દિલ્હીમાં ભાજપનું શક્તિપ્રદર્શન: અધ્યક્ષ નીતિન નબીનના ઘરે સી.આર. પાટીલની ડિનર ડિપ્લોમસી
Jal Shakti Ministry: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ દિલ્હી પહોંચી ભાજપ અધ્યક્ષ નીતિન નબીનના નિવાસે ડિનર બેઠકમાં જોડાયા છે. આ બેઠકમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને જળશક્તિ મંત્રીઓ જળ પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા કરશે. ત્યારબાદ આવતીકાલે ભાજપ મુખ્યાલય ખાતે વધુ એક મહત્વપૂર્ણ સત્તાવાર બેઠક યોજાશે.
Advertisement
Jal Shakti Ministry: નવી દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટી (BJP - Bharatiya Janata Party)ના રાષ્ટ્રીય સંગઠન અને કેન્દ્ર સરકાર વચ્ચે મહત્વપૂર્ણ સમન્વય બેઠકોનો દોર શરૂ થયો છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ (C.R. Paatil) નવી દિલ્હી પહોંચ્યા છે અને તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન (BJP National President Nitin Nabin)ના સત્તાવાર નિવાસસ્થાને યોજાયેલી ઉચ્ચસ્તરીય ડિનર બેઠકમાં સામેલ થયા છે. આ બેઠકમાં દેશના વિવિધ ભાજપ શાસિત રાજ્યોના જળ સંસાધન અને નીતિવિષયક આયોજન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી રહી છે.

