VGRC 2026 : ચીકુ ઉત્પાદનનું હબ બનતું દક્ષિણ ગુજરાત
- VGRC 2026 : વર્ષ 2024-25માં 2.40 લાખ મેટ્રિક ટન ઉત્પાદન સાથે ગુજરાત ચીકુ ઉત્પાદનમાં દેશમાં બીજા ક્રમે છે. દક્ષિણ ગુજરાતના રૂ. 230 કરોડના ચીકુ ઉદ્યોગને VGRC સુરત દ્વારા વૈશ્વિક બજાર અને રોકાણની નવી તકો મળશે.
VGRC 2026 : ગુજરાત આજે બાગાયતી પાકોના ઉત્પાદનમાં દેશભરમાં પોતાની આગવી ઓળખ મજબૂત કરી રહ્યું છે. ખાસ કરીને ચીકુ (સપોટા) ઉત્પાદનમાં રાજ્યએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. વર્ષ 2024-25ના આંકડા મુજબ, ગુજરાત 2.40 લાખ મેટ્રિક ટન ઉત્પાદન સાથે દેશનું બીજા ક્રમનું સૌથી મોટું ચીકુ ઉત્પાદક રાજ્ય બન્યું છે. આ સફળતામાં દક્ષિણ ગુજરાતનો ફાળો સિંહફાળો રહ્યો છે.
VGRC 2026 : દક્ષિણ ગુજરાત: ચીકુ ઉત્પાદનનું ગઢ
રાજ્યના કુલ ચીકુ ઉત્પાદનમાં લગભગ 50 ટકા હિસ્સો એકલું દક્ષિણ ગુજરાત પૂરું પાડે છે. નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન આ પ્રદેશમાં 1.15 લાખ મેટ્રિક ટનથી વધુ ચીકુનું ઉત્પાદન થયું છે, જેનું બજાર મૂલ્ય અંદાજે રૂ. 230 કરોડ નોંધાયું છે. રાજ્યમાં ઉત્પાદિત થતો દરેક બીજો ચીકુ દક્ષિણ ગુજરાતની ધરતી પરથી આવે છે. હાલમાં સમગ્ર રાજ્યમાં 25,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ચીકુની ખેતી થઈ રહી છે.
VGRC 2026 : સરકારી સહાય અને ખેડૂત પ્રોત્સાહન
બાગાયતી ખેતીને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ’ હેઠળ ખેડૂતોને સીધી આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે:
નાણાકીય સહાય: ચીકુના ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ. 22,000 સુધીની સહાય આપવામાં આવે છે.
વાવેતર સામગ્રી: નવા વાવેતર માટે ખેડૂતોને સામગ્રી પર 90 ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે. આ યોજનાઓનો હેતુ ખેડૂતોની ઉત્પાદન ક્ષમતા વધારવા અને ગ્રામિણ અર્થતંત્રને મજબૂત કરવાનો છે.
VGRC: વૈશ્વિક બજાર માટેનું પ્રવેશદ્વાર
સુરતની ઑરો યુનિવર્સિટી ખાતે 1 અને 2 મે દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાતની કૃષિ સિદ્ધિઓને વૈશ્વિક મંચ પૂરો પાડશે. આ કોન્ફરન્સમાં નીચે મુજબના ક્ષેત્રોમાં રોકાણ અને વિકાસ પર ભાર મૂકવામાં આવશે:
મૂલ્યવર્ધન (Value Addition): ચીકુના પ્રોસેસિંગ, પેકેજિંગ અને બ્રાન્ડિંગ દ્વારા નિકાસની તકો વધારવી.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર-Infrastructure: કોલ્ડ ચેઇન, વેરહાઉસિંગ અને રાઇપનિંગ (પાકવણી) સેન્ટર્સમાં રોકાણ આકર્ષવું.
Farm to Market : ખેડૂતોને સીધા વૈશ્વિક નિકાસકારો અને નીતિનિર્માતાઓ સાથે જોડવા.
તાજા અને પ્રોસેસ્ડ ફળોની વધતી માંગને જોતા ગુજરાત કૃષિ લોજિસ્ટિક્સ અને ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ માટે રોકાણકારોનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ચીકુ ખેતીની આ સફળતા રાજ્યની ટકાઉ બાગાયતી ઇકોસિસ્ટમ અને ખેડૂત સશક્તિકરણની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે.
આ પણ વાંચો : ગુજરાતની કલાકાર જોડીનો કમાલ: Rajal Barot અને Neha Suthar એ રાજકારણના મંચ પર પણ મેદાન માર્યું


