્ટર લિંકિંગ પ્રોજેક્ટ સંદર્ભમાં રાજ્યના મુખ્ય સચિવ તથા સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક યોજાઈ હતી.
Amit Shah_Gujarat_first. 2
  1. ગાંધીનગર સર્કીટ હાઉસમાં કેન્દ્રીય ગૃહમંત્રી AmitBhai Shah એ કરી બેઠક
  2. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને DyCM હર્ષભાઈ સંઘવી સાથે કરી બેઠક
  3. ગાંધીનગર લોકસભાના તળાવોના ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટને લઈ બેઠક
  4. મુખ્ય સચિવ અને સિંચાઈ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત

AmitBhai Shah in Gujarat : ગાંધીનગર (Gandhinagar) લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રિય ગૃહ તેમ જ સહકારીતા મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) તેમ જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની (Harsh Sanghvi) ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભામાં તળાવોનાં ઇન્ટર લિંકિંગ પ્રોજેક્ટ સંદર્ભમાં રાજ્યના મુખ્ય સચિવ તથા સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક યોજાઈ હતી.

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રિય ગૃહ તેમજ સહકારીતા મંત્રી અમિતભાઈ શાહની (AmitBhai Shah in Gujarat) અધ્યક્ષતામાં ગાંધીનગર લોકસભામાં તળાવોનાં ઇન્ટર લિંકિંગ પ્રોજેક્ટ સંદર્ભમાં રાજ્યનાં મુખ્ય સચિવ તથા સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા સંપોષિત વિકાસ પર ભાર આપ્યો છે. ભૌતિક વિકાસની સાથે ઇકો સિસ્ટમની જાળવણી સંવર્ધન તેમ જ લોકોની સુખાકારી પણ કેન્દ્રમાં રાખવામાં આવે તેવો હંમેશા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો અભિગમ રહ્યો છે. ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં પણ માનનીય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમ જ સહકાર મંત્રી અમિતભાઈ શાહ પ્રધાનમંત્રીની (PM Modi) સંપોષિત વિકાસની વિભાવના ચરિતાર્થ થાય તે દિશામાં સતત પ્રયત્નો કરી રહ્યા છે.

જિલ્લાના 162 જેટલા ગામોમાં 1349 તળાવોનું આંતરિક જોડાણ કરવા સૂચના

આ સંકલ્પનાને આગળ ધપાવતા, તળાવોનાં ઈન્ટરલિંકિંગ માટેનો પ્રોજેક્ટ (Inter-Linking Project of Lakes) અમિતભાઈ શાહ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના કુલ 162 જેટલા ગામોમાં 1349 જેટલા તળાવ આવેલા છે. આ તળાવોનું આંતરિક જોડાણ કરવા માટે માન. કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ દ્વારા સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે ગુજરાત સરકારનાં વિવિધ વિભાગો જેવા કે, સિંચાઈ વિભાગ, AUDA. GUDA, GMC અને નર્મદા નિગમ દ્વારા તળાવોનાં આંતરિક જોડાણ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો - Amitbhai Shah : કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે નવનિર્મિત બગીચા, યોગ સ્ટુડિયો, રેલવે ઓવરબ્રિજ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ

કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહના મતવિસ્તારમાં 169 જેટલા તળાવનું જોડાણ કરાયું!

કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના મત વિસ્તારમાં હાલ નર્મદા આધારિત પાઈપલાઈન અને કેનાલ દ્વારા કુલ 169 જેટલા તળાવનું જોડાણ કરવામાં આવેલ છે. બાકીનાં તળાવો પૈકી વર્ષ-2026 ના ચોમાસા પહેલા પ્રથમ તબક્કામાં 50 તળાવ અમદાવાદ જિલ્લામાં તથા 69 તળાવ ગાંધીનગર જિલ્લામાં (Gandhinagar) જોડાણ કરવાનું આયોજન છે. હાલ અમદાવાદ જિલ્લાના 10 તળાવ તેમ જ ગાંધીનગર જિલ્લાના 16 તળાવનાં આંતરિક જોડાણની કામગીરી પ્રગતિ હેઠળ છે.

ગામોમાં પાણીની ઉપલબ્ધિમાં વધારો થશે

બીજા તબક્કામાં કુદરતી રીતે વરસાદી પાણીથી ભરાતા તળાવો માટે વધારાના પાણીના નિકાલ તથા તળાવોના આંતર જોડાણ માટે વિગતવાર સર્વેક્ષણ કર્યા બાદ મોટા ભાગના તળાવોના આંતરિક જોડાણની કામગીરી કરવાનું આયોજન છે. આ તળાવોના આંતરિક જોડાણ થવાથી ચોમાસા દરમ્યાન ખાલી રહેતા તળાવોને તેની નજીકમાં આવેલ વરસાદી પાણી કે પાઈપલાઈનથી જોડાણ કરતા ગામમાં પાણીના ભરવાની સમસ્યાનો નિકાલ થશે તેમ જ જમીનમાં પાણીના સ્તર ઊંચા આવશે તથા ગામોમાં ખેતી તેમ જ પશુધનને પણ પાણીની ઉપલબ્ધિમાં વધારો થશે.

આ પણ વાંચો - Arth Summit 2025: સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં અર્થ સમિટ 2025 નું સમાપન સમારોહ યોજાયો

Tags :
Amitbhai ShahAmitBhai Shah in GujaratBJPBJP Media DepartmentCM Bhupendra PatelGandhinagar Lok SabhaGandhinagar Municipal CorporationGUJARAT FIRST NEWSHarsh Sanghviinter-linking project of lakespm modiTop Gujarati News
Next Article